દૂધીની છાલ ભૂલથી પણ ના ફેંકતા, ફાયદા જાણીને તમને નહીં થાય વિશ્વાસ
જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો પછી તમે દૂધીની છાલ વાપરી શકો છો. તેને તલના તેલ સાથે ભેળવીને લગાવવાથી વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યાથી રાહત મળે છે.
Trending Photos
નવી દિલ્હીઃ તમે દૂધી ખાવાના ફાયદા તો સાંભળ્યા જ હશે, પરંતુ શું તમે જાણો છો કે તેના છાલ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી છે. દૂધીની છાલમાં ફોલેટ, વિટામિન સી, વિટામિન બી 1, બી 2, બી 3, બી 5, અને બી 6, કેલ્શિયમ, આયર્ન, જસત, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે, જે તંદુરસ્ત શરીર માટે આવશ્યક તત્વો માનવામાં આવે છે.
દૂધીની છાલ તમારા ચહેરાની સુંદરતા વધારવામાં અને સાથે સાથે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. સુંવાળા અને કાળી પડેલી ત્વચા માટે દૂધીની છાલ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમારે દૂધીના છાલની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર લગાવવી પડશે.
દૂધીની છાલના ફાયદા-
1) ચહેરા પર આવશે ગ્લો-
જો ત્વચા શુષ્ક બની રહી છે, તો પછી દૂધીની છાલ ગ્લો લાવી શકે છે. આ માટે દૂધીની છાલને બારીક પીસી લો અને પેસ્ટ બનાવો. ત્યારબાદ એક બાઉલમાં બે ચમચી પેસ્ટ લો, તેમાં એક ચમચી ચંદન પાવડર નાખો અને તેને ચહેરા પર લગાવો. પછી તેને વીસ મિનિટ માટે રાખી મૂકો. તે પછી પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયાને અઠવાડિયામાં બે વાર કરો.
2) ખરતા વાળ અટકાવશે-
જો તમે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો, તો પછી તમે દૂધીની છાલ વાપરી શકો છો. તેને તલના તેલ સાથે ભેળવીને લગાવવાથી વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યાથી રાહત મળે છે.
3) સ્કીન પર થતી બળતરા દૂર થશે-
સ્ત્રીઓને ઘણીવાર ત્વચામાં બળતરાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ દરમિયાન ઠંડક મેળવવા માટે, તમે દૂધીની છાલને પીસીને લગાવી શકો છો. આનાથી બળતરાથી રાહત મળશે તેમજ તે સ્થળે ઠંડકની લાગણી પણ થશે.
4) પેટની તકલીફમાંથી મુક્તિ-
રોજ સવારે ખાલી પેટે દૂધીનો રસ કે સુપ પવાથી આમ તો અનેક ફાયદા થાય છે. ખાસ કરીને પેટને લગતી તકલીફોમાં દૂધીના રસથી ખાસી રાહત મળે છે. દૂધીની છાલનો રસ પીવાથી પણ તમને આનો લાભ મળે છે.
(Discalimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા એની પુષ્ટી કરતુ નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે