Health Tips: નારિયેળ પાણીની સાથે નારિયેળની મલાઈ ખાવાના પણ છે અનેક ફાયદા, જાણો અહીં..
Benefits of coconut malai: નારિયેળના છીલકામાં રહેલો મીઠી સફેદ મલાઈ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે આઈસ્ક્રીમને પણ ટક્કર આપી શકે છે. આવો જાણીએ તેના અદ્ભુત ફાયદાઓ..
Trending Photos
Benefits of coconut malai: ઉનાળામાં ઠંડું નારિયેળ પાણી મળે તો બીજું શું જોઈએ. નારિયેળની મલાઈ મળતાં મજા બમણી થઈ જાય છે. નાળિયેરની અંદરની મીઠી સફેદ મલાઈ એટલી સ્વાદિષ્ટ હોય છે કે તે આઈસ્ક્રીમને પણ ટક્કર આપી શકે છે. આટલું જ નહીં, કોકોનટની મલાઈમાં ઘણા બધા વિટામિન, મિનરલ્સ અને એનર્જી હોય છે, જે આપણા શરીરને સંતુલિત રાખવામાં મદદ કરે છે. તે ઘણા સ્વાસ્થ્ય લાભોથી પણ ભરપૂર છે. તો ચાલો જાણીએ નારિયેળની મલાઈથી આપણને શું ફાયદા થાય છે.
નાળિયેરની મલાઈના ફાયદા
ઊર્જા સ્ત્રોત
નાળિયેરની મલાઈ એનર્જીનો સારો સ્ત્રોત છે. તે આપણા શરીરને ત્વરિત ઉર્જા પ્રદાન કરે છે અને આપણો થાક દૂર કરે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
નાળિયેરની મલાઈમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે આપણા શરીરને ઘણો ટેકો આપે છે અને ભૂખને રોકે છે. તેથી વજન ઘટાડવામાં મદદ કરે છે.
હૃદય રોગ
નાળિયેરની મલાઈમાં નેચરલ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ત્વચા માટે ફાયદાકારક
નારિયેળની મલાઈમાં વિટામિન ઈ હાજર હોય છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.
આ પણ વાંચો:
રામનવમી પર અનેક ઠેકાણે શોભાયાત્રાઓ પર હુમલો, આજે જુમ્મા પર પોલીસનું અલર્ટ
'શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે પણ નહીં'
રાશિફળ 31 માર્ચ: આ જાતકોને આજે દરેક કાર્યમાં મળશે જીત, વિદેશથી સારા સમાચાર મળશે
સારુ પાચન
નાળિયેરની મલાઈમાં હાજર ફાઇબર આંતરડાની મંદતાને દૂર કરવામાં મદદ કરે છે અને પાચનમાં સુધારો કરે છે.
ફિટનેસ
નાળિયેરની મલાઈમાં વિટામિન બી-કોમ્પ્લેક્સ હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને આપણને ચેપથી બચાવે છે.
મજબૂત હાડકાં
નાળિયેરની મલાઈમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મહત્વના મિનરલ્સ હોય છે, જે આપણા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે.
ડાયાબિટીસ
નાળિયેરની મલાઈમાંમાં હાજર ફાઇબર અને વિટામિન સી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે લોહીમાં શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
મચ્છર ભગાડનારી કોઈલ સળગાવીને સૂતો હતો પરિવાર, શ્વાસ રૂંધાવાથી 6 લોકોના મોત
બિલકુલ મફતમાં ક્યારે,ક્યાં અને કેવી રીતે જોઈ શકશો IPLમેચનું Live Streaming
ગુજરાતમાં વધતા કોરોના કેસથી ફફડાટ : એરપોર્ટ પર નવી ગાઈડલાઈન જાહેર કરાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે