પીરિયડ્સ શરૂ થયા પછી નથી વધતી છોકરીઓની હાઈટ? માતા-પિતાએ કઈ વાતનું રાખવું જોઈએ ધ્યાન?
છોકરીઓની ઉંચાઈ એટલેકે, હાઈટ અંગે ગણી બધી માન્યતાઓ પ્રવર્તમાન છે. કોઈ કહે છે આટલી ઉંમર પછી નથી વધતી હાઈટ, તો કોઈ કહે છે માતા-પિતાના હોર્મેન્સને આધારે જ નક્કી થાય છે હાઈટ. જાણો સ્ત્રીઓ હાઈટ અને માસિક વચ્ચે શું કનેક્શન છે...
Trending Photos
નવી દિલ્લીઃ લંબાઈ તમારી પર્સનાલિટીને વધારવામાં મદદ કરે છે. લાંબી હાઈટ એક સારી પર્સનાલિટીની સાથે સાથે તમારો આત્મવિશ્વાસ પણ વધારે છે. છોકરાઓની સરખામણીમાં છોકરીઓનો હાઈટગ્રોથ જલ્દી રોકાઈ જાય છે. આ પાછળ ઘણા કારણો જવાબદાર છે. છોકરીઓના શરીરમાં હોર્મોન્સ બદલવાના કારણે તેમની હાઈટ 14થી 15 વર્ષ બાદથી વધવાની ઓછી થઈ જાય છે.
છોકરીઓની હાઈટગ્રોથ ક્યારથી રોકાઈ જાય છે?
બાળપણમાં છોકરીઓની હાઈટ જલ્દીથી વધે છે પરંતુ જેવી તે પ્યૂબર્ટીમાં પહોંચે છે, તેમનો ગ્રોથ ઓછો થઈ જાય છે. 14થી 15 વર્ષની ઉંમર સુધીમાં અથવા મેંસ્ટ્રુએશનની શરૂઆત થતા છોકરીઓની હાઈટ ઝડપથી વધતી બંધ થઈ જાય છે. આવામાં એ વાતનું ધ્યાન રાખવુ જરૂરી બની જાય છે કે, જો તમારી છોકરીની હાઈટ પહેલાથી નાની છે તો કોઈ સારા બાળરોગ નિષ્ણાંતની મુલાકાત લો અને દીકરીની હાઈટ વિશે ચર્ચા કરો.
પ્યૂબર્ટી (કિશોરાવસ્થા) ગ્રોથને કેવી રીતે પ્રભાવિત કરે છે?
પીરિયડ્સ શરૂ થવાના એક કે બે વર્ષ પહેલા છોકરીઓમાં હાઈટનો ગ્રોથ ઝડપી જોવા મળે છે. મોટાભાગની છોકરીઓમાં કિશોરાવસ્થાની શરૂઆત 8થી 13 વર્ષની ઉંમરમાં થાય છે અને 10થી 14 વર્ષની ઉંમરમાં તેમની હાઈટ ઝડપથી વધે છે.
શું છોકરાઓની સરખામણીમાં છોકરીઓની હાઈટ અલગ રીતે વધે છે?
છોકરાઓમાં પ્યૂબર્ટી છોકરીઓની સરખામણીએ મોડી શરૂ થાય છે. સામાન્ય રીતે છોકરાઓમાં પ્યૂબર્ટી 10થી 13 વર્ષે શરૂ થાય છે અને 12થી 15 વર્ષમાં ગ્રોથ થાય છે. જેનો અર્થ, છોકરીઓમાં ગ્રોથના બે વર્ષ બાદ છોકરાઓમાં ગ્રોથની પ્રક્રિયા શરૂ થાય છે.
છોકરીઓની સરેરાશ ઊંચાઈ કેટલી હોય છે?
સેન્ટર્સ ફોર ડિસિસ કંટ્રોલ અને પ્રિવેન્શન મુજબ, 20 વર્ષ અને તેથી વધુની ઉંમરમાં મહિલાઓની સરેરાશ હાઈટ 63.7 ઈંચ હોય છે, જે માત્ર 5 ફૂટ 4 ઈંચ છે.
કયા કારણોસર હાઈટ વધવામાં મોડુ થાય છે?
કુપોષણથી લઈને દવાઓ સુધી એવા ઘણા કારણ છે, જે તમારા ગ્રોથને પ્રભાવિત કરે છે. કેટલીક છોકરીઓમાં અમુક પ્રકારની બીમારીઓના કારણે હોર્મોન ગ્રોથને અસર કરે છે. આ સિવાય ગ્રોથ લેટ થવામાં જીન્સ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે