Health Tips: તાવ પછી ઝડપથી સાજા થવું હોય તો ન કરવી આ 3 ભુલ, આ ભુલના કારણે જ લાંબી ચાલે બીમારી

Health Tips: એ વાત સાચી કે દવા ખાઈને આરામ કરવો જોઈએ પરંતુ તાવ આવે ત્યારે કેટલીક ભૂલ લોકો કરે છે જેના કારણે તબિયત વધારે બગડે છે અને રિકવરીમાં પણ સમય લાગે છે. આજે તમને એવી ત્રણ ભૂલ વિશે જણાવીએ જે તાવ આવે ત્યારે ન કરવી. 

Health Tips: તાવ પછી ઝડપથી સાજા થવું હોય તો ન કરવી આ 3 ભુલ, આ ભુલના કારણે જ લાંબી ચાલે બીમારી

Health Tips: બદલતા વાતાવરણમાં તાવ આવે તે સામાન્ય છે. મોટાભાગના લોકો એવું માને છે કે તાવ આવે તો દવા ખાઈને આરામ કરી લેવાથી વધુ બરાબર થઈ જાય છે. એ વાત સાચી કે દવા ખાઈને આરામ કરવો જોઈએ પરંતુ તાવ આવે ત્યારે કેટલીક ભૂલ લોકો કરે છે જેના કારણે તબિયત વધારે બગડે છે અને રિકવરીમાં પણ સમય લાગે છે. આજે તમને એવી ત્રણ ભૂલ વિશે જણાવીએ જે તાવ આવે ત્યારે ન કરવી. 

તાવ આવે ત્યારે તમે જો આ બાબતનું ધ્યાન રાખશો અને આ ત્રણ ભૂલ નહીં કરો તો તાવ ઝડપથી ઉતરી જશે અને તબિયત પણ સારી થઈ જશે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ ત્રણ ભૂલ છે જે વ્યક્તિની તબિયત તાવમાં વધારે બગાડે છે. 

તાવ આવે ત્યારે આ વાતનું રાખો ધ્યાન

ભોજનમાં બેદરકારી

ઘણા લોકો એવું માને છે કે તાવ આવે ત્યારે કંઈ ખાવું નહીં. પરંતુ આ ખૂબ જ ખોટી સલાહ છે. તાવ આવે ત્યારે તમે ભોજન લેવાનું બંધ કરી દેશો તો શરીરમાં નબળાઈ આવી જશે અને ઈમ્યુમ સિસ્ટમ પર ખરાબ અસર પડશે. તાવ આવે ત્યારે શરીરને વધારે ઊર્જાની જરૂર હોય છે તેથી હળવું ભોજન જેમકે ખીચડી, સૂપ, દલીયા ખાવા જોઈએ. તાવ આવે ત્યારે શરીરમાંથી તરલ પદાર્થ ઓછા થઈ જાય છે તેથી પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, લીંબુ પાણી પીતા રહેવું. 

મધનું સેવન

ઘણા લોકો એવું કહે છે કે તાવ આવે ત્યારે મધ ખાવું નહીં. તાવમાં મધ ન ખાવું તેવું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. તાવ આવે ત્યારે મીઠી વસ્તુનું વધારે પડતું સેવન કરવું હાનિકારક સાબિત થઈ શકે છે પરંતુ ઉચિત માત્રામાં દવાની જેમ તમે મધનો ઉપયોગ કરી શકો છો. 

પંખો ન રાખવો

એ વાત સાચી છે કે તાવ ઉતરે ત્યારે શરીરમાંથી ટોક્સિન પરસેવા સાથે બહાર આવે છે. પરંતુ પરસેવો આવે તે માટે પંખાનો ઉપયોગ કર્યા વિના ગરમીમાં સુતા રહેવું ખોટી વાત છે. તાવ આવે ત્યારે શરીરને ઠંડક આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તાવ આવે ત્યારે પંખા બંધ રાખવાની જરૂર નથી. 

જો તમે આ ત્રણ ભૂલ નહીં કરો અને તાવ આવે ત્યારે પૂરતો આરામ કરી, હળવું ભોજન લેતા રહેશો અને સાથે જ તરલ પદાર્થોનું સેવન વધારે કરશો તો એક થી બે દિવસમાં જ તાવ ઉતરી જશે. જો ત્રણ દિવસથી વધારે સમય સુધી તાવ ન ઉતરે તો તુરંત જ ડોક્ટરની સલાહ લેવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news