Health Tips: આ વસ્તુ ખાવાનું આજથી જ શરૂ કરી દો, વજન ઘટશે, ઈમ્યુનીટી વધશે અને થશે અનેક ફાયદા

જો તમે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગતા હો અને વજન ઓછું કરવા માંગતા હો, તો તમારા માટે કોળુ એક સારો વિકલ્પ છે. હા, કોળું આરોગ્ય માટે ચમત્કારીક લાભ આપે છે. વરસાદની ઋતુમાં શરદી અને ખાંસીમાં કોળું ખાવાથી ઘણી રાહત મળે છે. કોળામાં હાજર વિટામિન એ, કેરોટિન, ઝેન્થિન  ચેપ સામે લડવામાં, રોગપ્રતિકારક શક્તિને વેગ આપવામાં મદદ કરે છે.

Health Tips: આ વસ્તુ ખાવાનું આજથી જ શરૂ કરી દો, વજન ઘટશે, ઈમ્યુનીટી વધશે અને થશે અનેક ફાયદા

ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગતા હો અને વજન ઓછું કરવા માંગતા હો, તો તમારા માટે કોળુ એક સારો વિકલ્પ છે. હા, કોળું આરોગ્ય માટે ચમત્કારીક લાભ આપે છે. વરસાદની ઋતુમાં શરદી અને ખાંસીમાં કોળું ખાવાથી ઘણી રાહત મળે છે. કોળામાં હાજર વિટામિન એ, કેરોટિન, ઝેન્થિન  ચેપ સામે લડવામાં, રોગપ્રતિકારક શક્તિને વેગ આપવામાં મદદ કરે છે.

ખાસ કરીને કોળામાંથી મળતા વિટામિન બી અને બી 6 શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. કોળું વરસાદની મોસમમાં પિમ્પલ્સ અને ડેન્ડ્રફથી પણ છૂટકારો અપાવે છે..કોળુ આયર્નથી ભરપુર છે. . આર્યનના ઓછા સ્તરથી એનિમિયા થઈ શકે છે,  આવી સ્થિતિમાં કોળું શરીરમાં આયર્નનો અભાવ પુરો કરે છે.

કોળાના ફાયદા:

1-કોળામાં વિટામિન એ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આંખો માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કોળામાં પોષક તત્ત્વો ભરપુર હોય છે, જે તમારી આંખોની વધતી ઉંમર સાથે સંભાળ રાખે છે.

2- કોળું અને તેના બીજ બંનેમાં વિટામિન સી અને બીટા કેરોટિન ભરપૂર હોય છે. તેમાં રહેલા પોષક તત્વોના શક્તિશાળી જોડાણને કારણે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

3- કોળામાંથી મળતા બીટા કેરોટિન, વિટામિન એમાં ફેરવાય છે. તે શ્વેત રક્તકણોનું ઉત્પાદન શરૂ કરે છે જે ચેપ સામે લડવામાં મદદ કરે છે.

4- કોળાના બીજ  દૈનિક મેગ્નેશિયમ આવશ્યકતાને પૂર્ણ કરે છે. હૃદયને સ્વસ્થ અને કાર્યરત રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદગાર છે.

Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news