Superfoods: સવારે વાસી મોઢે આ 5 વસ્તુઓ ખાવા-પીવાથી બીમારીઓ થાય છે દુર અને શરીર રહે છે ફીટ

Foods For Empty Stomach: સવારે ખાલી પેટ કઈ વસ્તુ ખાવી અને કઈ વસ્તુ ન ખાવી તે જાણવું જરૂરી છે. જો સવારે ખાલી પેટ કેટલાક સુપરફુડ ખાવામાં આવે તો તેનાથી શરીરના રોગ પણ દુર થઈ જાય છે. સ્વાસ્થ્ય માટે સુપરફુડ કહી શકાય તેવી વસ્તુઓ કઈ કઈ છે ચાલો તમને જણાવીએ.

Superfoods: સવારે વાસી મોઢે આ 5 વસ્તુઓ ખાવા-પીવાથી બીમારીઓ થાય છે દુર અને શરીર રહે છે ફીટ

Foods For Empty Stomach: 99% લોકોના દિવસની શરૂઆત ચા અથવા કોફી પીવાથી થતી હોય છે. આંખ ખુલે કે તુરંત જ ચા કે કોફી મુકાઈ જતી હોય છે. પરંતુ સવારે ખાલી પેટ સૌથી પહેલા ચા કે કોફી પીવી શરીર માટે નુકસાનકારક છે. તેવામાં મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય કે સવારે એવી કઈ વસ્તુ ખાવી કે પીવી જોઈએ જેનાથી શરીરને નુકસાન ન થાય અને શરીર ફિટ રહે ? જો તમે પણ દિવસની શરૂઆત હેલ્થી વસ્તુ સાથે કરવા માંગો છો તો આજે તમને 4 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને સવારે વાસી મોઢે ખાવાથી ફાયદા થાય છે. 

સ્વાસ્થ્યન નિષ્ણાંતો અનુસાર સવારે જાગીને વાસી મોઢે તમે જે વસ્તુઓ ખાવ છો તેનો શરીર પર સૌથી વધુ પ્રભાવ પડે છે. તેથી સવારે એવી વસ્તુ ખાવી જોઈએ જે શરીર માટે સુપરફૂડ સાબિત થાય. આજે તમને 4 એવી વસ્તુ વિશે જણાવીએ જેને સવારે ખાલી પેટ પીવાથી શરીરને ફાયદા જ ફાયદા થાય છે. 

હુંફાળું પાણી 

આ લિસ્ટમાં સૌથી પહેલા હુંફાળું પાણી આવે છે. દિવસની શરૂઆત હુંફાળું પાણી પીને કરો છો તો મેટાબોલિઝમ સુધરે છે. તેનાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે. ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી એસીડીટી અને અપચાની સમસ્યા થતી નથી. 

ડ્રાયફ્રુટ 

સવારે ખાલી પેટ પાણીમાં પલાળેલા ડ્રાયફ્રુટ પણ ખાઈ શકાય છે. બદામ, કિસમિસ, અખરોટ સવારમાં સમયે ખાવા માટે બેસ્ટ સાબિત થાય છે. તેનાથી તમે આખો દિવસ એનર્જેટિક અનુભવ કરશો. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમણે ડ્રાયફ્રુટ ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ ત્યાર પછી વારંવાર ભૂખ નહીં લાગે. 

ઉકાળો 

જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય તેમણે દિવસની શરૂઆત ઉકાળો પીને કરવી જોઈએ. અલગ અલગ વસ્તુઓથી બનતા ઉકાળા દિવસ દરમિયાન શરીરને એક્ટિવ રાખવામાં મદદ કરે છે સાથે જ અલગ અલગ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને પણ મટાડે છે. 

જ્યુસ

ફ્રુટ કે શાકભાજીનું જ્યુસ પણ શરીર માટે ફાયદાકારક છે. અલગ અલગ પ્રકારના જ્યુસ ફાઇબર અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news