ઉનાળામાં રોજ પીશો આ Detox Water તો ડાયટિંગ કર્યા વિના પણ ઘટવા લાગશે વજન
Weight Loss Detox Water: વજન જ્યારે વધી જાય છે ત્યારે ડાયાબિટીસ છે એવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. જોકે મોટાભાગના લોકો વજન વધે પછી જ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે અને વજન ઘટાડવાનો પ્રયત્ન શરૂ કરે છે. પરંતુ એક વખત વજન વધી જાય તો તેને ઘટાડવું સરળ નથી.
Trending Photos
Weight Loss Detox Water: ખાવા પીવાની ખોટી આદતોના કારણે લોકો સ્થૂળતાનો શિકાર થાય છે. વધારે વજન શરીરમાં ઘણી બધી બીમારીઓને આમંત્રણ આપે છે. વજન જ્યારે વધી જાય છે ત્યારે ડાયાબિટીસ છે એવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. જોકે મોટાભાગના લોકો વજન વધે પછી જ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે અને વજન ઘટાડવાનો પ્રયત્ન શરૂ કરે છે. પરંતુ એક વખત વજન વધી જાય તો તેને ઘટાડવું સરળ નથી. કારણ કે લોકો વજન ઘટાડવા માટે પણ કેટલીક ભૂલ કરતા હોય છે જેના કારણે મહેનત કરવા છતાં વજન ઘટતું નથી. વજન ઘટાડવું હોય તો તેના માટે આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. ઝડપથી વજન ઘટાડવા માટે તમે ડેઇલી ડાયટમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો તો પણ તે અસર કરે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં જો તમે કેટલાક પીણાનું સેવન દિવસ દરમિયાન કરો છો તો વજન સરળતાથી ઘટી જાય છે.
આ પણ વાંચો:
ઓરેન્જ ડિટોકસ વોટર
સંતરા વિટામીન c થી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી શરીરમાં જામેલી ચરબી ઓછી થવા લાગે છે. સંતરાનુ સેવન કરવાથી ઇમ્યુનિટી પણ વધે છે અને સ્કીનને પણ ફાયદો થાય છે. જો તમે ઉનાળામાં વજન ઝડપથી ઘટાડવા ઈચ્છો છો તો નિયમિત રીતે સંતરાનું ડીટોક્ષ વોટર બનાવીને પીવાનું રાખો. તેના માટે સવારે પાણીની એક બોટલ ભરી લેવી અને તેમાં સંતરાની થોડી સ્લાઈસ ઉમેરી દેવી. દિવસ દરમિયાન થોડું થોડું આ પાણી પીવાનું રાખો.
કાકડીનું પાણી
ઉનાળામાં કાકડી ખાવી દરેકને પસંદ હોય છે. આ સિઝન દરમિયાન કાકડી મળે પણ છે. કાકડી ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તેનું પાણી પીને તમે વજન સરળતાથી ઘટાડી શકો છો. તેના માટે એક બોટલમાં પાણી ભરી લેવું અને તેમાં કાકડીની સ્લાઈસ ઉમેરી દેવી. દિવસ દરમિયાન આ પાણી પીવાથી પણ વજન ઝડપથી ઉતરે છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે