શું તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે?, તો આ હેલ્થી સ્નેક્સ બીપીને રાખશે કંટ્રોલમાં

Cooking Tips: રોટલી એ ભારતનો પારંપરિક ખોરાક છે, તેથી દરેક ભારતીય થાળીમાં રોટલીનો ચોક્કસપણે સમાવેશ થાય છે. આજે અમે તમારા માટે બચી ગયેલી રોટલીની ચિપ્સ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. રોટી ચિપ્સ સ્વાદમાં ખૂબ જ મસાલેદાર અને ક્રન્ચી લાગે છે.
 

શું તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે?, તો આ હેલ્થી સ્નેક્સ બીપીને રાખશે કંટ્રોલમાં

નવી દિલ્હીઃ How To Make Leftover Roti Chips: રોટલી એ ભારતનો પારંપરિક ખોરાક છે, તેથી દરેક ભારતીય થાળીમાં રોટલીનો ચોક્કસપણે સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઘરમાં રોટલી અને શાક દરરોજ બનાવીને લોકો ખાતા હોય છે. ત્યારે ભોજન કર્યા પછી ઘણી વખત રોટલીઓ બચી જતી હોય છે. ત્યારે આ વાસી રોટલીઓ કોઈપણ ખાવા તૈયાર હોતુ નથી. જેથી વાસી રોટલીઓને ફેંકી દેવી પડે છે. 

પરંતુ શું તમે ક્યારેય બચી ગયેલી રોટલીની ચિપ્સ બનાવીને ખાધી છે? જો નથી ખાધી તો આજે અમે તમારા માટે વાસી રોટલીમાંથી ચિપ્સ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. રોટલીની ચિપ્સ સ્વાદમાં ટેસ્ટી, ચટપટી અને ક્રંચી હોય છે. એટલું જ નહીં રોટલીની ચિપ્સ બનાવવામાં પણ માત્ર 5થી 10 મિનિટનો સમય લાગે છે. ત્યારો આવો શીખીએ, ભોજનમાં બચી ગયેલી રોટલીમાંથી ચિપ્સ બનાવવાની રેસિપી... 

ચિપ્સ બનાવવા માટેની જરૂરી સામગ્રી
1થી 2 વાસી રોટલી 
કાળું મીઠું 1 ચમચી
રોટલી ફ્રાય કરવા 5 ચમચી તેલ

રોટલીની ચિપ્સ કેવી રીતે બનાવવી?
રોટલીની ચિપ્સ બનાવવા માટે સૌથી પહેલા રોટલીને ભીની કરી લો.
પછી એક નોન સ્ટિક પેનમાં 1 થી 2 ચમચી તેલ નાખી ગરમ કરો.
આ પછી, આ ગરમ તેલમાં રોટલી નાંખો અને તેને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
ધ્યાન રાખો કે રોટલી પાપડ જેટલી જ ક્રિસ્પી હોવી જોઈએ.
પછી તમે આ તળેલી રોટલીને એક વાસણમાં કાઢી લો.
આ પછી, તેને મધ્યમ કદના સમાન ટુકડાઓમાં તોડી લો.
હવે તમારી ગરમ રોટલી ચિપ્સ તૈયાર છે.
પછી તેમાં મીઠું નાખી ગરમાગરમ ચા કે ચટણી સાથે સર્વ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા આધારિત છે. તેને અપનાવતા પહેલાં ડોક્ટરની સલાહ લો.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news