Headache: માથાના દુખાવાથી તુરંત રાહત આપે છે રસોડાની આ પાંચ વસ્તુઓ, નથી ખાવી પડતી દવા

Headache: માથાના દુખાવાથી મુક્તિ મેળવવી હોય તો દવા ખાવાને બદલે તમે કેટલાક ઘરેલુ નુસખા પણ કરી શકો છો. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે માથાની દુખાવાની સમસ્યામાં રામબાણ ઔષધી જેવું કામ કરે છે.

Headache: માથાના દુખાવાથી તુરંત રાહત આપે છે રસોડાની આ પાંચ વસ્તુઓ, નથી ખાવી પડતી દવા

Headache: ઘણા લોકો એવા હોય છે જેમને અવારનવાર માથામાં દુખાવો રહેતો હોય છે. માથામાં દુખાવો થવાના કારણ અલગ અલગ હોય છે. પરંતુ જ્યારે પણ માથામાં દુખાવો થાય ત્યારે લોકો તેનાથી છુટકારો મેળવવા માટે અલગ અલગ દવા ખાતા હોય છે. જોકે માથાના દુખાવાથી મુક્તિ મેળવવી હોય તો દવા ખાવાને બદલે તમે કેટલાક ઘરેલુ નુસખા પણ કરી શકો છો. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે માથાની દુખાવાની સમસ્યામાં રામબાણ ઔષધી જેવું કામ કરે છે. જો તમને પણ માથામાં દુખાવાની સમસ્યા હોય તો તમે દવાનું સેવન કરવાને બદલે આ ઉપાયોથી પોતાનું કામ કરી શકો છો.

લવિંગનું તેલ

લવિંગ એવો મસાલો છે જે દરેક ભારતીય ઘરના રસોડામાં સરળતાથી મળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે માથાના દુખાવાની સમસ્યામાં લવિંગનું તેલ તમને ખૂબ જ મદદ કરશે ? માથામાં દુખતું હોય ત્યારે લવિંગનું તેલ માથામાં લગાડવાથી તુરંત રાહત મળી જાય છે.

તુલસી

માથાનો દુખાવો મટાડવા માટે તુલસીનો ઉપયોગ પણ કરી શકાય. જો તમને માથામાં તીવ્ર દુખાવો થતો હોય તો તુલસીના પાનની ચા બનાવીને પીવાથી આરામ મળશે. તમે તુલસીનો રસ પણ માથા પર લગાડી શકો છો. 

સફરજન

સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે. માથામાં દુખાવો જેમને રહેતો હોય તેમણે સફરજન પર મીઠું લગાડીને ખાવું જોઈએ. તેનાથી માથામાં દુખાવો મટે છે.

લીંબુનો ઉપયોગ

લીંબુ વિટામીન સીનો સારો સોર્સ છે. જો તમને માથામાં દુખાવાની સમસ્યા રહેતી હોય તો લીંબુપાણી પીવાનું રાખો.. તેના માટે હુંફાળા ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી પી જવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news