Milk With Ghee: 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી ઘી ઉમેરી પીવા લાગો, 7 દિવસમાં આ બીમારીઓમાં થશે રાહત
Milk With Ghee:હુંફાળા દૂધમાં ઘી ઉમેરીને પીવાથી શરીર માટે તે અમૃત સમાન બની જાય છે. એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પીવાથી શરીરને 7 દિવસની અંદર જોરદાર ફાયદા થવા લાગે છે. કેટલીક સમસ્યા તો દૂધ અને ઘી પીવાથી દૂર પણ થઈ જાય છે.
Trending Photos
Milk With Ghee: ઘી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. ભોજન પકાવવાથી લઈને ડાયરેક્ટ ખાવા સુધીમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘીનો ઉપયોગ દવા તરીકે પણ કરવામાં આવે છે. ઘીમાં વિટામીન એ, વિટામિન ડી, વિટામીન ઈ અને વિટામીન કે હોય છે. ખાસ કરીને દેશી ઘી ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે.
ઘીનું સેવન કરવાથી શરીરના સોજાની સમસ્યા દૂર થાય છે. ઘી હેલ્થી ફેટથી ભરપૂર હોય છે જે ઓવરઓલ હેલ્થને સુધારે છે. ઘીમાં જે ફેટ હોય છે તે પોષક તત્વોના એબ્ઝોર્શનમાં મદદ કરે છે. ઘીમાં હેલ્ધી ફેટ હોય છે જે શરીરને આખો દિવસ એનર્જેટીક રાખી શકે છે. ટૂંકમાં કહીએ તો ઘી ગુણનો ભંડાર છે અને તેના ફાયદા અનેક ઘણા વધી જાય છે જ્યારે તમે તેને દૂધ સાથે પીવો છો.
હુંફાળા દૂધમાં ઘી ઉમેરીને પીવાથી શરીર માટે તે અમૃત સમાન બની જાય છે. એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પીવાથી શરીરને 7 દિવસની અંદર જોરદાર ફાયદા થવા લાગે છે. કેટલીક સમસ્યા તો દૂધ અને ઘી પીવાથી દૂર પણ થઈ જાય છે.
ઘી અને દૂધનું કોમ્બિનેશન એવું છે જેનાથી શરીરને કેલ્શિયમ અને વિટામિન ડી મળે છે. ઘીવાળું દૂધ પીવાથી બોન હેલ્થ પણ સુધરે છે અને જે લોકોને સાંધામાં દુખાવા રહેતા હોય તેમને તો નિયમિત દૂધમાં ઘી ઉમેરીને પીવું જોઈએ. આ સિવાય હુંફાળા દૂધમાં ઘી ઉમેરીને પીવાથી અન્ય કયા ફાયદા થાય છે તે પણ જાણી લો.
દૂધમાં ઘી ઉમેરીને પીવાથી થતા ફાયદા
1. દૂધમાં ઘી ઉમેરીને પીવાથી શરીરમાં લચિલાપણું આવે છે. જેના કારણે સાંધાના દુખાવા અને સાંધા ઘસવાની સમસ્યાથી રાહત મળે છે.
2. દૂધમાં ઘી ઉમેરીને પીવાથી પેટનું એસિડ ઘટે છે અને પાચનતંત્ર સ્વસ્થ રીતે કામ કરતું રહે છે.
3. દૂધમાંથી ઉમેરીને પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે અને વધતું અટકે છે.
4. ઊંઘની સમસ્યા હોય તો રાત્રે હુંફાળા દૂધમાં ઘી ઉમેરીને પીવું જોઈએ તેનાથી ઊંઘ સારી અને ગાઢ આવે છે.
5. એક ગ્લાસ દૂધમાં એક ચમચી ઘી ઉમેરીને પી શકાય છે. ઘી વાળું દૂધ તમે રાત્રે સુતા પહેલા અથવા તો સવારે પી શકો છો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે