Pramukh Swami : જાદુઈ નગરી જેવું છે પ્રમુખ સ્વામી નગર, બામ્બૂમાંથી બનાવેલી ભવ્ય કલાકૃતિ જોઈ વિશ્વાસ નહિ થાય

Pramukh Swami Shatabdi Mahotsav : કોઈ વિચારી ન શકે પ્રમુખ સ્વામી નગરમાં મૂકાયેલી વિશાળ કલાકૃતિઓ બામ્બૂમાંથી બનાવાયેલી છે, બંગાળના કારીગરો દ્વારા એક વર્ષની મહેનત બાદ તૈયાર કરાઈ છે

Pramukh Swami : જાદુઈ નગરી જેવું છે પ્રમુખ સ્વામી નગર, બામ્બૂમાંથી બનાવેલી ભવ્ય કલાકૃતિ જોઈ વિશ્વાસ નહિ થાય

Pramukh Swami Shatabdi Mahotsav આશ્કા જાની/અમદાવાદ : પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનો આજે ચોથો દિવસ છે. અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખ નગરીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં એવી વસ્તુઓ છે, જેમાં દરેકમાં કોઈ ને કોઈ સંદેશો આપવામાં આવ્યો છે. તો કેટલીક વસ્તુઓ એવી છે જે તમારી કલ્પના બહારનું છે. લોકોને આ નગરી કોઈ જાદુઈ નગરી જેવી લાગી રહે છે. ત્યારે અહીં મૂકેલી કેટલીક પ્રતિમાઓ લોકોને વિચારવા મજબૂર કરી દે તેવી છે, કારણ તે વાંસમાંથી બનાવવામાં આવી છે.  

પ્રમુખ નગરમાં વાંસનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. નગરીમાં વાંસમાંથી તૈયાર કરવામાં આવેલી પ્રતિકૃતિઓ મુલાકાતીઓ માટે આકર્ષકનુ કેન્દ્ર બની છે. અહીં 9 જેટલી વાંસની બનાવેલી મોટી પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. જેને ભક્તિ રથ પ્રમુખ હસ્તકમળ નામ આપવામાં આવ્યું છે. જેમાં પ્રમુખ સ્વામીના હાથની વિવિધ મુદ્રાઓ બામ્બૂ આર્ટમાંથી તૈયાર કરવામાં આવી છે. 

pramukh_swami_bamboo_art4.jpg

તો બીજી એક માળા કરતી હસ્ત કૃતિ જે સતત ભગવાનને ભજવાનો સંદેશ આપે છે. તે સાથે જ ઉપદેશ આપતી હસ્તકૃતિ, સાથે સ્વામિનારાયણ ભગવાનને તિલક કરતી હસ્તકૃતિ આવી વિવિધ મુદ્રામાં હસ્ત પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. આ તમામ વાંસમાંથી બનાવાયેલી છે. 

pramukh_swami_bamboo_art2.jpg
 
બામ્બૂ આર્ટની આ કૃતિઓ બનાવવું સરળ ન હતું. આ માટે 1 વર્ષની મહેનત લાગી છે. એક વર્ષથી આ કૃતિઓ તૈયાર કરવામાં આવી છે અને આ કોઈ નિષ્ણાત કારીગરોથી તૈયાર નથી કરવામાં આવી. પરંતુ બંગાળના હરિભક્તો અને સંતોએ તેને તૈયાર કરી છે, જેઓ આ કળાના જાણકાર છે. 

pramukh_swami_bamboo_art_ze.jpg

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી અમદાવાદના આંગણે થઈ રહી છે. આધ્યાત્મ, સંસ્કાર, સેવા અને ટેકનોલોજી અને આયોજનનું ઉત્તમ ઉદાહરણ એટલે પ્રમુખ નગરી. પ્રમુખનગરમાં એક વિશેષ યજ્ઞ કુટીર પણ બનાવવામાં આવી છે. પ્રમુખ નગરીમાં અનેક આકર્ષણના કેન્દ્રો છે, જેમાં યજ્ઞ કુટિર પણ એક છે. જેને સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયાગ નામ અપાયું છે. હિન્દુ શાસ્ત્રમાં પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યજ્ઞરહિતનું કલ્યાણ નથી થતું. યજ્ઞ કુટિર બનાવવામાં આવી છે, જે વાંસ અને લીંપણથી તૈયાર કરવામાં આવી છે. જેમાં 5 યજ્ઞ કુંડ છે. સવારે 8 વાગ્યા થી 6 વાગ્યા સુધી અલગ અલગ યજમાનો દ્વારા અહીં યજ્ઞ કરવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચાર અને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે વિશ્વ શાંતિ માટે સતત યજ્ઞ કરવામાં આવે છે. સાથે જ કુટિરની મધ્યમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી છે. જે સતત ગોળ ગોળ ફરતી રહે છે. જેના કારણે દરેક વ્યક્તિ ભગવાનના મનોહર રૂપના દર્શન કરી શકે અને પ્રમુખ સ્વામી સહિત તમામ ગુરુઓની પ્રતિમા મૂકી ગુરુસભા પણ તૈયાર કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news