Remedies For Arthritis: યુવાવસ્થામાં થતા સાંધાના દુખાવાના જાણો કારણો અને બચવાના ઉપાયો

Remedies For Arthritis: હાલના સમયમાં સાંધાના દુખાવાની બીમારીએ ઉંમર સાથે સંબંધિત રહી નથી. એટલે કે કોઈપણ ઉંમરના વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયમાં નાની ઉંમરના યુવાનોમાં આર્થરાઇટિસની સમસ્યા ઝડપથી વધતી જોવા મળી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે યુવાનોને સાંધાના દુખાવા થાય તેની પાછળ અનેક કારણ જવાબદાર છે 

Remedies For Arthritis: યુવાવસ્થામાં થતા સાંધાના દુખાવાના જાણો કારણો અને બચવાના ઉપાયો

Remedies For Arthritis: આર્થરાઇટિસમાં શરીરના સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. થોડા વર્ષો સુધી આ એવી સમસ્યા હતી જે વધતી ઉંમરે લોકોમાં જોવા મળતી. જ્યારે ઠંડી વધે ત્યારે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. પરંતુ હવે લાઈફ સ્ટાઈલ ના કારણે યુવા અવસ્થામાં પણ લોકોને સાંધાના દુખાવા થવા લાગે છે. તેવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે નાની ઉંમરના લોકોને આર્થરાઇટિસ જેવી સમસ્યા કયા કારણથી થાય છે. જો સમસ્યાનું કારણ ખબર હોય તો તેનો ઈલાજ પણ થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે નાની ઉંમરમાં સાંધાના દુખાવા થવા પાછળનું કારણ શું હોય છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય.

આ પણ વાંચો:

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર હાલના સમયમાં સાંધાના દુખાવાની બીમારીએ ઉંમર સાથે સંબંધિત રહી નથી. એટલે કે કોઈપણ ઉંમરના વ્યક્તિને આ સમસ્યા થઈ શકે છે. જોકે યુવાનોમાં મોટાભાગે રૂમેટાઈડ આર્થરાઇટિસ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયમાં નાની ઉંમરના યુવાનોમાં આર્થરાઇટિસની સમસ્યા ઝડપથી વધતી જોવા મળી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે યુવાનોને સાંધાના દુખાવા થાય તેની પાછળ અનેક કારણ જવાબદાર છે 

જેમ કે સાંધાના દુખાવા વધારે વજન, બેઠાડું જીવનશૈલી, ખરાબ પોઈશ્ચર, ફાસ્ટફૂડનું સેવન અને સાંધાને અસર કરતી રમતગમતના કારણે થઈ શકે છે. આ સિવાય જીનેટીક કારણ, સાંધામાં ઈજા અને જન્મજાત સ્થિતિના કારણે પણ સાંધામાં દુખાવા જોવા મળે છે. 

સાંધાના દુખાવાથી કેવી રીતે મેળવવો છૂટકારો ?

લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને સાંધાના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે. જેમાં સૌથી મહત્વનું હોય છે કે જીવનશૈલીમાં ફેરફાર કરી નિયમિત એક્સરસાઇઝ કરવી. આ સિવાય ગંભીર સ્થિતિમાં સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ લઈને સારવાર પણ લઈ શકાય છે. યુવાનોએ જો નાની ઉંમરમાં સાંધાના દુખાવાથી બચવું હોય તો બેઠાડું જીવનશૈલીનો ત્યાગ કરીને દિવસ દરમિયાન ઓછામાં ઓછી 30 મિનિટ એક્સરસાઇઝ કરવાનું રાખવું અને સાથે જ પોષક તત્વોથી ભરપૂર આહાર કરવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news