અમદાવાદમાં મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલઃ નિકોલમાં ભરચક રોડ પર 65 વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા

રવિવારે રાત્રે 9 વાગે મૃતક શ્યામ સુંદર ચોરસિયા ટિફિન આપવા માટે નીકળ્યા હતા. રાત્રે 10.30 વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ હાથ ધરી હતી. હજુ તો પરિવારજન પોલીસને જાણ કરે તે પહેલા તો નિકોલ મંગલ પાંડે હોલ પાસે તેઓ લોહીલુહાણ હાલતમાં પડ્યા હોવાના સમાચાર મળ્યા હતા.

અમદાવાદમાં મોડીરાત્રે ખેલાયો ખૂની ખેલઃ નિકોલમાં ભરચક રોડ પર 65 વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા

ઉદય રંજન/અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. નિકોલ વિસ્તારમાં 65 વર્ષીય સિનિયર સિટીઝનની હત્યા નીપજાવામાં આવી છે. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સિનિયર સિટીઝનની હત્યા મામલે નિકોલ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, નિકોલ વિસ્તારમાં રહેતા મૃતક સિનિયર સિટીઝન શ્યામ સુંદર ચોરસિયાનો છે. મૃતક અને તેના પરિવારજનો છેલ્લા ઘણા વર્ષોથી ટિફિન સેવાનું કામ કરી રહ્યા છે. ગુનાની વિગત વાર વાત કરીએ તો રવિવારે રાત્રે 9 વાગે મૃતક શ્યામ સુંદર ચોરસિયા ટિફિન આપવા માટે નીકળ્યા હતા. રાત્રે 10.30 વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા શોધખોળ હાથ ધરી હતી. હજુ તો પરિવારજન પોલીસને જાણ કરે તે પહેલા તો નિકોલ મંગલ પાંડે હોલ પાસે તેઓ લોહીલુહાણ હાલતમાં પડ્યા હોવાના સમાચાર મળ્યા હતા. ઘટના સ્થળ પર જઈને જોયું તો સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારમાં ઘા ઝીંકેલા હતા.

મૃતકના પરિવારજનોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે હોસ્પિટલમાં હજાર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નિકોલ પોલીસે અજાણ્યા ઇસમો સામે હત્યાની કલમ હેઠળનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જોકે હાલ તો નિકોલ પોલીસને પણ હત્યા કરવા પાછળનું કારણ જાણવા ન મળતાં ઘટનાની આજુબાજુ વિસ્તારના સીસીટીવી હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે. સાથે જ મૃતક સિનિયર સિટીઝનને અગાઉ અન્ય કોઈ સાથે ઝઘડો કે બોલાચાલી થઈ હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news