રાત્રે ઘસઘસાટ ઊંઘ લેવી હોય તો કરો આ વસ્તુનું સેવન! મોંમાં મુકતા જ ઘેરાવા લાગશે આંખો

આરોગ્ય નિષ્ણાતો માને છે કે દિવસમાં 8 કલાકથી ઓછી ઉંઘ તમારા શારીરિક કાર્યો પર ગંભીર અસર કરી શકે છે. આપણા શરીરને આરામ કરવા અને દિવસના કામમાંથી સાજા થવા માટે ઓછામાં ઓછા 8 કલાકની જરૂર છે.

રાત્રે ઘસઘસાટ ઊંઘ લેવી હોય તો કરો આ વસ્તુનું સેવન! મોંમાં મુકતા જ ઘેરાવા લાગશે આંખો

ઝી બ્યૂરો, અમદાવાદઃ શું તમે પણ મોડી મોડી રાત સુધી મોબાઈલ મચડ્યા કરો છો? શું તમને પણ અનિદ્રાની સમસ્યા છે? શું તમને પણ રાત્રે મોડેથી ખાવાની આદત છે? આ બધા કારણોસર ઊંઘ નથી આવતી. જો તમારી સાથે પણ આવું કંઈક થતું હોય તો ચેતી જજો. એટલું જ નહીં પુરતી ઊંઘ લેવા શું કરવું એ પણ જાણી લેજો.

રાત્રે મોડા સુધી ઊંઘ ના આવતી હોય તો તમારે તમારા રૂટિનમાં કરવો જોઈએ ફેરફાર. નિષ્ણાતોની માનીએ તો સૂચન છે કે દિવસે ઊંઘીને રાતની ઊંઘની પૅટર્ન ખરાબ કરવા કરતાં રાત્રે પૂરતી ઊંઘ લેવી સારી. આપણા શરીરમાં મેલોટોનિન નામનું હોર્મોન હોય છે. તે આપણા ઊંઘવા અને ઊઠવાની પૅટર્નને નિયંત્રિત કરે છે. તેના માટે જરૂરી છે કે આપણી આંખો બહારના પ્રકાશના સંપર્કમાં આવે. આપણા શરીરને તેના માધ્યમથી જ ખબર પડે છે કે દિવસ થયો છે કે રાત. જો આપણે અંદર જ રહીએ તો આપણું શરીર સૂર્યપ્રકાશના સંપર્કમાં નહીં આવે અને તેના કારણે મેલોટોનિનનું પ્રમાણ ઘટશે. આ ઉપરાંત લાંબા ગાળે દારૂની ઊંઘ પર ખરાબ અસર પડે છે. દારૂથી ઊંઘની ગુણવત્તા અને તેનું સ્ટ્રક્ચર ખરાબ રીતે અસરગ્રસ્ત થાય છે.

જો તમે પણ રાત્રે ઉંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતો માને છે કે દિવસમાં 8 કલાકથી ઓછી ઉંઘ તમારા શારીરિક કાર્યો પર ગંભીર અસર કરી શકે છે. આપણા શરીરને આરામ કરવા અને દિવસના કામમાંથી સાજા થવા માટે ઓછામાં ઓછા 8 કલાકની જરૂર છે.

સારી ઉંઘ માટે આ વસ્તનું કરો સેવન-

1) ડાર્ક ચોકલેટ -
બદામ સિવાય, ડાર્ક ચોકલેટ એ શ્રેષ્ઠ ઉંઘના ખોરાકમાંનું એક છે. તેમાં સેરોટોનિન પણ હોય છે, જે તમારા મન અને ચેતા પર શાંત અસર કરે છે અને તમને ઉંઘમાં મદદ કરે છે.

2) ગરમ દૂધનું સેવન -
સારી ઉંઘ માટે એક ગ્લાસ ગરમ દૂધ એક ઉત્તમ પીણું છે. દૂધમાં ટ્રિપ્ટોફન નામનો એમિનો એસિડ હોય છે જે સેરોટોનિનમાં રૂપાંતરિત થાય છે. સેરોટોનિન મગજમાં સુખદાયક અસરો ધરાવે છે, જે તમને ઉંઘમાં મદદ કરે છે. એક ચપટી જાયફળ, એક ચપટી ઈલાયચી અને થોડી બદામ ખાવાથી માત્ર દૂધનો સ્વાદ જ સુધરશે નહીં, પણ ઉંઘમાં પણ મદદ મળશે.

3) કેળા -
કેળું આરામદાયક ઉંઘ માટે પણ ઘણી મદદ કરે છે. કેળામાં સ્નાયુઓને આરામ આપનાર, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. જે કુદરતી રીતે તમને ઉંઘની અનુભૂતિ કરાવી શકે છે.

4) બદામનું સેવન -
દૂધની જેમ, બદામમાં પણ ટ્રિપ્ટોફન હોય છે, જે મગજ અને ચેતા પર હળવી અસર કરે છે. આ જ કારણ છે કે મગજની શક્તિ વધારવા ઉપરાંત, બદામ તમને સારી ઉંઘમાં પણ મદદ કરી શકે છે. તેમાં હાજર મેગ્નેશિયમ તમારા હૃદયની લયને સ્થિર રાખવામાં મદદરૂપ છે. દરરોજ એક મુઠ્ઠી બદામ ખાઓ અને સારી રીતે સૂઈ જાઓ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news