Gold Rate Today: દોડાદોડ કરી રહ્યું છે સોનું! આજે ફરી ભાવમાં ભડકો, ફટાફટ ચેક કરી લો સોનાનો લેટેસ્ટ રેટ

Gold Price Today: કોમોડિટી બજારમાં આ અઠવાડિયે જે તેજી જોવા મળી હતી તેમાં આજે દબાણ જોવા મળ્યું. સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જો કે શરાફા બજારમાં સોનું ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં દબાણ સર્જાયા બાદ આજે ચડેલું જોવા મળ્યું.

Gold Rate Today: દોડાદોડ કરી રહ્યું છે સોનું! આજે ફરી ભાવમાં ભડકો, ફટાફટ ચેક કરી લો સોનાનો લેટેસ્ટ રેટ

કોમોડિટી બજારમાં આ અઠવાડિયે જે તેજી જોવા મળી હતી તેમાં આજે દબાણ જોવા મળ્યું. સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો જો કે શરાફા બજારમાં સોનું ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં દબાણ સર્જાયા બાદ આજે ચડેલું જોવા મળ્યું. બીજી બાજુ કાલે વિદેશી બજારમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો અને એક ઝટકે સોનાના ભાવ 40 ડોલર કરતા વધુ  ચડી ગયા. આ બધા વચ્ચે સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો. 

વાયદા બજારમાં ભાવ
સવારે MCX પર સોનું 82 રૂપિયા તૂટીને 73,229 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યું. જ્યારે કાલે તે 73,311 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદી આ દરમિયાન 403 રૂપિયાના ઘટાડા સાથે 93,787 રૂપિયા પર બંધ થઈ હતી. જે કાલે 94,190 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 252 રૂપિયા ઉછળીને 72,815 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 72,563 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 231 રૂપિયા ચડીને 66,699 રૂપિયા પર પહોંચ્યું જે કાલે 66468 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીમાં જો કે સામાન્ય ઘટાડો જોવા મળ્યો. ચાંદી 48 રૂપિયા ગગડીને 92,156 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી જે કાલે 92,204 રૂપિયા પર  ક્લોઝ થઈ હતી. 

કેમ ઉછળ્યું સોનું?
અમેરિકામાં મોંઘવારી દર 12 મહિનાના નીચલા સ્તરે આવી ગઈ છે. ગુરુવારે આવેલા ડેટા બાદ સપ્ટેમ્બરમાં રેટ કટની 90% સંભાવનાઓ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેના પગલે સોનું 1 ટકાથી વધુ ઉછળી ગયું હતું અને 22મી મે બાદ એકવાર ફરીથી 2,400 ડોલરના લેવલ પર પહોંચી ગયું. 1.8 ટકાની તેજી સાથે તે 2,414 ડોલર પ્રતિ ઔંસ પર હતું. ગોલ્ડ ફ્યૂચર 1.6% વધ્યું અને 2,418 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news