આ 'જાદુઈ પીણા'ના કારણે મલાઈકા અરોરા 49 વર્ષની ઉંમરે પણ દેખાય છે એકદમ યુવાન, તમે પણ અજમાવો આ ઉપાય

 થોડા સમય પહેલા મલાઈકા અરોરાએ પોતાના ઈનસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે જીરા અને મેથીથી બનેલું પાણી પીતી જોવા મળી. તેનું કહેવું છે કે આ ડ્રિંકના સેવનથી તેની સ્કિન પર ગ્લો આવે છે અને આ સાથે જ બીમારીઓ પણ દૂર થઈ શકે છે. જીરા અને મેથીનું પાણી પીવાથી થતા ફાયદા અંગે તમે પણ ખાસ જાણો....

આ 'જાદુઈ પીણા'ના કારણે મલાઈકા અરોરા 49 વર્ષની ઉંમરે પણ દેખાય છે એકદમ યુવાન, તમે પણ અજમાવો આ ઉપાય

Jeera Methi Water : આપણું કિચન અનેક પ્રકારના સ્વાસ્થ્યવર્ધક મસાલાઓથી ભરેલું છે. જે આપણા શરીરની સોજા, એસિડિટી, નબળી ઈમ્યુનિટી, મોટાપા જેવી સમસ્યાઓને દૂર કરી શકે છે. રસોડામાં રાખેલા લગભગ દરેક પ્રકારના મસાલાનો ઉપયોગ કરવાથી તમારા વજનને ઓછું કરી શકાય છે. પરંતુ આપણે આ મસાલાના ગુણોને અવગણતા હોઈએ છીએ અને મોટા મોટા સેલેબ્રિટિઝ દ્વારા ફોલો થતી વસ્તુઓનો ઉપયોગ શરૂ કરી દેતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે અનેક હસ્તીઓની ખુબસુરતનું રહસ્ય જ આ મસાલાઓમાં છૂપાયેલું જોવા મળે છે. થોડા સમય પહેલા (જુલાઈ 2020માં)  મલાઈકા અરોરાએ પોતાના ઈનસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે જીરા અને મેથીથી બનેલું પાણી પીતી જોવા મળી. તેનું કહેવું છે કે આ ડ્રિંકના સેવનથી તેની સ્કિન પર ગ્લો આવે છે અને આ સાથે જ બીમારીઓ પણ દૂર થઈ શકે છે. જીરા અને મેથીનું પાણી પીવાથી થતા ફાયદા અંગે તમે પણ ખાસ જાણો....

જીરા અને મેથીનું પાણી પીવાથી થતા ફાયદા...

- પોતાના વીડિયોમાં મલાઈકા અરોરાએ જણાવ્યું છે કે મેથીના દાણા અને જીરાના અદભૂત સ્વાસ્થ્ય લાભ થાય છે અને તે ગુડ હેલ્થ માટે સૌથી બેસ્ટ ડ્રિંક હોઈ શકે છે. 
- નિયમિત રીતે જો તમે મેથી અને જીરાથી બનેલું આ ડ્રિંક પીઓ તો તે તમારા શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરી શકે છે. 
- મેથી અને જીરાનું પાણી સવારે ખાલી પેટે પીવાથી કબજિયાત અને મળ ત્યાગમાં થતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
- આ ડ્રિંક પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પ્રભાવી થઈ શકે છે. 
- મેથીના દાણાથી બનેલા ડ્રિંકનું સેવન કરવાથી ડાયાબિટિસને કંટ્રોલમાં રાખવામાં મદદ મળી શકે છે. 

કેવી રીતે તૈયાર કરવું આ ડ્રિંક

જરૂરી સામગ્રી
- જીરુ- 1 ચમચી
- મેથી- 1 ચમચી

કેવી રીતે બનાવવું
સૌથી પહેલા એક ગ્લાસ પાણી લો અને તેમાં 1 ચમચી જીરું અને 1 ચમચી મેથીને આખી રાત પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને અથવા તો ગાળ્યા વગર જ ખાલી પેટે પી જાઓ. તેનાથી તમારા ચહેરા પર નિખાર આવશે. આ સાથે જ અનેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થશે. 

ખાસ નોંધ: જીરા અને મેથીથી તૈયાર ડ્રિંકનું સેવન કરવાથી તમારા શરીરને લાભ થઈ શકે છે. જો કે ધ્યાન રાખો કે જો તમને જીરા કે મેથીમાંથી કોઈની પણ એલર્જી હોય તો એવી સ્થિતિમાં તમારા હેલ્થ એક્સપર્ટની સલાહ જરૂર લો. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news