Almonds: કાચી, પલાળેલી કે શેકેલી.. કેવી બદામ વધારે લાભકારી ? એક દિવસમાં કેટલી બદામ ખાવી ? જાણી લો સાચો જવાબ

Almonds Intake Limit: શરીરને અઢળક ફાયદા કરતી બદામ કેટલી માત્રામાં અને કેવી રીતે ખાવી તેની જાણકારી હોવી જરૂરી છે. આ બે વસ્તુને જાણી લીધા પછી તેનું સેવન કરશો તો શરીરને ફાયદો થશે નહીં તો શરીરને નુકસાન પણ થઈ શકે છે. 

Almonds: કાચી, પલાળેલી કે શેકેલી.. કેવી બદામ વધારે લાભકારી ? એક દિવસમાં કેટલી બદામ ખાવી ? જાણી લો સાચો જવાબ

Almonds Intake Limit: બધા જ ડ્રાયફ્રુટમાં બદામ સૌથી વધુ પોષક તત્વ ધરાવે છે. બદામ મગજ, આંખ અને શરીરના દરેક અંગ માટે ફાયદાકારક છે. પોષક તત્વથી બદામ દરેક ઘરમાં ખવાતી હોય છે. જોકે ઘણા લોકોને એવું લાગે છે કે વધારે બદામ ખાવાથી વધારે પોષક તત્વ મળી જાય છે. તેથી નાના બાળકોને વધારે બદામ ખવડાવવામાં આવે છે. પરંતુ દરેક વસ્તુ જો વધારે થઈ જાય તો તે હાનિકારક બની જાય છે. આ વાત બદામ ખાવાની વાતમાં પણ લાગુ પડે છે. શરીરને અઢળક ફાયદા કરતી બદામ કેટલી માત્રામાં અને કેવી રીતે ખાવી તેની જાણકારી હોવી જરૂરી છે. આ બે વસ્તુને જાણી લીધા પછી તેનું સેવન કરશો તો શરીરને ફાયદો થશે નહીં તો શરીરને નુકસાન પણ થઈ શકે છે. 

એક દિવસમાં કેટલી બદામ ખાઈ શકાય ? 

અનેક રિસર્ચ પછી એવું કહેવામાં આવ્યું છે કે એક વયસ્ક વ્યક્તિ એક દિવસમાં 30 ગ્રામ જેટલી બદામ ખાઈ શકે છે. સંખ્યામાં ગણીએ તો લગભગ 23 બદામ આખા દિવસમાં એક વયસ્ક વ્યક્તિ ખાઈ શકે છે. 30 ગ્રામ બદામમાંથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. તેના કરતાં વધારે બદામ ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. 30 ગ્રામ કરતાં વધારે બદામ દિવસ દરમિયાન ખાવામાં આવે તો કેલરી અને ફેટ વધવા લાગે છે. 

કેવી બદામ ખાવી ફાયદાકારક ? 

આયુર્વેદમાં કહેવાયું છે કે બદામ શરીર પર ગરમ પ્રભાવ પાડે છે. માનવામાં આવે છે કે બદામ વાત અને કફના દોષને સંતુલિત કરે છે. પરંતુ તેમાં ગરમી ઉત્પન્ન કરતા ગુણ હોય છે તેથી તે પિત્તને પણ વધારી શકે છે. તેથી એક દિવસમાં બેથી પાંચ બદામને પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે. પલાળેલી બદામ ખાવાથી પિત્તની સમસ્યા થતી નથી. 

જો બદામને રાત્રે પલાળ્યા વિના કાચી ખાવામાં આવે તો તે શરીરમાં જઈને વધારે ગરમી ઉત્પન્ન કરે છે. જેના કારણે એસીડીટી, બ્લોટીંગ જેવી સમસ્યા થઈ શકે છે. તેથી જ હંમેશા બદામને પલાળીને ખાવામાં આવે છે. જો કાચી બદામ ખાવી હોય તો ઠંડીની ઋતુ દરમિયાન ખાઈ શકાય છે. તેનાથી શરીરને અંદરથી ગરમી મળે છે અને બદામથી નુકસાન પણ થતું નથી. 

બદામને કાચી અને પલાળીને ખાઈ શકાય છે પરંતુ બદામને શેકીને ક્યારેય ખાવી નહીં. શેકેલી બદામ ખાવાથી નુકસાન નથી થતું પરંતુ બદામને શેકવાથી તેના પોષક તત્વોનો નાશ થઈ જાય છે. ત્યાર પછી તમે જે બદામ ખાવ છો તેનાથી ફક્ત ટેસ્ટ મળશે તેના જરૂરી પોષક તત્વો મળશે નહીં.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news