ચિયા સીડ્સ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ગુણકારી, સેવનથી થાય છે આટલા ફાયદા
Chia Seeds Benefits: ચિયા સીડ્સમાં એન્ટી ઓકિસડન્ટો, ઓમેગા -3 ફેટી એસિડ્સ, ખનિજ, ફાઇબર સૌથી વધુ હોય છે. તેને ખાવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે અને હાડકાંને મજબૂત થાય છે. ચિયા સીડ્સને તમે નાસ્તાથી લઈને લંચ સુધીમાં કોઈપણ વાનગીઓમાં સામેલ કરી શકો છો.
Trending Photos
Chia Seeds Benefits: છેલ્લા કેટલાક વર્ષોમાં ચિયા સીડ્સની લોકપ્રિયતા વધી છે. ચિયા સીડ્સ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે તેના કારણે ચિયા સીડ્સ ખાવાનું ચલણ વધ્યું છે. ચિયા સીડ્સમાં એન્ટી ઓકિસડન્ટો, ઓમેગા -3 ફેટી એસિડ્સ, ખનિજ, ફાઇબર સૌથી વધુ હોય છે. તેને ખાવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સુધરે છે અને હાડકાંને મજબૂત થાય છે. ચિયા સીડ્સને તમે નાસ્તાથી લઈને લંચ સુધીમાં કોઈપણ વાનગીઓમાં સામેલ કરી શકો છો. 2 ચમચી ચિયા સીડ્સમાં 5 ગ્રામ પ્રોટીન, 9 ગ્રામથી વધુ ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, ઝિંક, વિટામિન B1 અને B3 ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી શરીરને નીચે દર્શાવ્યાનુસાર ફાયદા થાય છે.
આ પણ વાંચો:
સાંધાના દુખાવા મટે છે
ચીયા સીડ્સ ખાવાથી શરીરમાં ચડેલા સોજા ઉતરે છે. તેમાં એન્ટી ઇન્ફલિમેન્ટરી પ્રોપર્ટીઝ હોય છે જે સોજા સહિતની બીમારીઓનું જોખમ ઘટાડે છે.
હાર્ટ બનશે હેલ્ધી
ચીયા સીડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે બ્લડ પ્રેશરને નોર્મલ રાખે છે અને હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘણી હદ સુધી ઘટાડે છે. જે લોકો હાર્ટ પેશન્ટ છે તેમણે પણ આ બી ખાવા જોઈએ
વજન ઘટે છે
જે લોકોને વજન ઘટાડવું છે તેમના માટે પણ આ બી ફાયદાકારક છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જેને ડાયજેશનમાં સમય લાગે છે. તેના કારણે તમારું પેટ કલાકો સુધી ભરેલું રહે છે અને તમે વધારે ભોજન કરવાથી બચો છો. આમ કરવાથી ધીરે ધીરે વજન ઓછું થવા લાગે છે. ખાસ કરીને પેટ અને કમરની આજુબાજુ ચરબી નહીં જામે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે
ચીયા સીડ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાથી સંક્રમણ ફેલાવતી બીમારીઓનું જોખમ ઘટી જાય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો હોય છે જે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે