Bad Cholesterol: નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ જીવલેણ બને તે પહેલા આ 2 વસ્તુ ખાવાની કરી દો શરૂઆત
Bad Cholesterol: સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે જે લોકોને બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમણે રસોડામાં રાખેલી બે વસ્તુઓનું રોજ સેવન કરવું જોઈએ. આ બે વસ્તુનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યાને પણ સરળતાથી દૂર કરી શકાય છે. આ બે વસ્તુ કઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવીએ.
Trending Photos
Bad Cholesterol: આજના સમયમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ અનેક લોકો માટે સૌથી મોટી સમસ્યા છે. નાની ઉંમરના લોકોને પણ બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળે છે. જ્યારે આપણા લોહીમાં ફેટનું પ્રમાણ વધી જાય તો તે નસોમાં જમવા લાગે છે. નસોમાં જામેલા કોલેસ્ટ્રોલના કારણે રક્ત પરિભ્રમણ પર પણ અસર થાય છે. તેના કારણે હાર્ટ સુધી પણ રક્ત બરાબર રીતે પહોંચતું નથી. આ સ્થિતિ ક્યારેક જોખમી પણ સાબિત થાય છે. જો બેડ કોલેસ્ટ્રોલને સમયસર કંટ્રોલ કરવામાં આવે તો જીવ માથે જોખમ રહેતું નથી. આ કામ કરવા માટે લાઈફસ્ટાઈલ સુધારી અને ફૂડ હેબિટ્સને બદલવી જોઈએ.
સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે જે લોકોને બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમણે રસોડામાં રાખેલી બે વસ્તુઓનું રોજ સેવન કરવું જોઈએ. આ બે વસ્તુનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ જેવી ગંભીર સમસ્યાને પણ સરળતાથી દૂર કરી શકાય છે. આ બે વસ્તુ કઈ છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો તમને જણાવીએ.
તજ
તજનું સેવન કરવાથી હાઈ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેના માટે સૌથી પહેલા તજના ટુકડા લેવા અને તેને પીસીને પાવડર બનાવી લો. હવે આ પાવડરને કાચની બોટલમાં સ્ટોર કરી લો. સવારે જાગો એટલે એક ચપટી તજનો પાવડર પાણી સાથે પી લેવો. આ ઉપાય શરૂ કર્યાના થોડા દિવસોમાં જ તમને ફરક દેખાવા લાગશે. આ મસાલાનું સેવન માત્ર એક ચપટી જેટલું જ કરવું તેની તાસીર ગરમ હોય છે તેથી વધારે માત્રામાં લેવાથી નુકસાન પણ કરી શકે છે.
અળસી
અળસી પણ ઘણી બધી સમસ્યાઓને દૂર કરે છે. જેમાંથી એક હાઈ કોલેસ્ટ્રોલ પણ છે. તેના માટે અળસીને મિક્સર ગ્રાઈન્ડરમાં પીસી પાવડર બનાવી લેવો. ત્યારબાદ રોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચમચી અળસીનો પાઉડર મિક્સ કરી પી લેવું. તેનાથી વધેલું બેડ કોલેસ્ટ્રોલ ઘટવા લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે