તમે પણ સવારે પીવો છો તાંબાના વાસણમાં રાખેલું પાણી ? આ વાત રાખજો ધ્યાનમાં નહીં તો થશે નુકસાન

Copper Vessel Water: સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી ઇમ્યુનિટી સુધરે છે અને પાચન ક્રિયા પણ મજબૂત બને છે. પરંતુ તાંબાના વાસણમાં રાખેલા પાણીને લઈને કેટલીક ભૂલ કરવામાં આવે તો આ પાણી ફાયદાને બદલે નુકસાન કરે છે. 
 

તમે પણ સવારે પીવો છો તાંબાના વાસણમાં રાખેલું પાણી ? આ વાત રાખજો ધ્યાનમાં નહીં તો થશે નુકસાન

Copper Vessel Water: વર્ષોથી લોકો ઘરમાં તાંબાના વાસણનો ઉપયોગ કરે છે. દરેક ઘરમાં કેટલાક વાસણ તાંબાના હોય જ છે. તેમાં છેલ્લા કેટલાક વર્ષોથી તાંબાના વાસણમાં રાખેલું પાણી અને ભોજન લેવાનું ચલણ વધ્યું છે. ખાસ કરીને રાત્રે તાંબાના વાસણમાં રાખેલું પાણી સવારે પીવાથી ઘણા ફાયદા થાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને લોકો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાનું શરૂ કરી દે છે. પરંતુ તેને લઈને યોગ્ય જાણકારીનો અભાવ હોવાથી આ પાણી પીવાથી પણ ફાયદો થતો નથી અને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. 

સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી ઇમ્યુનિટી સુધરે છે અને પાચન ક્રિયા પણ મજબૂત બને છે. પરંતુ તાંબાના વાસણમાં રાખેલા પાણીને લઈને કેટલીક ભૂલ કરવામાં આવે તો આ પાણી ફાયદાને બદલે નુકસાન કરે છે. 

તાંબાના વાસણમાં પાણી રાખો તો ન કરો આ ભૂલ

આ પણ વાંચો:

- જો તમે આખો દિવસ તાંબાની બોટલમાં ભરેલું પાણી પીવો છો તો તેનાથી શરીરમાં કોપરનું પ્રમાણ વધી શકે છે. જેના કારણે ચક્કર આવવા, પેટમાં દુખાવો અને કિડની ફેલ થવા જેવી ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.

- તાંબાના વાસણમાં રાખેલું પાણી શરીર માટે ફાયદાકારક છે. પરંતુ જો સવારે તમે આ પાણીમાં લીંબુ કે મધ ઉમેરીને પીવો છો તો તે શરીર માટે ઝેર સમાન બની જાય છે. 

- તાંબાના વાસણમાં રાખેલા પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી પેટમાં દુખાવો, ગેસ અને ઉલટી જેવી તકલીફ થઈ શકે છે. તેથી ભૂલથી પણ તાંબાના વાસણમાં રાખેલા પાણીમાં લીંબુ ન ઉમેરવું.

- તાંબાના વાસણમાં પાણી રાખવામાં આવે તો તે ચાર્જ થઈ જાય છે. એટલે કે આ પાણીની તાસીર ગરમ થઈ જાય છે. તેવામાં જે લોકોને એસીડીટીની ફરિયાદ રહેતી હોય તેમણે આ પાણી પીવાનું ટાળવું જોઈએ. 

- આ સિવાય હાર્ટ કે કિડનીના દર્દીઓએ તાંબાના વાસણમાં રાખેલું પાણી પીતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

- સૌથી મહત્વનું છે કે તાંબાના વાસણની સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવે. દર પંદર દિવસે તાંબાના વાસણને બરાબર રીતે સાફ કરીને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news