BLACK RICE: આહારમાં કાળા ચોખાનો સમાવેશ કરો, આ 4 ગંભીર બીમારીઓ સામે મળશે રક્ષણ!

કાળા ચોખા ખાવાથી કેન્સરની બીમારી સામે  ઘણી હદ સુધી રક્ષણ મળે છે. કાળા ચોખામાં એન્થોકયાનિન જોવા મળે છે, જેથી તેનો રંગ કાળો-જાંબલી થઈ જાય છે. આ ચોખામાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી જેવા એન્ટિ-કાર્સિનોજેનિક ગુણો જોવા મળે છે.

BLACK RICE: આહારમાં કાળા ચોખાનો સમાવેશ કરો, આ 4 ગંભીર બીમારીઓ સામે મળશે રક્ષણ!

નવી દિલ્હીઃ કાળા ચોખા વિશે તો સાંભળ્યું જ હશે. તમે પણ વારંવાર વિચારતા હશો કે તે કાળા ચોખા કેવા હોય છે.. અને તેને ખાવાથી આપણા શરીરને શું ફાયદા થાય છે. આ કાળા ચોખા પચવામાં ખૂબ જ સરળ છે અને આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

કાળા ચોખા ખાવાના ફાયદા-

1- હાર્ટ એટેકનું જોખમ ઘટે છે:
હાર્ટ એટેકનું જોખમ કાળા ચોખા ખાવાથી ઓછું થાય છે. કાળા ચોખામાં ફ્લેવોનોઈડ્સ નામનું તત્વ જોવા મળે છે, જે હૃદયની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. ફ્લેવોનોઈડ્સ શરીરમાં એન્થોસાયનિન કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડના સ્તરને સુધારવામાં પણ ઉપયોગી છે.

2- આખો માટે ફાયદાકારક:
કાળા ચોખામાં એન્ટી-ઓક્સીડેન્ટ, ઝેક્સાન્થિન અને લ્યુટીન હોય છે. એન્ટી-ઓક્સીડેન્ટ્સથી આંખોની રોશની વધે છે અને નુકસાન પહોંચાડનારા તત્વોથી રક્ષણ મળે છે.

3- કેન્સર સામે મળશે સુરક્ષા:
કાળા ચોખા ખાવાથી કેન્સરની બીમારી સામે  ઘણી હદ સુધી રક્ષણ મળે છે. કાળા ચોખામાં એન્થોકયાનિન જોવા મળે છે, જેથી તેનો રંગ કાળો-જાંબલી થઈ જાય છે. આ ચોખામાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી જેવા એન્ટિ-કાર્સિનોજેનિક ગુણો જોવા મળે છે.

4- પોષક તત્વોનો ખજાનો:
કાળા ચોખામાં ફાઈબર, પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. કાળા ચોખા ખાવાથી શરીર મજબૂત બને છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. કાળા ચોખા ખાવાથી પાચન યોગ્ય રીતે થાય છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news