Chandipura Virus Outbreak: ગુજરાતમાં ઘાતક ચાંદીપુરા વાયરસનું સંકટ! સીધી મગજ પર કરે છે અસર, લક્ષણો ખાસ જાણો

Chandipura Virus: સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી. તેનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે તેના કેટલાક કેસો સામે આવતા રહે છે. ચાંદીપુરા વાયરસ તાવ, મગજનો તાવ (એન્સેફ્લાઈટિસ), અને શરીરનો દુખાવો જેવા લક્ષણો પેદા  કરે છે.

Chandipura Virus Outbreak: ગુજરાતમાં ઘાતક ચાંદીપુરા વાયરસનું સંકટ! સીધી મગજ પર કરે છે અસર, લક્ષણો ખાસ જાણો

ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેટલાક મામલા સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે. અત્યાર સુધી ગુજરાતના ચાર જિલ્લાઓમંતી આ વાયરસના 9 કેસ સામે આવ્યા છે. જેમાંથી ત્રણ કેસ તો બીજા રાજ્યોથી આવેલા લોકોના છે. જો કે ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે ગભરાવવાની જરૂર નથી, પરંતુ સતર્કતા જરૂરી છે. 

સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી. તેનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે તેના કેટલાક કેસો સામે આવતા રહે છે. ચાંદીપુરા વાયરસ તાવ, મગજનો તાવ (એન્સેફ્લાઈટિસ), અને શરીરનો દુખાવો જેવા લક્ષણો પેદા  કરે છે. આ વાયરસ વેસિકુલોવાયરસ ગણનો સભ્ય છે અને સંક્રમિત મચ્છર, ટિક કે સેન્ડફ્લાયના કરડવાથી ફેલાય છે. 

બીમારી ફેલાવવાના મુખ્ય કારણ અને  લક્ષણો
સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યાં મુજબ આ બીમારી સંક્રમિત સેન્ડફ્લાયના કરડવાથી ફેલાય છે. મુખ્યત્વે 9 મહિનાથી 14 વર્ષના બાળકોને પ્રભાવિત કર ચે. તે મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે. તાવ, ઝાડા ઉલ્ટી, માથાનો દુખાવો તેના મુખ્ય લક્ષણો છે. જો આ લક્ષણો જોવા મળે તો તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. 

ગુજરાતમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કારણે 6 લોકોના મોતના સમાચાર આવ્યા છે. પરંતુ સ્વાસથ્ય વિભાગે આ મોતની પુષ્ટિ ચાંદીપુરા વાયરસથી નથી  થઈ હોવાનું કહ્યું છે. 

રાજ્યનો સ્વાસથ્ય વિભાગ આ મામલે પૂરેપૂરી સતર્કતા વર્તી રહ્યો છે. અત્યાર સુધી 400થી વધુ ઘરોની તપાસ થઈ ચૂકી છે અને 19,000થી વધુ લોકોનું સ્ક્રીનીંગ થયું છે. સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે આ છૂઆછૂત વાળી નથી (ચેપી)

જો કે ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાતો નથી પરંતુ આમ છતાં મગજના તાવ જેવી જટિલતા જીવલેણ બની શકે છે. આથી જરૂરી છે કે તાવ, ઉલ્ટી કે માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે તો સીધા ડોક્ટરની સલાહ લઈ  લેવી. 

ચાંદીપુરમ વાયરસથી બચવાના ઉપાય 

  • કાચા અને પાકા મકાનની તિરાડો પુરી દેવી જોઈએ
  • માખીનો ઉપદ્રવ ન થાય તેવા પ્રયાસ કરો
  • બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવો
  • રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરો
  • મેલેથિન પાવડરનો છંટકાવ કરવામાં આવે
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news