Chest Pain: ફક્ત હાર્ટ એટેકમાં જ નહીં આ ગંભીર બીમારીમાં પણ થાય છે છાતીમાં દુખાવો, જાણો વિગતો

Chest Pain: જરૂરી નથી કે દર વખતે છાતીમાં દુખાવો હાર્ટ સંબંધિત બીમારીના કારણે થાય. છાતીમાં દુખાવો પણ અલગ અલગ બીમારીના કારણે થઈ શકે છે. ખાસ કરીને એક ગંભીર બીમારી છે જેના લક્ષણમાંથી એક છાતીમાં દુખાવો છે. 

Chest Pain: ફક્ત હાર્ટ એટેકમાં જ નહીં આ ગંભીર બીમારીમાં પણ થાય છે છાતીમાં દુખાવો, જાણો વિગતો

Chest Pain: જ્યારે પણ છાતીમાં દુખાવો થાય તો લોકોના મનમાં સૌથી પહેલા વિચાર આવે છે કે હાર્ટ સંબંધિત બીમારી હશે. મોટાભાગે લોકો છાતીના દુખાવાને હાર્ટ એટેક સાથે જ જોડે છે. છાતીના દુખાવાની ફરિયાદ સાથે ડોક્ટર પાસે જવાનું થાય તો સૌથી પહેલા હાર્ટ સંબંધિત બીમારીઓના ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ જરૂરી નથી કે દર વખતે છાતીમાં દુખાવો હાર્ટ સંબંધિત બીમારીના કારણે થાય. છાતીમાં દુખાવો પણ અલગ અલગ બીમારીના કારણે થઈ શકે છે. ખાસ કરીને એક ગંભીર બીમારી છે જેના લક્ષણમાંથી એક છાતીમાં દુખાવો છે. 

જે લોકોને લાંબા સમયથી છાતીમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય અને હાર્ટ સંબંધિત ટેસ્ટ કરાવ્યા પછી પણ યોગ્ય કારણ મળતું ન હોય તો છાતીના દુખાવાને હળવાશમાં ન લેવો. આ દુખાવો અન્ય એક ગંભીર બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. જે લોકોને લાંબા સમયથી છાતીમાં દુખાવો રહેતો હોય તેમણે આ બીમારી સંબંધિત નિદાન કરાવવું જોઈએ. 

છાતીમાં દુખાવાનું કારણ કોસ્ટોકોન્ડ્રાઈટિસ જેવી બીમારી પણ હોઈ શકે છે. આ બીમારી છાતીના હાડકા સંબંધિત છે. આ બીમારીમાં પણ છાતીના ભાગમાં દુખાવાનો અનુભવ થાય છે. આ બીમારી પાંસળી અને બ્રેસ્ટબોન આસપાસ થાય છે. કોસ્ટોકોન્ડ્રાઈટિસ એક ગંભીર બીમારી છે. જેમાં છાતીનો દુખાવો તીવ્ર પણ થઈ શકે છે. 

હાડકા સંબંધિત આ બીમારી થવાના કારણ પણ અલગ અલગ છે. જેમાં છાતીમાં ઇન્ફેક્શન, પડવાથી થયેલી ઇજા કે પછી ઉધરસ દરમિયાન થયેલી સમસ્યાના કારણે પણ આ બીમારી થઈ શકે છે. આ ઉપરાંત વધારે જોર કરવાથી છાતીના સ્નાયુઓ સ્ટ્રેચ થઈ જાય તો પણ આ સમસ્યા થઈ શકે છે. 

કોસ્ટોકોન્ડ્રાઈટિસનું મુખ્ય લક્ષણ છાતીમાં દુખાવો છે. પરંતુ આ સિવાય પણ અન્ય કેટલાક લક્ષણ છે જે આ બીમારીના સંકેત કરે છે. જેમકે ઉધરસ આવે ત્યારે કે પછી ફિઝિકલ એક્ટિવિટી દરમિયાન જ છાતીમાં દુખાવો વધારે અનુભવાય. આ બીમારીના લક્ષણ દરેક વ્યક્તિમાં અલગ અલગ પણ જોવા મળે છે. ઘણા લોકોને છાતીમાં ડાબી તરફ દુખે છે તો ઘણા લોકોને જમણી તરફ પણ દુખાવો રહે છે. 

જો કોસ્ટોકોન્ડ્રાઈટિસ બીમારીના કારણે છાતીમાં દુખાવો રહેતો હોય તો બની શકે કે છાતીના હાડકામાં સોજો અથવા તો ઇન્ફેક્શન છે. તેના માટે ડોક્ટરનો સંપર્ક કરી ટેસ્ટ કરાવીને સારવાર લેવી જરૂરી છે. આ બીમારી હોય તો એન્ટિબાયોટિક અથવા તો દવાઓની મદદથી તેની સારવાર કરી શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news