Health Tips: નિયમિત આ વસ્તુનું સેવન કરશો તો બીમારીઓ તમારાથી રહેશે દૂર, પેટની સમસ્યાનું થશે સમાધાન

પેટની સમસ્યાથી ઘણા-બધા લોકો પીડાતા હોય છે. ડોકટરો પાસેથી પેટની સમસ્યાથી છુટકારો મેળવવા દવા પણ લેતા હોય છે.પરંતુ કાયમી સમસ્યાનો ઉકેલ આવતો નથી. જેથી પૈસાનો તો બગાડ થાય છે સાથે રોગની પીડા પણ સહન નથી કરી શકતા.

Health Tips: નિયમિત આ વસ્તુનું સેવન કરશો તો બીમારીઓ તમારાથી રહેશે દૂર, પેટની સમસ્યાનું થશે સમાધાન

ઝી બ્યૂરો, અમદાવાદઃ શરીરમાં મોટાભાગની સમસ્યાઓનું મૂળ કારણ આપણું પેટ છે. જો આપણાં પેટમાં કોઈપણ પ્રકારની ગડબડ કે તકલીફ હશે તો તેના લીધે આપણને અન્ય તમામ તકલીફો પણ ઉભી થઈ શકે છે. જો નિયમ આપણું પેટ સાફ રહે તો બીમારી થવાની શક્યતાઓ ઘટી જાય છે. નિયમિત પેટને સાફ રાખવા માટે અને પેટની તમામ તકલીફોને દૂર કરવા માટે એક જ રામબાણ ઈલાજ એટલે હરડે. જે ત્રિફળાના ચૂર્ણમાં બનાવવામાં આવે છે. ત્રિફળા એટલે ત્રણ ફળોનું મિશ્રણ. 

પેટની સમસ્યાથી ઘણા-બધા લોકો પીડાતા હોય છે. ડોકટરો પાસેથી પેટની સમસ્યાથી છુટકારો મેળવવા દવા પણ લેતા હોય છે.પરંતુ કાયમી સમસ્યાનો ઉકેલ આવતો નથી. જેથી પૈસાનો તો બગાડ થાય છે સાથે રોગની પીડા પણ સહન નથી કરી શકતા. ત્યારે ત્રિફળા ચૂર્ણમાંથી બનતી હરડે તમારા માટે ખૂબ ગુણકારી છે.

ત્રિફળા ચૂર્ણમાંથી બનતી હરડેને જડી-બુટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હરડેનું સેવન રોજ કરવામાં આવે તો અનેક સમસ્યામાંથી છુટકારો મળે છે. જે લોકોને કબજિયાતનો પ્રશ્ન રહેતો હોય તેવા લોકો હરડેનું સેવન રોજે કરતાં હોય છે. જી હાં હરડે ખાવાથી પેટ સાફ થઈ જાય છે, સાથે કબજિયાત અને ગેસમાં પણ રાહત મળે છે. હરડેનું રોજે સેવન કરવાથી જડમૂળથી ઘણા-બધા રોગોનો નાશ થાય છે.

Billionaire's Divorces: છૂટાછેડા પછી આ પત્નીઓ બની ગઈ અરબપતિ અને પતિ થઈ ગયો 'થોડો ગરીબ'

કબજિયાતની સમસ્યા થશે દૂરઃ
કબજિયાતની સમસ્યાથી હેરાન થતા લોકો માટે હરડે વરદાન સમાન છે. કબજિયાત દૂર કરવા માટે હરડેને મીઠા જોડે ખાઓ. અને અડધું ગ્રામ લવિંગ તથા તજ જોડે લેવામાં આવે તો કબજિયાત થોડીક જ ક્ષણોમાં ગાયબ થઈ જાય છે. મોટા ભાગના લોકો કબજિયાતની બીમારીથી પીડાતા હોય છે. હરડેનું ચૂર્ણ કબજિયાતની સમસ્યામાં ખુબ જ ફાયદો અપાવે છે.

