ડાયાબિટીસના દર્દીએ બ્લડ સુગર રાખવું હોય કંટ્રોલમાં તો ફોલો કરો આ 5 ટીપ્સ
How To Control Blood Sugar: ડાયાબિટીસ થવાના ઘણા કારણ હોય છે જેમાં સૌથી મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી હોય છે. જો દર્દી જીવનશૈલીમાં આ 5 સુધારા કરે તો બ્લડ સુગર સરળતાથી કંટ્રોલ કરી શકાય છે.
Trending Photos
How To Control Blood Sugar: ડાયાબિટીસની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. જીવનશૈલીના કારણે લોકો નાની ઉંમરમાં ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનો શિકાર થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે ડાયાબિટીસ થવાના ઘણા કારણ હોય છે જેમાં સૌથી મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી હોય છે. ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે પરંતુ તેને જળમૂળથી મટાડી શકાતું નથી. ત્યારે આજે તમને જણાવીએ કે તમે ડાયાબિટીસના જોખમને કેવી રીતે ઘટાડી શકો છો.
આ પણ વાંચો:
આખા અનાજ ખાવા
ડાયાબિટીસથી બચવા માટે રિફાઇન્ડ અનાજને બદલે આખા અનાજનું સેવન શરૂ કરવું જોઈએ. રિફાઇન્ડ અનાજની સરખામણીમાં આખા અનાજ ફાઇબરથી ભરપૂર હોય છે અને તે સુગર સ્પાઈકને ઘટાડે છે. તેનાથી ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટી જાય છે.
મીઠી વસ્તુથી દૂર રહો
ડાયાબિટીસથી બચવું હોય તો સૌથી જરૂરી છે કે તમે ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. ફળના રસ મીઠાઈ વગેરેથી ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે. એક સંશોધન અનુસાર જે લોકો દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ખાંડ યુક્ત આહાર લે છે તેને ડાયાબિટીસ થવાનું જોખમ ૩૦ ટકા વધી જાય છે.
કસરત કરો
ડાયાબિટીસથી બચવું હોય તો નિયમિત કસરત ખૂબ જ જરૂરી છે. રોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી કસરત કરવાથી ડાયાબિટીસથી બચી શકાય છે અને તેનાથી વધતું વજન પણ અટકે છે.
આ પણ વાંચો:
ઊંઘ પૂરી કરો
ડાયાબિટીસ સહિતની અન્ય બીમારીનું સૌથી મોટું કારણ અપૂરતી ઊંઘ હોઈ શકે છે. તેથી સ્વસ્થ રહેવું હોય તો નિયમિત રીતે સારી ઊંઘ કરવી જરૂરી છે. ડાયાબિટીસથી બચવા માટે રોજ સાતથી આઠ કલાકની નીંદર કરવી ખૂબ જ જરૂરી છે.
સવારે નાસ્તો
સવારનો નાસ્તો ડાયાબિટીસથી બચાવી શકે છે. લાંબા સમય સુધી ભૂખ્યું રહેવું તેનાથી મેટાબેલીઝમ પર પણ અસર થાય છે અને બ્લડ સુગર લેવલ પણ પ્રભાવિત થાય છે. તેથી સવારનો નાસ્તો હંમેશા કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે