Fever: તાવથી ધગધગતું હોય શરીર તો તુરંત કરવું આ કામ, ઝડપથી ઉતરશે તાવ

Fever Home Remedies: જો કે દર વખતે તાવ ગંભીર સમસ્યાના કારણે નથી હોતો. તેથી તમે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરીને તાવ મટાડી શકો છો. ઘણીવાર વાયરલ ફીવરના કારણે અચાનક શરીર તપવા લાગે છે. આવી સમસ્યા અચાનક થાય ત્યારે તમે આ ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો. આ ઉપચાર કરવાથી તાવ ઉતરી જાય છે. 
 

Fever: તાવથી ધગધગતું હોય શરીર તો તુરંત કરવું આ કામ, ઝડપથી ઉતરશે તાવ

Fever Home Remedies: તાવ એવી સમસ્યા છે કે શિયાળો, ઉનાળો કે ચોમાસુ કોઈપણ ઋતુમાં થઈ શકે છે. સામાન્ય રીતે જ્યારે વાતાવરણમાં અચાનક ફેરફાર થાય છે ત્યારે તાવ આવી જાય છે. જો તાવ એક દિવસ કરતાં વધારે રહે અથવા તો ચઢ ઉતર કરે તો તુરંત ડોક્ટર પાસે જવું અને જરૂરી ટેસ્ટ કરવા. જો કે દર વખતે તાવ ગંભીર સમસ્યાના કારણે નથી હોતો. તેથી તમે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરીને તાવ મટાડી શકો છો. ઘણીવાર વાયરલ ફીવરના કારણે અચાનક શરીર તપવા લાગે છે. આવી સમસ્યા અચાનક થાય ત્યારે તમે આ ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો. આ ઉપચાર કરવાથી તાવ ઉતરી જાય છે. 

તાવથી રાહત મેળવવાના ઘરગથ્થુ ઉપચાર

આ પણ વાંચો:

પાણી પીવું
તાવમાં શરીરનું તાપમાન ઘણું વધી જાય છે થી તાપમાન જાળવી રાખવા માટે વધુને વધુ પાણી પીવું જરૂરી છે. તાવમાં તમે નારિયેળ પાણી અથવા ફળનો રસ પણ પી શકો છો. તેનાથી ડિહાઈડ્રેશનની સમસ્યા થતી નથી. 

મીઠાના પાણીના કોગળા
મીઠાના પાણીના કોગળા માત્ર ઉધરસ કે ગળાના દુખાવામાં જ નહીં તાવમાં પણ કરી શકાય છે. તેનાથી તાવથી પણ રાહત મળે છે. 

આરામ કરો
તાવથી ઝડપથી રાહત મેળવવા માટે બેડ રેસ્ટ કરો. આરામ કરવાથી તાવ ઝડપથી મટી જાય છે. જો તમે શારીરિક શ્રમ વધારે કરો છો તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

ભીના પટા લગાવો
જો તાવ વધી જાય તો દર્દીના માથા પર ભીના પાટા મુકવા જોઈએ તેનાથી શરીરની ગરમીથી રાહત મળે છે. 

ઢીલા કપડાં પહેરો
તાવ આવ્યો હોય તો ક્યારેય ચુસ્ત કપડા ન પહેરવા. તેનાથી શરીરની ગરમી બહાર નથી આવતી. તેથી હંમેશા ઢીલા અને આરામદાયક કપડા જ પહેરવા.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news