Jaggery: ગોળનો ઉકાળો પીવાથી દવા વિના મટશે આ 5 બીમારી, આ રીતે બનાવી રોજ પી લેવો
Jaggery: ગોળમાંથી બનાવેલો કાઢો પીવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને શરીરના પાંચ રોગ ગોળનો ઉકાળો પીવાથી જ મટી જાય છે. જે લોકોને આ પાંચ સમસ્યા હોય તેમણે ગોળનો ઉકાળો પીવો જોઈએ. આજે તમને જણાવીએ ગોળનો ઉકાળો પીવાથી કઈ સમસ્યાઓ દૂર થાય છે અને આ ઉકાળો કેવી રીતે બનાવવો.
Trending Photos
Jaggery: બદલતા વાતાવરણમાં ગોળનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હેલ્ધી સાબિત થાય છે. ગોળમાં અલગ અલગ પ્રકારના ઔષધીય ગુણ હોય છે જે શરીરની અનેક પરેશાનીઓને દૂર કરે છે. ગોળની તાસીર ગરમ હોય છે તે શરદી, ઉધરસને દવા વિના જ મટાડે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવાની સલાહ આપતા હોય છે કારણ કે સ્વાસ્થ્ય માટે ગોળ લાભકારક છે.
ગોળમાંથી બનાવેલો કાઢો પીવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને શરીરના પાંચ રોગ ગોળનો ઉકાળો પીવાથી જ મટી જાય છે. જે લોકોને આ પાંચ સમસ્યા હોય તેમણે ગોળનો ઉકાળો પીવો જોઈએ. આજે તમને જણાવીએ ગોળનો ઉકાળો પીવાથી કઈ સમસ્યાઓ દૂર થાય છે અને આ ઉકાળો કેવી રીતે બનાવવો.
ગોળનો ઉકાળો પીવાથી થતા ફાયદા
1. જે લોકોને એનીમિયા હોય એટલે કે શરીરમાં રક્તની ઉણપ હોય તેમણે ગોળનો ઉકાળો પીવો જોઈએ. આ ઉકાળો પીવાથી એનિમિયા મટે છે અને રક્ત શુદ્ધ થાય છે.
2. ગોળનો કાઢો પીવાથી શરીરની એનર્જી વધે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. ગોળનો કાઢો એનર્જી બુસ્ટ કરે છે.
3. ગોળમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે અને તે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. ગોળનો ઉકાળો પીવાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી થાય છે. ગોળનો ઉકાળો ચા નો હેલ્ધી વિકલ્પ સાબિત થશે
4. ગોળનો ઉકાળો પીવાથી હાડકા મજબૂત થાય છે. ગોળમાં કેલ્શિયમ સારી એવી માત્રામાં હોય છે જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.
5. બદલતા વાતાવરણના કારણે જો શરદી, ઉધરસ થઈ ગયા હોય તો ગોળમાંથી બનાવેલો ઉકાળો પીવો. ગોળની તાસીર ગરમ હોય છે આ ઉકાળો કફની સમસ્યાથી પણ રાહત આપશે.
કેવી રીતે બનાવવો ગોળનો ઉકાળો ?
ગોળનો ઉકાળો બનાવવા માટે એક વાસણમાં 2 કપ પાણી ઉકાળો. તેમાં 5 તુલસીના પાન, 1 આદુનો ટુકડો, થોડા કાળા મરી ઉમેરો. જ્યારે પાણીનો રંગ બદલી જાય તો તેમાં ગોળ ઉમેરો. જ્યારે પાણી અડધું બચે ત્યારે તેને ગાળી અને તેનું સેવન કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે