Brain Stroke Symptoms: દર 4માંથી એક યુવાનને બ્રેન સ્ટ્રોકનું જોખમ! શરૂઆતનાં 4 કલાક નિર્ણાયક, FAST રૂલ તમને બચાવી શકે છે

Brain Stroke Symptoms: ઓછી ઉંમરના લોકોમાં બ્રેન સ્ટ્રોકના બનાવ વધી રહ્યા છે. બ્રેન સ્ટ્રોકને લાંબા સમયથી ઉંમરલાયક લોકોની બિમારી તરીકે જોવામાં આવતી હતી, જો કે તાજેતરના આંકડા દેખાડે છે કે હવે ભારતમાં યુવાનો પણ બ્રેન સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે.

Brain Stroke Symptoms: દર 4માંથી એક યુવાનને બ્રેન સ્ટ્રોકનું જોખમ! શરૂઆતનાં 4 કલાક નિર્ણાયક, FAST રૂલ તમને બચાવી શકે છે

Brain Stroke Symptoms: બ્રેન સ્ટ્રોક માટે જવાબદાર પરિબળોમાં મેદસ્વિતા, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોકેઈન અને એમડી ડ્રગના સેવનથી પણ બ્રેન સ્ટ્રોકનું જોખમ છે. 

સ્ટ્રોક મૃત્યુનું બીજું સામાન્ય કારણ છે. ભારતમાં હોસ્પિટલ આધારિત એક અભ્યાસ પરથી સામે આવ્યું છે કે, યુવાનોમાં બ્રેન સ્ટ્રોકનું પ્રમાણ 15-30 ટકા વચ્ચે છે. એટલે કે દર ચારમાંથી એક યુવાન પર બ્રેન સ્ટ્રોકનું જોખમ છે. વસતિ આધારિત એક અભ્યાસમાં સામે આવ્યું છે કે દેશમાં બ્રેન સ્ટ્રોકનાં કુલ દર્દીઓમાં 8.8 ટકા દર્દીઓ યુવા વર્ગનાં છે.

શરૂઆતનાં 4 કલાક મહત્વનાં
બ્રેન સ્ટ્રોક એક એવી આપાત સ્થિતિ છે, જે કોઈ પણ સમયે ત્રાટકી શકે છે. તમે બેઠા હોવ, ચાલતા હોવ કે સૂઈ રહ્યા હોવ. બ્રેન સ્ટ્રોક ત્યારે પણ આવે છે, જ્યારે દિમાગનાં ભાગોમાં લોહીનો પુરવઠો ઓછો પહોંચે છે. સ્ટ્રોક આવ્યા બાદ દર્દીને 4 કલાકમાં હોસ્પિટલ પહોંચાડવી જરૂરી છે. જો 4 કલાકમાં દર્દીને થ્રોબોલીટિક દવા મળી જાય, તો તેની જિંદગી બચી જશે. આ દવા ધમનીનાં બ્લોકેજને ખોલી દે છે.

No description available.

FAST રૂલ શું છે
FAST નિયમની મદદથી સ્ટ્રોકનાં દર્દીઓને બચાવી શકાય છે. સમજીએ શું હોય છે આ નિયમ
F - Face (ચહેરો): વ્યક્તિના એક તરફનાં ચહેરાનાં અંગ લટકી ગયા હોય કે ચહેરો એક તરફ ઢીલો થઈ ગયો હોય. 
A - Arm (હાથ): જો એક હાથ કમજોર કે સુન્ન પડી ગયો હોય. આવા સંજોગોમાં વ્યક્તિને બંને હાથ ઉપર ઉઠાવવા કહેવું જોઈએ. એક હાથ નીચે પડે છે કે કેમ તેના પર ધ્યાન રાખવું.
S - Speech (બોલવાની ક્ષમતા): વ્યક્તિને બોલવામાં મુશ્કેલી પડી રહી છે કે શું, તેનું ધ્યાન રાખવું.
T - Time (સમય): સમય ઘણું મહત્વનું પરિબળ છે. ઉપરનાં લક્ષણો જણાય તો તુરંત ઈમરજન્સી સેવાની મદદ લેવી જોઈએ.

No description available.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અનુસરતા પહેલાં તબીબી સલાહ જરૂર લો. ZEE24kalak તેની પુષ્ટિ નથી કરતું.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news