તમે પણ ગરમ મસાલાનો રોજ કરો છો ઉપયોગ ? તો જાણી લો વધારે ખાવાથી થતા નુકસાન વિશે પણ

Side Effects Of Garam Masala: ગરમ મસાલામાં એવા તેજાના હોય છે જે સામાન્ય રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ હોય છે. તેનો ઉપયોગ કરીને ઉકાળા, કાઢો વગેરે વસ્તુઓ પણ બને છે. તેનાથી શરદી, ઉધરસ, શરદી અને વાયરલ રોગોથી રાહત મળે છે. તેમ છતાં પણ જો ગરમ મસાલાનો વધુ પડતો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. 

તમે પણ ગરમ મસાલાનો રોજ કરો છો ઉપયોગ ? તો જાણી લો વધારે ખાવાથી થતા નુકસાન વિશે પણ

Side Effects Of Garam Masala: ભારતીય રસોઈમાં ગરમ મસાલાનું વિશેષ સ્થાન હોય છે. ઘણી વાનગીઓમાં ગરમ ​​મસાલાનો ઉપયોગ થાય છે. ગરમ મસાલાથી ભોજનનો સ્વાદ વધી જાય છે. ગરમ મસાલામાં એવા તેજાના હોય છે જે સામાન્ય રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ હોય છે. તેનો ઉપયોગ કરીને ઉકાળા, કાઢો વગેરે વસ્તુઓ પણ બને છે. તેનાથી શરદી, ઉધરસ, શરદી અને વાયરલ રોગોથી રાહત મળે છે. તેમ છતાં પણ જો ગરમ મસાલાનો વધુ પડતો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. જો વધારે પ્રમાણમાં ગરમ મસાલાનું સેવન કરવામાં આવે તો તેનાથી નુકસાન સહન કરવું પડે છે. 

ગરમ મસાલા ખાવાના ગેરફાયદા

આ પણ વાંચો:

Viral Fever: વારંવાર આવતા વાયરલ ફીવરથી મુક્તિ મેળવવા અજમાવો આ 4 દેશી નુસખા
 
1. પેટની સમસ્યાઓ
ગરમ મસાલાના વધુ પડતા સેવનથી પેટની સમસ્યા થઈ શકે છે. તેનાથી પેટમાં બળતરા, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિને પહેલાથી જ પાચનની સમસ્યા હોય તો તેણે આહારમાં ગરમ ​​મસાલાની માત્રા ઓછી રાખવી જોઈએ. 

2. ઉલ્ટી થઈ શકે છે
આરોગ્ય નિષ્ણાંતોના મતે મરચાં, લવિંગ, ધાણા, કાળી એલચી અને તજ જેવા ગરમ મસાલાનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ મસાલા ઉબકા, ઉલટીનું કારણ બની શકે છે.

3. હાર્ટને થાય છે નુકસાન
ગરમ મસાલાનું વધુ પડતું સેવન હાર્ટના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે. તેનાથી બ્લડ પ્રેશરમાં વધારો થવાનું જોખમ રહે છે. તેથી હાર્ટના દર્દીઓએ ગરમ મસાલાથી બચવું જોઈએ

4. ઓરલ હેલ્થને નુકસાન
ગરમ મસાલાનું વધુ પડતું સેવન ઓરલ હેલ્થને બગાડી શકે છે. તેના કારણે દાંત અને પેઢાની સમસ્યા પણ થઈ શકે છે. જેમ કે પેઢામાં સોજો, દુખાવો અને પેઢામાં ઈન્ફેક્શન વગેરે થઈ શકે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news