Health Tips: હળદરની આ ગોળીઓ બનાવી કરી લો સ્ટોર, નિયમિત ખાવાથી હાડ ધ્રુજાવતી ઠંડીમાં પણ શરીર રહેશે નિરોગી

Health Tips: આજે તમને પેટ સંબંધિત સમસ્યાઓની રામબાણ દવા વિશે જણાવીએ. પેટની સમસ્યાઓથી બચવું હોય તો તમે શિયાળામાં આ હળદરની ગોળીનું સેવન કરી શકો છો. આ ગોળીને એકવાર બનાવીને તમે સ્ટોર કરી લેશો અને રોજ તેનું સેવન કરી શકો છો.

Health Tips: હળદરની આ ગોળીઓ બનાવી કરી લો સ્ટોર, નિયમિત ખાવાથી હાડ ધ્રુજાવતી ઠંડીમાં પણ શરીર રહેશે નિરોગી

Health Tips: ઠંડીની ઋતુમાં ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાવાપીવાની ખોટી આદતોના કારણે પેટ સંબંધિત ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. પેટ સંબંધિત સમસ્યા થાય તો તેનાથી રાહત મેળવવા માટે તુરંત દવા લેવામાં આવે છે. જોકે કેટલીક વખત એવું થાય છે કે દવાની અસર હોય ત્યાં સુધી રાહત મળે અને ત્યાર પછી ફરીથી સમસ્યા ઊભી થાય. હાડધ્રુજાવતી ઠંડીમાં દવાને બદલે તમે આયુર્વેદિક ગોળીની મદદથી પણ સ્વાસ્થ્ય સારું રાખી શકો છો. 

આજે તમને પેટ સંબંધિત સમસ્યાઓની રામબાણ દવા વિશે જણાવીએ. પેટની સમસ્યાઓથી બચવું હોય તો તમે શિયાળામાં આ હળદરની ગોળીનું સેવન કરી શકો છો. આ ગોળીને એકવાર બનાવીને તમે સ્ટોર કરી લેશો અને રોજ તેનું સેવન કરશો તો શરીર નિરોગી રહેશે. ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મળશે. આ ગોળીની ખાસ વાત એ છે કે તેને ખાવાથી કોઈ આડઅસર થતી નથી. 

હળદરની ગોળી બનાવવાની રીત

હળદરની ગોળી બનાવવા માટે સૌથી પહેલા કાચી હળદરને વાટી તેમાં થોડો લીમડાનો રસ ઉમેરો. મિશ્રણને સારી રીતે મિક્સ કરશો એટલે તે ઘટ્ટ થઈ જશે ત્યાર પછી તેમાંથી નાની નાની ગોળીઓ બનાવી સ્ટોર કરી લો. હવે રોજ એક ગોળીને હૂંફાળા પાણી સાથે લેવાનું રાખો. આ ગોળીનું નિયમિત સેવન કરવાથી કઈ કઈ બીમારીઓથી છુટકારો મળે છે તે પણ જાણી લો.

ડાયરિયા

ડાયરિયામાં હળદરની ગોળીનું સેવન કરવાથી ફાયદો થાય છે. હળદર એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે અને તે આંતરડા અને પેટની ગડબડને દૂર કરવામાં મદદ કરે છે. 

બ્લોટીંગ

બ્લોટીંગમાં હળદરની ગોળીનું સેવન કરવાથી લાભ થાય છે. એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર આ ગોળી સોજાને દૂર કરે છે અને ડાયજેસ્ટિવ એન્જાઈમને વધારે છે. જેના કારણે બ્લોટિંગની સમસ્યા દૂર થાય છે. 

પેટનું ઇન્ફેક્શન

જો પેટમાં ઇન્ફેક્શન હોય તો પણ આ ગોળીનું સેવન કરવું જોઈએ. હળદર એન્ટી બેકટેરિયલ અને એન્ટિ વાયરસ ગુણથી ભરપૂર હોય છે જે પેટના ઇન્ફેક્શનને મટાડે છે અને દુખાવો દૂર કરે છે. તેને ખાવાથી પાચનતંત્ર હેલ્ધી રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news