શિયાળામાં ગરમ પાણીથી ન્હાતા હોવ તો થઈ જાઓ સાવધાન, હેલ્થને થશે સીધી અસર

Can hot baths cause problems: ઠંડીમાં ગરમ કપડા પહેરી ઘણી રાહત મળે છે. પરંતુ વધારે ગરમ કપડા પહેરવાને કારણે શરીર ઓવરહીટિંગની સમસ્યાનો શિકાર બને છે. વાસ્તવમાં ઠંડી પડવા પર આપણા ઈમ્યુન સિસ્ટમ વ્હાઈટ બ્લડ સેલ્સ પ્રોડ્યૂસ કરે છે. જે ઈન્ફેક્શન અને બીમારીઓમાં આપણી સુરક્ષા કરે છે.

શિયાળામાં ગરમ પાણીથી ન્હાતા હોવ તો થઈ જાઓ સાવધાન, હેલ્થને થશે સીધી અસર

hot bath disadvantages: શિયાળાના પ્રારંભ સાથે જ આપણા શરીરનો મિજાજ બદલાવવા લાગે છે. આ દરમિયાન ફ્લૂ અને ઈન્ફેક્શન ફેલાવવાનું જોખમ વધારે રહે છે, કદાચ આ કારણે જ લોકો આ સિઝનમાં વધુ બીમાર પડતા હોય છે. ગરમ કોફી, ગરમ કપડાં અને ગરમ પાણી આ સમયે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે.  પરંતુ શું તમે જાણો છે આ વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

મોડે સુધી ગરમ પાણીથી નહાવું 
નિષ્ણાંતોના મતે ઠંડીમાં મોડી સુધી ગરમ પાણીથી શાવર લેવું સારી વાત નથી. તેનાથી શરીર અને મગજ પર અસર પડી શકે છે. વાસ્તવમાં ગરમ પાણી કેરાટિન નામના સ્કિન સેલ્સને ડેમેજ કરે છે. જેના કારણે સ્કિનમાં ખંજવાળ, ડ્રાયનેસ સહિતની સમસ્યાઓ જોવા મળી શકે છે.

ગરમ કપડાં
ઠંડીમાં ગરમ કપડા પહેરી ઘણી રાહત મળે છે. પરંતુ વધારે ગરમ કપડા પહેરવાને કારણે શરીર ઓવરહીટિંગની સમસ્યાનો શિકાર બને છે. વાસ્તવમાં ઠંડી પડવા પર આપણા ઈમ્યુન સિસ્ટમ વ્હાઈટ બ્લડ સેલ્સ પ્રોડ્યૂસ કરે છે. જે ઈન્ફેક્શન અને બીમારીઓમાં આપણી સુરક્ષા કરે છે. જ્યારે બોડીઓવરહીટ થવાના કારણે ઈમ્યૂન સિસ્ટમ પોતાનું કામ કરી શકતી નથી.

વધુ ભોજન
ઠંડીમાં સામાન્ય રીતે લોકોનું ભોજનનું પ્રમાણ અચાનક વધી જાય છે. આ સમયે લોકો સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કંઈપણ ખાવા લાગે છે. વાસ્તવમાં ઠંડીથી બચવા શરીરની ઊર્જા વધારે બર્ન થાય છે, જેની ભરપાઈ આપણે હોટ ચોક્લેટ કે એક્સ્ટ્રા કેલરીવાળા ભોજનથી કરવા લાગીએ છીએ. એવામાં ભૂખ લાગવા પર માત્ર ફાઈબરવાળા શાકભાજી અને ફળ ખાવા જોઈએ.

કૈફીન
શિયાળામાં ચા અને કોફી શરીરને ગરમ રાખવા માટે સારા છે. પરંતુ લોકો ભૂલી જાય છે કે વધુ કૈફીન શરીર માટે નુકસાનકારક હોય છે. દિવસમાં 2-3થી વધુ કોફી ના પીવી જોઈએ.

પાણી ઓછું પીવું
શિયાળામાં લોકોને તરસ ઓછી લાગે છે. પરંતુ એનો અર્થ એવો નથી કે ઠંડીમાં શરીરને પાણીની જરૂર રહેતી નથી. યુરીનેશન, ડાઈજેશન અને પરસેવા થકી પાણી શરીરમાંથી બહાર નીકળે છે. એવામાં પાણી ના પીવાથી બોડી ડીહાઈડ્રેડ થવા લાગે છે. તેનાથી કિડની અને ડાયજેશનની સમસ્યા વધી શકે છે.

સુતા પહેલા કરો આ કામ
એક રિસર્ચ અનુસાર, રાતે સુતા પહેલા હાથ અને પગને ગ્લવ્ઝ-મોઝા થકી કવર કરવા સારું મનાય છે. સ્લીપિંગ ક્વોલિટી ઈમ્પ્રૂવ કરવા આ ઉપાય લાભદાયી સાબિત થાય છે.

બેડટાઈમ રુટીન
શિયાળામાં રાત લાંબી અને દિવસ ટૂંકા હોય છે. તેના કારણે રુટીન સાઈકલ ડિસ્ટર્બ થવાની સાથે મેટાલેનિન હાર્મોન (ઊંઘ લાવતા હાર્મોન) વધી જાય છે. જેના કારણે ઝોકું આવવું, સુસ્ત શરીર જેવા અનુભવ થાય છે. આ કારણે પૂર્ણ ઊંઘ લેવી જરૂરી છે

બહાર નીકળવું
ઠંડીમાં લોકો બહાર નીકળવાનું બંધ કરી દે છે, જેથી ઠંડા પવનોથી બચી શકે. પરંતુ આમ કરવાના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. ઘરમાં પડ્યા રહેવાને કારણે તમારી શારીરિક એક્ટિવિટીઝ પર અસર થશે. મેદસ્વીતા વધશે અને સૂર્ય પ્રકાશ ના મળવાથી વિટામીન – ડી પણ નહીં મળે.

એક્સરસાઈઝ
ઠંડીમાં લોકો બેડમાં જ પડ્યા રહેવાનું વધારે પસંદ કરે છે. ફિઝિકલ એક્ટિવિટી શૂન્ય થવાથી આપણી ઈમ્યુન સિસ્ટમ સુસ્ત પડવા લાગે છે. આ માટે બેડમાં પડ્યા રહેવા કરતા સાઈક્લિંગ કે વોકિંગ સહિતના વર્કઆઉટથી શરીરને ચાર્જ કરો.

સેલ્ફ મેડિકેશન
આ સિઝનમાં લોકોને ખાંસી, શરદી કે તાવની સમસ્યા થાય છે ત્યારે તેઓ ડૉક્ટરને મળ્યા વગર જ પોતે દવાઓ લઈ લે છે. આ કોઈ ગંભીર બીમારીના પણ લક્ષણ હોઈ શકે છે. તેથી દવાઓ પોતાની મરજીથી લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news