સુકી ઉધરસ અને ગળામાં દુખાવો તુરંત દુર કરે છે આ દેશી નુસખા, છૂટો પડી નીકળી જાશે કફ
Home Remedies For Cough: આ પ્રકારની વાતાવરણના કારણે થતી તકલીફોને દૂર કરવાના ચાર ઘરેલું ઈલાજ આજે તમને જણાવીએ. આ દેશી ઈલાજ કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર વિના તમારી સમસ્યા દૂર ભાગી જશે.
Trending Photos
Home Remedies For Cough: ઠંડીની સિઝન હવે પૂરી થઈ રહી છે અને ધીરે ધીરે ગરમીની શરૂઆત થવા લાગી છે. ઠંડી અને ગરમીની આ મિક્સ સિઝનમાં વાયરસ અને બેક્ટેરિયાનું સંક્રમણ વધી જાય છે. તેના કારણે શરદી, ઉધરસ, તાવ, છાતીમાં દુખાવો, ગળામાં દુખાવો જેવી તકલીફો થતી હોય છે. આ પ્રકારની વાતાવરણના કારણે થતી તકલીફોને દૂર કરવાના ચાર ઘરેલું ઈલાજ આજે તમને જણાવીએ. આ દેશી ઈલાજ કરવાથી કોઈપણ પ્રકારની આડઅસર વિના તમારી સમસ્યા દૂર ભાગી જશે.
અજમાના ફૂલનો રસ
એક રિસર્ચ અનુસાર અજમાના ફૂલના રસથી ઉધરસમાં ફાયદો થાય છે. તેમાં એવા તત્વો હોય છે જેનું સેવન કરવાથી ઉધરસ મટવા લાગે છે અને સ્નાયુને પણ આરામ મળે છે. આ રસ પીવાથી ગળામાં સોજો પણ ઓછો થાય છે. તમે ઘરે અજમાના પાનને એક કપ પાણીમાં ઉકાળીને તેને ચા ની જેમ પણ પી શકો છો તેનાથી પણ ઉધરસમાં રાહત થશે.
આ પણ વાંચો:
મીઠાના પાણીના કોગળા
ઉધરસ ને મટાડવા માટે અને ગળામાં થતા દુખાવાને દૂર કરવા માટે આ સૌથી અસરકારક દેશી ઈલાજ છે. શરદી કે ઉધરસ થાય તો સૌથી પહેલા ગળામાં બળતરા અને દુખાવો થવા લાગે છે તેને મટાડવા માટે હુંફાળા ગરમ પાણીમાં બે ચમચી મીઠું ઉમેરીને તેનાથી કોગળા કરવા જોઈએ. નિયમિત રીતે આવું કરવાથી છાતીમાં જ અમે લોકો પણ બહાર નીકળી જાય છે.
અનાનસનું કરો સેવન
અનાનસ નો ઉપયોગ કરીને પણ ઉધરસ ને ઓછી કરી શકાય છે. તેની અંદર બ્રોમેલેન નામનું તત્વ હોય છે. તેનું સેવન કરવાથી ઉધરસ મટે છે. તેથી અનાનસના ટુકડા કરીને પણ તમે ખાઈ શકો છો અથવા તો અનાનસ નો તાજો રસ બનાવીને પીવાથી પણ ઉધરસમાં આરામ મળશે.
આદુ
આદુમાં અનેક ઔષધીય ગુણ હોય છે જે છાતીમાં જામેલા કફને દૂર કરવા માં અને ઉધરસ મટાડવામાં મદદ કરે છે. જ્યારે ઉધરસ થઈ હોય ત્યારે ચામાં આદુ ઉમેરીને પીવાનું રાખો અથવા તો પાણીમાં આદુનો રસ ઉમેરીને પીવાથી પણ રાહત થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે