Walnuts: શિયાળામાં રોજ 5 અખરોટ ખાઈ લેવા, આ પાંચ સમસ્યાઓ તમારાથી રહેશે સો ફૂટ દૂર
Walnuts: અખરોટ સ્વાસ્થ્યવર્ધક ડ્રાયફ્રુટ છે. શિયાળામાં તેનું સેવન કરવું ફાયદાકારક રહે છે. અખરોટ ખાવાથી ઠંડીના કારણે થતી બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે. આજે તમને જણાવીએ શિયાળામાં અખરોટ ખાવાથી થતા લાભ વિશે.
Trending Photos
Walnuts: વાતાવરણમાં થતા ફેરફારની સાથે ડાયટમાં પણ ફેરફાર કરવા જોઈએ. જો બદલતા વાતાવરણમાં ખાવા પીવાની આદતોને પણ બદલવામાં આવે તો બીમાર પડવાથી બચી જવાય છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ તો એવી જ હોય છે કે જે ખાવા પીવાની બેદરકારીના કારણે થાય છે. સૌથી વધારે ધ્યાન તો શિયાળા દરમિયાન રાખવું જોઈએ. શિયાળામાં સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય સમસ્યાથી બચવું હોય તો અખરોટ ખાવા જોઈએ. અખરોટ એવું સુપર ફૂડ છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યવર્ધક ગુણથી ભરપૂર હોય છે.
અખરોટમાં ઉચ્ચ માત્રામાં ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટિઓક્સિડન્ટ અને અન્ય પોષક તત્વો હોય છે. જે શરીરની શક્તિ અંદરથી વધારે છે અને બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. ઠંડીની ઋતુમાં રોજ પાંચ અખરોટ ખાઈ લેવાથી જબરદસ્ત ફાયદા મળે છે.
હાર્ટ ડીસીસથી બચાવ
અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે હાર્ટ માટે ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. શિયાળામાં નિયમિત અખરોટ ખાવાથી ધમનીઓમાં આવેલો સોજો ઘટે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જેના કારણે હૃદય સંબંધિત સમસ્યા થવાનું જોખમ ઘટી જાય છે.
વજન કંટ્રોલમાં રહેશે
શિયાળાની ઋતુમાં વજન વધવાની ફરિયાદ વધી જતી હોય છે. ઠંડીના કારણે ડાયેટ અને એક્સરસાઇઝનું રૂટિન ફોલો થતું નથી જેના કારણે વજન વધવા લાગે છે. તેવામાં અખરોટ ખાવા ફાયદાકારક સાબિત થઈ શકે છે. અખરોટ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે જેના કારણે ઓવર ઈટિંગનું રિસ્ક ઘટે છે.
માનસિક સ્વાસ્થ્ય
અખરોટનું સેવન કરવાથી બ્રેન ફંક્શન સુધરે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ અને અન્ય પોષક તત્વો હોય છે. જે માનસિક તળાવ અને ચિંતા ને ઘટાડે છે. અખરોટ ખાવાથી યાદશક્તિ પણ સુધરે છે.
સ્કિન અને ત્વચા
શિયાળામાં ત્વચા ડ્રાય અને બેજાન થઈ જાય છે. તેવામાં અખરોટ ખાવાથી ત્વચાને જરૂરી પોષણ મળે છે અને ત્વચા સ્વસ્થ પણ રહે છે. તેમાં રહેલું વિટામિન ઈ વાળને પણ પોષણ અને ચમક આપે છે.
ઈમ્યુનિટી બુસ્ટ થશે
અખરોટમાં ઝીંક અને સેલેનિયમ હોય છે. જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. શિયાળામાં સંક્રમણ અને બીમારીઓનું જોખમ વધી જાય છે. અખરોટનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે