AC Side Effects: સવારથી સાંજ સુધી AC માં જ રહેવાથી આ 5 બીમારીઓ થવાની શક્યતા વધે
AC Side Effects: જો કે એસીમાં ગરમી નથી લાગતી પરંતુ સતત એસીમાં રહેવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર ચોક્કસથી થાય છે. સતત એસીમાં રહેવાથી 5 સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ વધી જાય છે.
Trending Photos
AC Side Effects: ગરમીના વાતાવરણમાં એસી વિના રહેવું મુશ્કેલ લાગે છે. જે લોકોને એસીમાં રહેવાની આદત હોય છે તેમના માટે નોર્મલ વાતાવરણમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને જે લોકો સવારથી સાંજ ઓફિસમાં એસીમાં રહેતા હોય છે તેમને ત્યારપછીનો સમય મુશ્કેલ લાગે છે. જો કે એસીમાં ગરમી નથી લાગતી પરંતુ સતત એસીમાં રહેવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર ચોક્કસથી થાય છે. સતત એસીમાં રહેવાથી 5 સ્વાસ્થ્ય સમસ્યા થવાનું જોખમ વધી જાય છે.
આખો દિવસ એસીમાં રહેવાથી થતા નુકસાન
- સતત એસીમાં રહેવાથી સ્કિન, આંખ અને શ્વસન માર્ગમાં ડ્રાયનેસ થવા લાગે છે. તેનાથી એલર્જી, ઉધરસ, શરદી અને માથાનો દુખાવો પણ થઈ શકે છે. કારણ કે એસી રુમને ઠંડો કરવા માટે ભેજને ઘટાડે છે.
- ઓફિસ કે ઘરમાં સતત એસીમાં રહેવાથી અને કોમ્પ્યુટર પર કામ કરવાથી આંખને નુકસાન થાય છે. તેનાથી ડ્રાય આઈની સમસ્યા થવા લાગે છે. તેના કારણે આંખમાં ખંજવાળ અને બળતરા થવા લાગે છે.
- કેટલીક રિસર્ચમાં સાબિત થયું છે કે એસીમાં સતત રહેતા લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા વધારે રહે છે. સતત એસીની હવામાં રહેવાથી નાકમાં બળતરા, શ્વાસ લેવામાં સમસ્યા થાય છે.
- નિષ્ણાંતોના જણાવ્યાનુસાર સતત એસીમાં રહેવાથી માથામાં દુખાવો અથવા તો માઈગ્રેનની સમસ્યા વધારે રહે છે. સતત એસીમાં બેસીને કામ કરતા લોકોને સપ્તાહમાં 1થી 3 વખત માથામાં દુખાવાની ફરિયાદ રહે છે.
- જે લોકો 8, 9 કલાક એસીમાં રહે છે તેમની ગરમી સહન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જેના કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે