ટેણીયા-મેણીયાઓની હાઈટ વધારવા અખતરા છોડો, શક્કરિયાથી બચ્ચન જેવી થઈ જશે બાળકની હાઈટ

increasing the height of children: શું તમે પણ તમારા બાળકોની હાઈટ વધારવા માંગો છો? શું બાળકોની ઉંચાઈ વધારવા માટે તમે લઈ રહ્યાં છો કોઈ ડોક્ટરની દવા? દવા અને ડોક્ટરના ચક્કર છોડીને અપનાવો આ સરળ ઉપાય...

ટેણીયા-મેણીયાઓની હાઈટ વધારવા અખતરા છોડો, શક્કરિયાથી બચ્ચન જેવી થઈ જશે બાળકની હાઈટ

increasing the height of children: બાળકની હાઈટ એક નિશ્ચિત ઉંમર સુધી જ વધી શકે છે તે આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આનુવાંશિક કારણોની સાથે ઘણી એવી જરૂરી બાબત છે જેનાથી વ્યક્તિની હાઈટ કેટવી વધશે તેનું અનુમાન લગાવી શકાય છે. ઘણા કારણોમાં ડાઈટ પણ એક મહત્વની બાબત છે જેનાથી બાળકની હાઈટને અસર થાય છે. ત્યારે આજે અમે તમને અમુક એવી વાત જણાવીશું જેનાથી બાળકની હાઈટ વધે છે. 

બેરીઝ-
બ્લૂબેરી, સ્ટ્રોબેરી, બ્લેકબેરી અથવા તો રાસ્પબેરીમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. તેમાં રહેલું વિટામિન-સી કોશિકાઓને મજબૂત બનાવે છે. વિટામિન-સી કોલેજનનું સંશ્લેષણ પણ વધારે છે. આ એક એવું પ્રોટીન જે તમારા શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં છે.

પાંદડાવાળા શાકભાજી-
પાલક, કેળા, કોબીજ જેવી પાંદડાવાળા શાકભાજીમાં ઘણા પ્રકારના પોષકતત્વો હોય છે. આ શાકભાજીમાં વિટામિન-સી, કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ અને પોટેશિયમ સવિયા વિટામિન-કે પણ હોય છે જે હાડકાઓની લંબાઈ વધારવાનું કામ કરે છે. 
 
ઈંડા-
ઈંડા ન્યૂટ્રિશનનું પાવરહાઉસ છે. તેમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સાથે તેમાં હાડકાઓને મજબૂત કરે તેવા અનેક પોષકતત્વો હોય છે. 874 બાળકો પર થયેલા એક અભ્યાસમાં એ સામે આવ્યું છે કે નિયમિતરૂપે ઈંડા ખાનારા બાળકોની હાઈટ વધે છે. ઈંડાના પીળા રંગના ભાગમાં હેલ્દી ફેટ શરીરમાં ફાયદાકારક છે. 

બદામ-
બદામમાં રહેલા અનેક પ્રકારના વિટામિન અને મિનરલ પણ હાઈટ વધારવા માટે ખૂબ જ જરૂરી હોય છે. તેમાં હેલ્દી ફેટ સિવાય ફાઈબર, મેગ્નિઝ અને મેગ્નેશિયમ પણ હોય છે. તે સિવાય તેમાં વિટામિન-ઈ પણ રહેલું છે જે એન્ટિઓક્સિડેન્ટના રૂપે ડબલ થઈ જાય છે. એક અભ્યાસ મુજબ બદામ આપણા હાડકા માટે ફાયદાકારક છે. 

સાલ્મન ફિશ-
ઓમેગા-3 ફેટી એ+સિડથી ભરપૂર સાલ્મન ફિશ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ઓમેગા-3 ફેટી એસિડ હાર્ટ માટે ફાયદાકારક એક ફેટ છે. જે શરીરના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે પણ સારું મનાઈ છે. સંશોધન કર્તાનું કહેવું છે કે, ઓમેગા ફેટી-3 એસિડ હાડકાના ગ્રોથને પણ વધારે છે. આ બાળકોમાં ઉંઘની સમસ્યાને પણ દૂર કરી શકે છે જે તેમના ગ્રોથ પર નેગેટિવ અસર પાડે છે.

શક્કરિયા-
વિટામિન-એથી ભરપૂર શક્કરિયા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તે હાઈટ વધારવામાં મદદરૂપ થાય છે. શક્કરિયામાં સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબલ બંને પ્રકારના તત્વો હોય છે. જે તમારી ડાયજેસ્ટિવ હેલ્થને પ્રમોટ કરે છે અને આંતરડા માટે સારા બેક્ટીરિયાના વિકાસને વધારે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news