રાતો રાત દૂર થઈ જશે ગોઠણનો દુખાવો, અપનાવો દાદી નાનીના સમયનો આ દેશી ઈલાજ

Knee Pain: આજે તમને ઘુંટણના દુખાવાને દૂર કરે તેવા દેશી ઈલાજ જણાવીએ. નાની ઉંમરમાં ઘુંટણમાં દુખાવો થવાના કારણની વાત કરીએ તો. સૌથી મોટું કારણ લાઈફસ્ટાઈલ હોય છે. આ સિવાય ઘુટણમાં દુખાવો ગાઉટ, આર્થરાઈટિસ જેવી મેડિકલ કન્ડિશન કારણે પણ થઈ શકે છે.

રાતો રાત દૂર થઈ જશે ગોઠણનો દુખાવો, અપનાવો દાદી નાનીના સમયનો આ દેશી ઈલાજ

Knee Pain: લોકો ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે ઘણી બીમારીઓના શિકાર નાની ઉંમરમાં થઈ જાય છે. આવી જ એક બીમારી છે નાની ઉંમરમાં ગોઠણમાં દુખાવો. પહેલાના સમયમાં આ સમસ્યા વૃદ્ધોને થતી હતી. પરંતુ આજના સમયમાં યુવાનો પણ આ સમસ્યાથી પીડિત હોય છે. આજે તમને ઘુંટણના દુખાવાને દૂર કરે તેવા દેશી ઈલાજ જણાવીએ. નાની ઉંમરમાં ઘુંટણમાં દુખાવો થવાના કારણની વાત કરીએ તો. સૌથી મોટું કારણ લાઈફસ્ટાઈલ હોય છે. જ્યારે સ્નાયુ અપેક્ષા કરતાં વધારે કામ કરે છે ત્યારે ઘુંટણમાં દુખાવો થવાની શરૂઆત થાય છે. આ સિવાય ઘુટણમાં દુખાવો ગાઉટ, આર્થરાઈટિસ જેવી મેડિકલ કન્ડિશન કારણે પણ થઈ શકે છે.

આ પણ વાંચો:

 

 

એપલ સીડર વિનેગર

ઘુંટણના દુખાવાથી તકલીફ વધારે હોય તો આહારમાં વિનેગરને સામેલ કરો. વિનેગરમાં એવા ઔષધીય ગુણ હોય છે જે ઘુંટણમાં થતા દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે જમતા પહેલા એક ચમચી વિનેગર હુંફાળા પાણીમાં મિક્સ કરી પી લેવું.

લીંબુ અને તલનું તેલ

લીંબુ અને તલનું તેલ પણ સોજો અને દુખાવો બંને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે બે ચમચી તલના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને રાતે સુતા પહેલા અને સવારે ઊઠ્યા પછી ઘૂંટણ પર લગાડો અને માલિશ કરો.
 
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news