બાળકોને ગરમીમાં ભુલથી પણ ન ખવડાવો આ 4 વસ્તુઓ, બાળકને કરી શકે છે બીમાર

Foods to Avoid In Summer: જો ગરમીના દિવસોમાં ભોજનમાં બેદરકારી કરવામાં આવે તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. ખાસ કરીને બાળકોનું ધ્યાન આ સમયે વધારે રાખવું પડે છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા ઓછી હોય છે. જેના કારણે તેમનું ખાસ ધ્યાન રાખવું પડે છે.

બાળકોને ગરમીમાં ભુલથી પણ ન ખવડાવો આ 4 વસ્તુઓ, બાળકને કરી શકે છે બીમાર

Foods to Avoid In Summer: દેશના મોટાભાગના રાજ્યોમાં હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે જેના કારણે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે તેવું છે. સામાન્ય રીતે પણ ગરમી દરમિયાન ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. જો ગરમીના દિવસોમાં ભોજનમાં બેદરકારી કરવામાં આવે તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. ખાસ કરીને બાળકોનું ધ્યાન આ સમયે વધારે રાખવું પડે છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ પુખ્ત વયના લોકો કરતા ઓછી હોય છે. જેના કારણે તેમનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો તમારા ઘરમાં પણ નાનું બાળક હોય તો ગરમીના દિવસો દરમિયાન તેને આ ચાર વસ્તુ આપવી જોઈએ નહીં.

આ પણ વાંચો:

શુગર ડ્રીંક અને સોડા

નાના બાળકોને ઠંડા પીણા ખાસ કરીને કોલ્ડ્રીંક આપવું જોઈએ નહીં. તેનાથી બાળકોને વધારાની કેલેરી મળે છે અને તેનું વજન પણ વધવા લાગે છે. બાળકને ડીહાઇડ્રેશન ન થાય તે માટે તેને પાણી, દૂધ, જ્યુસ જેવી વસ્તુઓ પીવડાવવી જોઈએ.

પ્રોસેસ્ડ સ્નેકસ

ચિપ્સ કૂકીઝ અને આ પ્રકારના નાસ્તા જેમાં મીઠું અને ફેટ વધારે હોય તેને પણ બાળકોથી દૂર રાખવા. આ પ્રકારની વસ્તુઓમાં એવા તત્વો વધારે હોય છે જે બાળકોના સ્વાસ્થ્ય અને નુકસાન કરી શકે છે. બાળકોને નાસ્તામાં ઉનાળા દરમિયાન તાજા ફળ, લીલા શાકભાજી, આખા અનાજના નાસ્તા આપવા જોઈએ.

ઈંડા

ઘણા બાળકોને માતા પિતા ઈંડા આપતા હોય છે. પરંતુ ઉનાળા દરમિયાન ઈંડા ખાવા જોઈએ નહીં. ઈંડા શરીરને ગરમ રાખવાનું કામ કરે છે. તેથી ગરમી દરમિયાન ઈંડા ખાવા નહીં તેનાથી નુકસાન થઈ શકે છે.

આઇસ્ક્રીમ

આઇસ્ક્રીમ અને અન્ય ફ્રોઝન વસ્તુઓ ગરમી દરમિયાન ભાવે તો બહુ છે પરંતુ તેમાં ખાંડ અને કેલરી વધારે હોય છે. તેથી બાળકોને આ પ્રકારની વસ્તુઓથી દૂર રાખવા. બાળકોને જો કોઈ ઠંડુ ખાવાની ઈચ્છા થાય તો દહીં જેવી પ્રાકૃતિક મીઠાશ વાળી વસ્તુઓ આપી શકાય છે. આ સિવાય ઘરે બનાવેલું આઈસ્ક્રીમ પણ સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news