રાત્રે દહીં ખાવાથી થઈ શકે છે આ સમસ્યાઓ, જાણો રાત્રે દહીં ન ખાવાનું સાચું કારણ
Best Time To Eat Curd: રાત્રે દહીં ખાવાની મોટાભાગના લોકો ના પાડે છે. તેનું કારણ પૂછવામાં આવે તો અલગ અલગ કારણ જણાવવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો રાત્રે દહીં શા માટે ન ખાવું તેનું સાચું કારણ જાણતા નથી.
Trending Photos
Best Time To Eat Curd: જો તમે વડીલો ને પૂછો કે રાત્રે દહીં ખાવું જોઈએ તો તેઓ કડક શબ્દોમાં ના કહી દેશે. રાત્રે દહીં ખાવાની મોટાભાગના લોકો ના પાડે છે. તેનું કારણ પૂછવામાં આવે તો અલગ અલગ કારણ જણાવવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો રાત્રે દહીં શા માટે ન ખાવું તેનું સાચું કારણ જાણતા નથી. આજે તમને રાત્રે દહીં ન ખાવાનું સાચું કારણ જણાવીએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે રાત્રે પણ દહીં ખાઈ શકાય પરંતુ રાત્રે દહીં ખાતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. રાત્રે જો દહીં ખાવું હોય તો ખૂબ જ ઓછી માત્રામાં ખાવું જોઈએ.
આ પણ વાંચો:
રાત્રે દહીં ખાવાની મનાઈ મોટાભાગના લોકો એટલા માટે કરે છે કે ડેરી પ્રોડક્ટ ફેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. તેવામાં રાત્રે આ પ્રકારની વસ્તુઓ ખાવાથી પાચનમાં સમસ્યા થાય છે. જો પાચન બરાબર ન થાય તો અપચો, અનિંદ્રા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને પણ પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે રાત્રે દહીં ખાવું નહીં.
આયુર્વેદ અનુસાર દહીંમાં ખાટા અને મીઠા બંને ગુણ હોય છે. તે શરીરમાં કફ કરી શકે છે. તેથી રાતના સમયે દહીં ખાવું જોઈએ નહીં. જો રાત્રે દહીં ખાવામાં આવે તો કફની સમસ્યા થઈ શકે છે. તેવામાં જે લોકોને ઉધરસ શરદી જેવી બીમારી હોય તેમણે દહીં ખાવાથી બચવું જોઈએ. કારણ કે રાત્રે દહીં ખાવાથી કેટલાક લોકોને સમસ્યાઓ થઈ શકે છે.
દહીં એવી વસ્તુ છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે કારણ કે તેની અંદર જે બેક્ટેરિયા હોય છે તે ઇમ્યુનિટી વધારે છે. ઘરે જમાવેલું તાજું દહીં ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. જોકે સ્વાસ્થ્ય નિષ્ણાંતો જણાવે છે કે દહીં ખાવાનો સૌથી સારો સમય દિવસ દરમિયાન હોય છે. તમે બપોરના ભોજનમાં દહીં ખાઈ શકો છો જેથી સરળતાથી પાચન થઈ શકે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે