Bad Cholesterol: ઘરે બનાવી લો આ આયુર્વેદિક મિશ્રણ, વધેલા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા નહીં ખાવી પડે દવા

Bad Cholesterol: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ન વધે તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જો બેડ કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય તો ગંભીર બીમારીઓ વધવા લાગી છે. ખાસ કરીને હાર્ટ, કિડની અને લિવર સંબંધિત સમસ્યા વધી જાય છે અને આ અંગોને ગંભીર નુકસાન થાય છે. 

Bad Cholesterol: ઘરે બનાવી લો આ આયુર્વેદિક મિશ્રણ, વધેલા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા નહીં ખાવી પડે દવા

Bad Cholesterol: શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ મેન્ટેન રહે તે જરૂરી છે. શરીરમાં જો બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કેટલાક કેસમાં બેડ કોલેસ્ટ્રોલનું વધી જવું જીવલેણ પણ સાબિત થાય છે. બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે નિયમિત એક્સરસાઇઝ અને સ્વસ્થ આહાર પર ધ્યાન આપવું જોઈએ. બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવું હોય તો તેના માટે ઘરેલુ નુસખા પણ કારગર સાબિત થાય છે. આજે તમને આવા જ એક નુસખા વિશે જણાવીએ. 

આજ સુધી તમે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવાના અનેક નુસખા વિશે સાંભળ્યું હશે પરંતુ આજે જે નુસખો જણાવવાનો છે તેના વિશે તમે કદાચ સાંભળ્યું નહીં હોય. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ જણાવેલો આ નુસખો ઝડપથી બેડ કોલેસ્ટ્રોલને દવા વિના કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ નુસખો અજમાવવા માટે તમારે ઘરે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને મિશ્રણ બનાવી લેવાનું છે. 

બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરતો નુસખો 

આયુર્વેદિક નિષ્ણાંતોએ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનો આ અસરકારક નુસખો જણાવેલો છે. તેના માટે ઘરમાં જ રહેલી 5 વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે. આ 5 વસ્તુઓનું સંયોજન બેડ કોલેસ્ટ્રોલને બેલેન્સ કરવા મદદ કરે છે. આ પાંચ વસ્તુ છે લીંબુ, આદુ, લસણ, મધ અને વિનેગર. આ પાંચ વસ્તુને કેવી રીતે ઉપયોગમાં લેવી તે પણ જાણી લો. 

બેડ કોલેસ્ટ્રોલ કરતી આ દવા બનાવવા માટે ચારથી પાંચ લસણની કળીને ઝીણી સમારી લો. સાથે જ આદુના અડધા ઇંચના ટુકડાને પણ ઝીણું કાપી લો. હવે લસણ અને આદુમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ત્યાર પછી તેમાં એક ચમચી મધ અને એક ચમચી વિનેગર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. 

કેવી રીતે કરવું આ મિશ્રણનું સેવન ?

તૈયાર કરેલી પેસ્ટને રોજ સવારે ખાલી પેટ ખાવાની રહેશે. સવારે આ મિશ્રણને ચાવીને ખાઈ લેવું અને પછી હુંફાળું ગરમ પાણી પી લેવું. આ પેસ્ટને વધારે માત્રામાં બનાવીને એક અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકાય છે. બધી જ વસ્તુઓનું મિશ્રણ તૈયાર કરી કાચના એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં રાખી શકાય છે. જોકે આદર્શ સ્થિતિ એ રહે છે કે તમે રોજ તાજુ મિશ્રણ તૈયાર કરીને જ તેનું સેવન કરો.
 
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news