Gold Rate Today: ઓ બાપ રે! કડાકા બાદ હવે સોનાના ભાવમાં ભડકો, ગણતરીના કલાકોમાં ભાવ વધીને ક્યાં પહોંચી ગયા?
Gold Rate Today: છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અચાનક ભાવ વધી જાય તો અચાનક ભાવ ઘટી જાય. ગઈ કાલે સોનામાં કડાકો જોવા મળ્યા બાદ આજે ઓપનિંગ રેટમાં સોનું ચડતું જોવા મળ્યું. જ્યારે ચાંદી પણ ઉછળી છે.
Trending Photos
Gold Rate Today: છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અચાનક ભાવ વધી જાય તો અચાનક ભાવ ઘટી જાય. ગઈ કાલે સોનામાં કડાકો જોવા મળ્યા બાદ આજે ઓપનિંગ રેટમાં સોનું ચડતું જોવા મળ્યું. જ્યારે ચાંદી પણ ઉછળી છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
શરાફા બજારમાં આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે ઓપનિંગ રેટમાં 455 રૂપિયા વધીને 71740 રૂપિયાના સ્તરે ભાવ જોવા મળ્યો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 417 રૂપિયા ઉછળીને 65714 રૂપિયાના સ્તરે પહોંચ્યું.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/o8GGnU1XoK
— IBJA (@IBJA1919) June 19, 2024
શરાફા બજારમાં ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ઓપનિંગ રેટમાં ચાંદીમાં પ્રતિ કિલો 547 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જેના લીધે ચાંદી આજે 88100 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. ગઈ કાલે ચાંદીનો ક્લોઝિંગ રેટ 87553 રૂપિયા જોવા મળ્યો હતો.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/1zcphWVRWf
— IBJA (@IBJA1919) June 18, 2024
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય રજાઓના દિવસે લેટેસ્ટ ભાવ જાહેર કરાતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે