Menopause: 40 વર્ષની ઉંમરે મહિલાઓ ફોલો કરે આ ડાયટ ચાર્ટ તો મેનોપોઝ સમયે થતી સમસ્યાથી મળે છે છુટકારો
Menopause: મેનોપોઝ દરમિયાન મહિલાઓને વજન વધવું, રાત્રે અચાનક પરસેવો થવો, તણાવ, ખરતા વાળ, સ્નાયુ નબળા પડી જવા જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આ તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો મહિલાઓએ 40 વર્ષ પછી પોતાની ડાયટ અને લાઈફ સ્ટાઈલમાં થોડા ફેરફાર કરવા જોઈએ. આજે તમને કેટલીક એવી હેલ્ધી વસ્તુઓ વિશે જણાવીએ જેને દરેક મહિલાએ પોતાની ડાયટમાં એડ કરવી જોઈએ.
Trending Photos
Menopause: મહિલાઓમાં 40 થી 45 વર્ષની ઉંમર પછી પિરિયડ્સ બંધ થવા લાગે છે જેને મેનોપોઝ કહે છે. દરેક મહિલાને આ સમયમાંથી પસાર થવું પડે છે આ એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે પરંતુ મેનોપોઝ દરમિયાન મહિલાઓના શરીરમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે કેટલીક મહિલાઓને દરમિયાન શારીરિક અને માનસિક સમસ્યાઓમાંથી પણ પસાર થવું પડે છે.
મેનોપોઝ દરમિયાન મહિલાઓને વજન વધવું, રાત્રે અચાનક પરસેવો થવો, તણાવ, ખરતા વાળ, સ્નાયુ નબળા પડી જવા જેવી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. આ તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો મહિલાઓએ 40 વર્ષ પછી પોતાની ડાયટ અને લાઈફ સ્ટાઈલમાં થોડા ફેરફાર કરવા જોઈએ. આજે તમને કેટલીક એવી હેલ્ધી વસ્તુઓ વિશે જણાવીએ જેને દરેક મહિલાએ પોતાની ડાયટમાં એડ કરવી જોઈએ. 40 વર્ષની ઉંમર પછી દરેક મહિલાએ પોતાની લાઈફ સ્ટાઈલ અને ડાયટમાં આ ફેરફાર કરવા જોઈએ જેથી મેનોપોઝ દરમિયાન થતી સમસ્યાઓથી બચી શકાય.
આ પણ વાંચો:
ફળ અને શાકભાજી
શરીરને સ્વસ્થ રાખવા માટે ફળ અને શાકભાજી જરૂરી છે મેનોપોઝમાંથી પસાર થતી મહિલાઓ માટે તે વિશેષ રૂપે જરૂરી છે. ફળ અને શાકભાજીને ડાયટમાં એડ કરવાથી વિટામીન ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ સહિતના પોષક તત્વોની જરૂરિયાત પૂરી થાય છે.
આખા અનાજ
આખા અનાજ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને મેનોપોઝ દરમિયાન મહિલાઓને પોષક તત્વોની ભરપૂર જરૂર હોય છે તેથી આ સમય દરમિયાન ડાયટમાં શક્ય હોય ત્યાં સુધી આખા અનાજનો સમાવેશ કરવો.
ડેરી પ્રોડક્ટ
મેનોપોઝ દરમિયાન મહિલાઓમાં એસ્ટ્રોજનના સ્તરમાં ઘટાડો થઈ જાય છે જેના કારણે હાડકા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આવી સ્થિતિમાં કેલ્શિયમથી ભરપૂર દૂધ, પનીર, દહીં જેવી ડેરી પ્રોડક્ટનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.
આ સિવાય રજોનિવૃત્તિ સમયે મહિલાઓએ આહારમાં સોયાબીન, અળસીના બી, મગફળી, ચણા, દ્રાક્ષ જેવી વસ્તુઓનો પણ ડાયટમાં સમાવેશ કરવો જોઈએ તેનાથી મેનોપોઝ લક્ષણોને ઘટાડવામાં મદદ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24 kalak આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે