એકના બદલે 10 શેર આપશે આ કંપની, એક ઝટકામાં શેરમાં થયો 817 રૂપિયાનો વધારો

મેગી બનાવનારી કંપની નેસ્લે ઈન્ડિયાના શેરમાં આજે ભારે તેજી જોવા મળી છે. એક દિવસમાં કંપનીના રોકાણકારોને મોટો ફાયદો થયો છે. કંપનીના બોર્ડે સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી છે. 
 

એકના બદલે 10 શેર આપશે આ કંપની, એક ઝટકામાં શેરમાં થયો 817 રૂપિયાનો વધારો

નવી દિલ્હીઃ મેગી અને કોફી જેવી દૈનિક ઉપયોગનો સામાન બનાવનારી નેસ્લે ઈન્ડિયા (Nestle India)એ ત્રીજા ક્વાર્ટરનું પરિણામ જાહેર થઈ ગયું છે. નાણાકીય વર્ષ 2023-24ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 37.28% વધી 908.08 કરોડ રૂપિયા રહ્યો છે. સાથે કંપનીના બોર્ડે વર્ષ 2023 માટે પ્રતિ શેર 140 રૂપિયાના અંતરિમ ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય બોર્ડે એક શેરને 10માં સ્પ્લિટને મંજૂરી આપી છે. તેનાથી નેસ્લે ઈન્ડિયાના શેરમાં આજે તેજી જોવા મળી છે. માર્કેટ બંધ થયું ત્યારે નેસ્લે ઈન્ડિયાનો શેર 24080 રૂપિયા પર બંધ થયો હતો. આ શેરમાં આજે 817.05 રૂપિયાનો વધારો થયો હતો. આ કંપની જાન્યુઆરી-ડિસેમ્બરના નાણાકીય વર્ષને ફોલો કરે છે. 

નેસ્લે ઈન્ડિયા લિમિટેડે શેર બજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે ત્રીજા ક્વાર્ટરમાં તેનું વેચાણ 9.43 ટકા વધી 5,009.52 કરોડ રૂપિયા થઈ ગયું, જ્યારે પાછલા સમયગાળામાં તે 4,577.44 કરોડ રૂપિયા હતું. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ ખર્ચ 5.92 ટકા વધી 3,954.49 કરોડ રૂપિયા રહ્યો, જે એક વર્ષ પહેલાના આ ગાળામાં 3,733.12 કરોડ રૂપિયા રહ્યો હતો. નેસ્લે ઈન્ડિયાનું ઘરેલું વેચાણ 10.33 ટકા વધી 4,823.72 કરોડ રૂપિયા થઈ ગયું, જે 2022ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 4,371.99 કરોડ રૂપિયા હતું. પરંતુ તેની નિકાસ 9.56 ટકા ઘટી 185.80 કરોડ રૂપિયા રહી, જે એક વર્ષ પહેલાના આ ક્વાર્ટરમાં 205.45 કરોડ રૂપિયા હતી.  જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓપરેટિંગ આવક 9.45 ટકા વધીને રૂ. 5,036.82 કરોડ થઈ છે.

સ્પ્લિટથી શું થશે ફાયદો
આ સિવાય બોર્ડે એક શેરને 10માં સ્પ્લિટને મંજૂરી આપી છે. મતલબ કે 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેરને 10 ઈક્વિટી શેરમાં વિભાજીત કરવામાં આવશે, જેની ફેસ વેલ્યૂ એક રૂપિયો છે. કંપનીએ ઈક્વિટી શેરની લિક્વિડિટી વધારવા અને કંપનીના ઈક્વિટી શેરને વધુ અફોર્ડેબલ બનાવી રિટેલ ઈન્વેસ્ટરોની ભાગીદારી વધારવા માટે આ પગલું ભર્યું છે. સ્ટોક સ્પ્લિટથી નેસ્લેનો શેર હવે સસ્તો થઈ જશે અને સામાન્ય રોકાણકાર પણ ખરીદી શકશે. તેનાથી માર્કેટમાં કંપનીના શેરની સંખ્યા વધી જશે. સ્ટોક સ્પ્લિટ પહેલા શેરની સંખ્યા 9.64 કરોડ છે, જે સ્ટોક સ્પ્લિટ થયા બાદ 96.42 કરોડ થઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news