પાચનક્રિયા બનશે ઝડપીઃ
હરડેનું સેવન પાચનક્રિયાને મજબૂત બનાવે છે. ભોજન કર્યા પહેલા હરડે ચૂર્ણમાં સુંઠ ભેળવીને લેવાથી ભૂખ સારી ખુલે છે અને ભૂખ લાગવા લાગે છે. તે સાથે જ સુંઠ,ગોળ કે સિંધવ મીઠું ભેળવીને ખાવાથી પાચન સારું થાય છે.

Health Tips: કોરોના કાળમાં ઈમ્યુનિટી વધારવી છે આશ્યક, આ વસ્તુનું સેવન કરવાથી મળશે અદભુત તાકાત

ચક્કર આવવાની સમસ્યાઃ
અચાનક ચક્કરની તકલીફ છે તો પીપર,આદું,વરીયાળી,હરડે ૨૫-૨૫ ગ્રામ લો. હવે ૧૫૦ ગ્રામ ગોળમાં આ બધું ભેળવીને ગોળીઓ બનાવી લો. ૧-૨ ગોળી દિવસમાં 3 વખત લેવાથી ચક્કર આવવા અને માથું ભમવાનું બંધ થશે. હરડેનું સેવન નિયમિત કરવાથી શરીરમાં એનર્જી રહે છે. હરડેના ટુકડાને ચાવીને ખાવાથી ભૂખ વધે છે.

વેઈટ લોસમાં કરશે મદદઃ
હરડે પેટને એકદમ સ્વચ્છ અને પાચન તંત્રને સુધારે છે. આ સિવાય હરડે શરીરને ડિટોક્સ કરી વજન ઘટાડવામાં પણ મદદ થાય છે. વજન ઉતારવા હરડેનું નિયમિત સેવન કરવાથી વજનને ઓછું થઇ શકે છે. આ પાચનમાં માટે ફાયદાકારક હોવાથી ગેસ, એસીડીટી અને સાથે બીજી અનેક સમસ્યાઓથી છુટકારો આપે છે અને ધીરે ધીરે તમારા વજનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

Sanjay Dutt ની મા Nargis ને મારી નાંખવા માટે કેમ આપી ડોક્ટરે સલાહ? જાણો પછી Sunil Dutt એ શું કર્યું 

સેક્સ પાવરમાં થશે વધારોઃ
આયુર્વેદમાં જાતીય સમસ્યાઓ દુર કરવા માટે હરડેનો ઉપયોગ થાય છે.એક મહિના માટે દરરોજ ૧ -૨ ગ્રામ હરડે ખાઓ..

સ્કીન એલર્જી થશે દૂર:
જો તમને સ્કીન સંબંધી કોઈ પણ એલર્જી હોય તો તેમાં હરડેનો ઉકાળો રામબાણ ઈલાજ છે. હરડેના ફળને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો અને આ ઉકાળાનું સેવન નિયમિત  બે વખત કરવાથી તમારી સ્કીનને ફાયદો થશે.

Corona સામે લડવામાં મદદરૂપ થાય છે આ ફળો, જેના સેવનથી નહીં પડે દવાની જરૂર

આંખોની તકલીફ થશે દૂરઃ
હરડેની પેસ્ટ આંખોની નજીક ધીમે ધીમે હાથ વડે લગાવવામાં આવે તો આંખોની તકલીફ દૂર થાય છે અને તેને ખાવાથી આંખોમાં તેજ પણ વધે છે. અને આંખમાં થતી બળતરામાં રાહત મળે છે.

દાંતના દુખાવમાં રાહતઃ
જ્યારે તમને દાંતમાં દુ:ખાવો થાય છે ત્યારે હરડેનું ચૂર્ણ બનાવીને દાંત પર લગાવવાથી રાહત થાય છે. દાંતને લગતી તમામ બીમારીઓમાં રાહત મળશે. હરડેની પેસ્ટ પાતળી છાશમાં ભેગી કરી તેના લીધે કોગળા કરવાથી પેઢા પર આવેલો સોજો દૂર થાય છે અને દાંતમાં થયેલા દુખાવામાં પણ રાહત મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news