સાયલન્ટ કિલર છે આ ફૂડ, જેને ખાવાથી જિંદગી નરક તરફ ધકેલાતી જાય છે
Trending Photos
નવી દિલ્હી : ફાસ્ટ ફૂડ આપણી હેલ્થ માટે બહુ જ ખતરનાક છે, તે તો આપણે જાણીએ છીએ. પરંતુ આ બધુ જાણ્યા છતા લોકો તેને ખુદથી ખાવાથી રોકી શક્તા નથી. ક્યારેય મિત્રોને બહાને તો ક્યારેક પોતાના મનના બહાને, ફાસ્ટ ફૂડ ખાવાના કોઈને કોઈ બહાના તો આપણે શોધી જ કાઢીએ છીએ. જ્યા સુધી ડોક્ટર ના પાડવાનું કોઈ સોલિડ કારણ ન આપે, ત્યા સુધી કોઈને કોઈ બહાને તેને ખાવા પાછળ આપણે દોડતા રહીએ છીએ. પરંતુ શુ તમે જાણો છો કે, ફાસ્ટ ફૂડ છોડવાના તમારી જિંદગી અને તમારી હેલ્થ પર શુ અસર પડે છે. જો તમે નથી જાણતા તો આપણે જાણીએ. ફાસ્ટફૂડ છોડવાથી અનેક ફાયદા થાય છે.
ત્વચા પર અસર
ફાસ્ટ ફૂડ તમારી હેલ્થની સાથે સાથે તમારી ત્વચાને પણ પ્રભાવિત કરે છે. ચહેરા પર થતા પિંપલ્સ અને ડાઘ ક્યાંક ને ક્યાંક ફાસ્ટફૂડની દેણ છે. ફાસ્ટ ફૂડ ખાવાથી હોર્મોનલ ઈમ્બેલેન્સનો સામનો કરવો પડે છે. જેનાથી ત્વચામાં ડાઘ થવા લાગે છે. જેનાથી તમારી ત્વચાની સુંદરતા ઓછી થઈ જાય છે.
ઊંઘ ન આવવી
ફાસ્ટ ફૂડ ખાતા સમયે આપણને ક્યારેય અંદાજો રહેતો નથી કે, આપણા સ્વાસ્થયની સાથે સાથે આપણી ઊંઘ પર પણ તેની અસર થાય છે. ઊંઘ ન આવવાનું એક કારણ ફાસ્ટ ફૂડનું સેવન પણ છે. કેમ કે, આ ખાવાથી ન્યૂરોકેમિકલ પ્રોસેસ પ્રભાવિત થાય છે. જેને કારણે ઊંઘ ન આવવી અને ચીડચીડાપણું શરીરને ઘેરવા લાગે છે. તેથી જો તમે ઊંઘની સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો જંક ફૂડ કે ફાસ્ટ ફૂડને જલ્દીથી અલવિદા કરી દો.
દિલ પર અસર
ફાસ્ટ ફૂડની સૌથી વધુ અસર દિલ પર થાય છે. હકીકતમાં, ફાસ્ટ ફૂડમાં શુગર અને ફેટની માત્રા વધુ હોય છે, જે દિલની સમસ્યાઓ વધારે છે. તેથી દિલની હેલ્થ સારી રાખવા માટે ફાસ્ટ ફૂડને છોડવું જ હિતાવહ છે.
વાળનું ઉતરવું
ફાસ્ટ ફૂડ સૌથી વધુ આપણા વાળ પર અસર કરે છે. હકીકતમાં, પ્રોસેસ્ડ અને ફાસ્ટ ફૂડમાં તાજા ફૂડની સરખામણીમાં પોષક તત્ત્વોની માત્રા બહુ જ ઓછી હોય છે. જેને કારણે આપણા વાળમાં જેટલી માત્રામાં પોષક તત્વોની જરૂર હોય છે, તે મળી શક્તા નથી. આ જ કારણ છે કે, ફાસ્ટ ફૂડ ખાવાથી વાળ કડક થવા લાગે છે અને તે ઉતરવા પણ લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે