શું તમારું પેટ પણ માટલા માફક ફૂલી ગયું છે? તો અજમાવો આ ઘરેલું ઉપાય, ઓગળી જશે ચરબી

Fat Loss Home Remedies: પેટના દુખાવામાં જ નહીં પણ પેટમાં સંગ્રહિત ચરબી ઘટાડવામાં પણ અજમાવો રામબાણ છે. તેના સેવનથી પેટની ચરબી ઓછી થાય છે. આ પેટની ચરબી ઘટાડવા માટે અસરકારક છે, ખાધા પહેલા અજમાનું પાણી પીવાથી પાચક શક્તિ પણ મજબૂત બને છે.

શું તમારું પેટ પણ માટલા માફક ફૂલી ગયું છે? તો અજમાવો આ ઘરેલું ઉપાય, ઓગળી જશે ચરબી

Belly Fat: મેદસ્વીપણાની સમસ્યાથી 10માંથી 8 લોકો પરેશાન છે, ઘણી વખત તમે મેદસ્વી હોતા નથી, પરંતુ પેટ પર રહેલી ચરબી તમને કદરૂપું દેખાવ આપે છે. પેટ પર જામેલી ચરબીથી ઘણા રોગોને આમંત્રણ આપે છે. તે સ્થૂળતાને પણ વધારે છે. મોટાભાગના કેસોમાં એક ખાસ ઉંમર બાદ સ્ત્રી અને પુરૂષ બંનેને આ સમસ્યા થઈ શકે છે. તમને જણાવીએ કે, તમારે એવું તો શું કરવું જોઇએ કે આ સમસ્યા ન થયા અથવા તો થઈ ગયા બાદ તેને કેમ ઘટાડી શકાય. માત્ર આ ધ્યાનમાં રાખો કે, આ મુદ્દાઓનું નિયમિતપણે પાલન થવું જોઇએ ના કે ક્યારે ક્યારે કર્યા અને બાદમાં છોડી દીધા.

પેટના દુખાવામાં જ નહીં પણ પેટમાં સંગ્રહિત ચરબી ઘટાડવામાં પણ અજમાવો રામબાણ છે. તેના સેવનથી પેટની ચરબી ઓછી થાય છે. આ પેટની ચરબી ઘટાડવા માટે અસરકારક છે, ખાધા પહેલા અજમાનું પાણી પીવાથી પાચક શક્તિ પણ મજબૂત બને છે.

ઘણા લોકો પેટ ભરીને ખાય છે, જ્યારે યોગ્ય છે કે તમારે થોડું- થોડું ખાવું જોઇએ. જો તમે એક જ સમયે ખૂબ જ ખોરાક લો છો, તો હવે તમારે આ ટેવ બદલવાની જરૂર છે. દર બે કે ત્રણ કલાકે થોડું ખાવું સારું છે અને મહત્તમ પ્રવાહી લેવું જોઈએ.

જો તમે મીઠાઈના શોખીન છો, તો ધ્યાનમાં રાખો કે ખાંડ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. તેના વધારે પડતા સેવનથી વજન વધે છે. તમે ડાયાબિટીઝના જોખમથી વાકેફ છો, પરંતુ સ્થૂળતા પણ વધે છે. જેમાં ખાંડની માત્રા વધારે હોય તે વસ્તુઓનું સેવન ઓછું કરો. ઓછી માત્રામાં ગળ્યું ખાવાથી ચરબી ધીરે ધીરે ઓછી થશે કારણ કે ચરબીનો વપરાશ થશે, તે ખર્ચ થશે.

સવારે ઉઠવું અને પાણી પીવું સારું છે, પરંતુ તે ગરમ હોવું જોઈએ. ગરમ એટલે કે નવશેકું, એટલું ગરમ ​​નહીં કે તમને સમસ્યાઓ થવા લાગે. ગરમ પાણીમાં લીંબુ અને મધ પીવાથી લાભ થાય છે. આ તમને ડિટોક્સિએટ કરશે અને દિવસભર તમને તાજગી ભર્યા રાખે છે. એક દિવસમાં ઓછામાં ઓછા 10થી 15 ગ્લાસ પાણી પીવું જોઈએ.

જલદી-જલદી ખાવાની ટેવ બદલો. ખાવાની બધી જ વસ્તું ચાવીને ખાવું જોઇએ. ચાવીને ખાવાથી ખોરાકને ઝડપથી અને યોગ્ય રીતે પચે છે. ખોરાક પચી જવાથી પેટની આસપાસ વધુ ચરબી ભેગી કરતું નથી.

પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news