Vitamin C: વધારે માત્રામાં વિટામિન સી સાબિત થાય છે ઘાતક, હદ કરતાં વધી જાય તો થાય છે આ સમસ્યાઓ
Vitamin C Side Effects: જ્યારે શરીરમાં વિટામીન સીનું પ્રમાણ વધી જાય છે તો કેટલીક આડઅસર જોવા મળે છે. જો આ પ્રકારના લક્ષણો તમારા શરીરમાં જોવા મળે તો સમજી લે જો કે વિટામીન સી માટેનો ખોરાક કે દવા બંધ કરવાનો સમય આવી ગયો છે.
Trending Photos
Vitamin C Side Effects: વિટામીન સી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. વિટામીન સી આપણી ઇમ્યુમ સિસ્ટમને મજબૂત બનાવે છે અને સાથે જ ત્વચા અને વાળની સુંદરતા જાળવીને તેને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. પરંતુ જેમ આયુર્વેદમાં કહેવાયું છે તેમ દરેક વસ્તુની અતિ માત્રા નુકસાનકારક સાબિત થાય છે. વિટામીન સીના ફાયદા મેળવવાના ચક્કરમાં લોકો તેનું સેવન મનફાવે તેમ કરે છે. શરીરમાં વધારે પ્રમાણમાં વિટામિન સી જાય તો તેનાથી પણ સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. વિટામીન સી કિડની અને હાડકા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
તો ચાલો તમને જણાવીએ કે વધારે માત્રામાં વિટામીન સી લેવાથી શરીરને કેવા નુકસાન થાય છે. જ્યારે શરીરમાં વિટામીન સીનું પ્રમાણ વધી જાય છે તો કેટલીક આડઅસર જોવા મળે છે. જો આ પ્રકારના લક્ષણો તમારા શરીરમાં જોવા મળે તો સમજી લે જો કે વિટામીન સી માટેનો ખોરાક કે દવા બંધ કરવાનો સમય આવી ગયો છે.
આ પણ વાંચો:
કિડની સ્ટોન
જો તમે જરૂર કરતાં વધારે વિટામિન સી યુક્ત આહાર કે સપ્લીમેન્ટ લો છો તો તેનાથી કિડનીમાં પથરી થવાની સમસ્યા વધી શકે છે. કારણ કે એક્સ્ટ્રા વિટામીન સી શરીરમાં અન્ય તત્વો સાથે મળીને નાના નાના ક્રિસ્ટલનું રૂપ લે છે જે કિડની સ્ટોન બનાવે છે.
હાડકાનો અસામાન્ય વિકાસ
જો તમે જરૂર કરતાં વધારે વિટામિન સી લેશો તો તેનાથી હાડકાનો અસામાન્ય વિકાસ થશે. વધારે પ્રમાણમાં વિટામિન સીના કારણે બોન સ્પર્સ જેવી સમસ્યા થઈ શકે છે, સાથે જ હાડકાનો દુખાવો અને નબળાઈ જેવા લક્ષણ પણ જોવા મળે છે.
પાચનની સમસ્યા
જો તમે વધારે પ્રમાણમાં વિટામિન સી લો છો તો તેનાથી પાચન સંબંધિત સમસ્યા થવા લાગે છે તેના કારણે અપચો, ઉલટી, પેટનો દુખાવો, છાતીમાં બળતરા જેવી તકલીફ થવા લાગે છે.
અસંતુલિત પોષણ
જ્યારે શરીરમાં જરૂર કરતાં વધારે વિટામીન સી હોય છે તો પોષક તત્વોના સ્તરનું સંતુલન ખોરવાઈ જાય છે. તેના કારણે શરીરમાં વિટામીન 12 અને કોપર ઘટી જાય છે. વધારે પ્રમાણમાં વિટામિન સીના કારણે આયરનની ખપત પણ વધી જાય છે જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24 kalak આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે