Health Tips: વજન ઘટાડવાવું હોય તો આજે શરૂ કરી દો આ 5 ફળોનું સેવન, ઈમ્યુનિટી પણ વધશે

Health Care: અનેક લોકો વજનની સમસ્યાથી પરેશાન હોય છે. વજન ઘટાડવું જાણે તેમના માટે એક ટાસ્ક સમાન થઈ જાય છે. લોકો ડાયટિંગ કરે છે, કસરત કરે છે અને અન્ય અવનવા પ્રયાસથી વજન ઘટાડવાના પ્રયત્નો કરે છે.

Health Tips: વજન ઘટાડવાવું હોય તો આજે શરૂ કરી દો આ 5 ફળોનું સેવન, ઈમ્યુનિટી પણ વધશે

Weight Lose: અનેક લોકો વજનની સમસ્યાથી પરેશાન હોય છે. વજન ઘટાડવું જાણે તેમના માટે એક ટાસ્ક સમાન થઈ જાય છે. લોકો ડાયટિંગ કરે છે, કસરત કરે છે અને અન્ય અવનવા પ્રયાસથી વજન ઘટાડવાના પ્રયત્નો કરે છે. ત્યારે શું તમે જાણો છો કે અમુક ફ્રુટ ખાવાથી વજન ઘટે છે. આજે અમે તમને અહીં જણાવીશું કે આ પાંચ પ્રકારના ફ્રુટ ખાઈને તમે કેવી રીતે વજન ઘટાડી શકો છો.

હથેળીમાં 'H' નું નિશાન ધરાવતા લોકોનું ભાગ્ય આ ઉંમરે લેશે યુ-ટર્ન લે,જીવનમાં લીલાલહેર
ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
ઘરમાં અહીં લગાવો હનુમાનજીનો ફોટો, સમસ્યાઓ દૂર ભાગશે, પ્રગતિ અને સુખના આવશે દહાડા
આ બાળકને એક સમયે આપી હતી ઇડલી વેચવાની સલાહ, આજે કરોડોમાં છે સુપરસ્ટારની કમાણી!

1. તરબૂચ
તરબૂચ ખાસ કરીને ઉનાળામાં મળે છે. તરબૂચ મીઠુ હોવાની સાથે તેની અંદર 90 ટકા પાણી હોય છે. આ સાથે જ તે વિટામિન એ, બી, સી અને એમિનો એસિડ જેવા અનેક ન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. આ તમામ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે અને સાથે જ બોડીને હાઈડ્રેટ પણ રાખે છે.

2. સક્કરટેટી
પ્રોટી, ફેટ, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ જેવા તત્વોથી ભરપૂર હોય છે સક્કરટેટી. સક્કરટેટી ગરમીની સિઝનમાં ખવાતું ફળ છે. જેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે કેટલાક ઈન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આ સિવાય સક્કરટેટીમાં કેલેરીની માત્રા પણ ઓછી હોય છે. 100 ગ્રામ સક્કરટેટીમાં લગભગ 34 કેલેરી હોય છે. જો તમે વજન ઓછું કરવા માગો છો તો તમારા ડાયટમાં સક્કરટેટીને શામેલ કરી શકો છો.

3. કેરી
ફળોનો રાજા ગણાતી કેરીમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબરની માત્રા હોય છે. આ પોષક તત્વો સિવાય કેરીમાં વિટામિન સી, વિટામિન એ અને વિટામિન ડી પણ હોય છે. જે શરીરને અનેક બીમારીથી દૂર રાખે છે.

4. પ્લમ
પ્લમમાં કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. સાથે જ તેમાં ડાઈટરી ફાઈબર્સ, સોર્બિટૉલ જેવા તત્વો હોય છે. શરીરમાં આ તત્વોથી હાઈ બ્લડ પ્રેશનની સમસ્યા રહે છે. આ સાથે પાચન ક્રિયાને સારી રાખવા માટે પણ પ્લમ મદદરૂપ થાય છે. ડાયાબિટીઝના દર્દી માટે આ ફળ વજન ઓછું કરવા માટે મદદરૂપ સાબિત થાય છે.

5. લીચી
લીચીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. તેના સેવનથી ઈમ્યુનિટીને વધારી શકાય છે. જો તમે વજન ઓછું કરવા માગો છો તો તમે લીચીને તમારા ડાયટમાં શામેલ કરી શકો છો. લીચીમાં પ્રોટીન, ફાર્બ્સ, સુગર, ફાયબર અને ફેટ હોય છે જે પાચન ક્રિયાને સારી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news