Reaserch: ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે બદામ છે અકસીર ઇલાઝ

16 સપ્તાહના અભ્યાસના અંતેની ફોટોગ્રાફીક ઇમેજના પૃથ્થકરણ, કંટ્રોલ ગ્રુપની તુલનામાં બદામ નાસ્તાવાળા ગ્રુપમાં પાર્ટિસિપન્ટ્સ માટે આંકડાકીય નોંધપાત્ર સુધારા ફોટોગ્રાફીક ઇમેજે બતાવ્યા હતા. 

Reaserch: ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે બદામ છે અકસીર ઇલાઝ

મોડેસ્ટો: વધતી ઉઁમરના ઉપચારો ઘણા હોઇ શકે છે પરંતુ વિકસતા સંશોધનો બતાવે છે કે તમારી ત્વચા સંભાળના ક્રમમાં એક સુંદર ઉમેરણ તમારા મેક-અપ બોક્સને બદલે તમારા રસોડામાં હોવું જોઇએ અને તે છે બદામ. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નીયા, ડેવીસ[ફૂલાડ એન, વૌઘન એઆર, રિબાક આઇ, બર્ની ડબ્લ્યુએ, ચાડુર જીએમ, ન્યુમેન જેડબ્લ્યુ, સ્ટેઇનબર્ગ એફએમ, સિવામણી આરકે. ત્વચા લિપીડ અને કરચલીઓ પર બદામના વપરાશની અસર પરનો પ્રોસ્પેક્ટીવ રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ્ડ પાયલોટ અભ્યાસ ફીટો થેરાપી રિસર્ચ. સંશોધકો દ્વારા હાથ ધરાયેલ નવા પાયલોટ અભ્યાસમાં એવુ મળી આવ્યું છે કે નટ મુક્ત નાસ્તા સિવાય બદામનો દૈનિક નાસ્તો મેનોપોઝ સમાપ્ત થયા પછી (પોસ્ટમેનોપોઝલ) મહિલાઓમાં કરચલીઓની પહોળાઇ અને તીવ્રતામાં સુધારાનો માપદંડ છે. આ અભ્યાસ માટે આલમોન્ડ બોર્ડ ઓફ કેલિફોર્નીયા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું અને ત્વચાની તંદુરસ્તી પર બદામની અસર તપાસનાર સૌપ્રથમ છે. આનાથી પણ મોટો અને લાંબા ગાળાનો અભ્યાસ હાલમાં ચાલી રહ્યો છે. 

આ 16 સપ્તાહની રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ ટ્રાયલમાં ફીટ્ઝપેટ્રીક ત્વચા પ્રકાર 1 અથવા 2 (સૂર્યના પ્રકાશ સાથે બળવાના વિસ્તરિત વલણ દ્વારા વર્ગીકૃત્ત) ધરાવતી 28 પોસ્ટમેનોપોઝલ મહિલાઓને બેમાંથી એક જૂથ નિદર્શિત રીતે સોંપવામાં આવ્યા હતા. ઇન્ટરવેન્શન ગ્રુપમાં જે મહિલાઓએ નાસ્તા તરીકે બદામ ખાધી હતી તેમનામાં કુલ દૈનિક કેલરી ભોજનમાં 20 ટકાનો અથવા સરેરાશ દૈનિક 340 કેલરી (60 ગ્રામ્સ)નો સમાવેશ થતો હતો. કંટ્રોલ ગ્રુપે નટ મુક્ત નાસ્તો ખાધો હતો તેમનામાં સરેરાશ દૈનિક કેલરી (60 ગ્રામ)નો સમાવેશ થતો હતો. કંટ્રોલ ગ્રુપે નટ મુક્ત નાસ્તો કર્યો હતો તેમનામાં પણ કેલરીના 20 ટકા ધરાવતા હતાઃ સેરલ બાર, ગ્રેનોલા બાર અથવા પ્રેટઝેલ્સ. આ નાસ્તા સિવાય અભ્યાસના પાર્ટિસિપન્ટ્સે તેમનો નિયમિત નાસ્તો પણ કર્યો હતો અને તેઓ કોઇ પણ નટ કે નટ સમાવતી પ્રોડક્ટસ ખાતા ન હતા. 

અભ્યાસના પ્રારંભમાં ત્વચા ચકાસણી કરવામાં આવી હતી અને ફરી વખત 4, 8, 12 અને 16 સપ્તાહે ચકાસણી કરવામાં આવી હતી. પ્રત્યેક મુલાકાતે, હાઇ રિસોલ્યુશન ફેસિયલ ઇમેજિંગનો ઉપયોગ કરીને ચહેરાની કરચલીઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું અને 3-D ફેસિયલ મોડેલીંગ અને મિઝરમેન્ટને માન્યતા આપવામાં આવી હતી. “આ હાઇ રિસોલ્યુશન વાળા કેમેરા કોઇ પણ કરચલીના 3-D રિકંસ્ટ્રક્શન માટેની મંજૂરી આપે છે જેથી તેને પહોળાઇ અને તીવ્રતાના અગત્યના ગુણધર્મો માટે મેપ કરી શકાય. તીવ્રતા ગુણ કરચલીની ઊંડાઇ અને લંબાઇની ગણતરી છે,” એમ અભ્યાસના અગ્રણી સંશોધક અને ઇન્ટીગ્રેટીવ ડર્મેટોલોજિસ્ટ એમડી, એમએસ એપી રાજા સિવામણી સમજાવે છે. 

ત્વચા બેરિયર ફંકશનનુ પણ તૈલી પદાર્થ (સિબમ)ના ઉપાર્જન અનેટ્રાન્સપેડીર્મલ વોટર લોસ (ટીઇડબ્લ્યુએલ)નું માપ કાઢીને મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્વચા બેરિયર ફંકશનની મજબૂતાઇની તપાસ કરે છે અને તે ત્વચાને ભેજ નુકસાન (ટીઇડબ્લ્યુએલ) સામે કેવી રીતે રક્ષણ આપે છે તે પણ જુએ છે અને પર્યાવરણ દ્વારા થતી નુકસાનકારક બળતરાની પણ તપાસ કરે છે. 

16 સપ્તાહના અભ્યાસના અંતેની ફોટોગ્રાફીક ઇમેજના પૃથ્થકરણ, કંટ્રોલ ગ્રુપની તુલનામાં બદામ નાસ્તાવાળા ગ્રુપમાં પાર્ટિસિપન્ટ્સ માટે આંકડાકીય નોંધપાત્ર સુધારા ફોટોગ્રાફીક ઇમેજે બતાવ્યા હતા. 

- કરચલીની પહોળાઇમાં 10 ટકાનો ઘટાડો
- કરચલીની તીવ્રતામાં 9 ટકાનો ઘટાડો 

ગ્રુપની વચ્ચે ત્વચા બેરિયર ફંકશનમાં કોઇ નોંધપાત્ર સુધારો થયો ન હતો. 
ડૉ. સિવામણી જણાવે છે કે “ત્વચાની તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાના એક માર્ગ તરીકે ફૂડ – “અંદરથી બહારનું આરોગ્ય”નો વિચાર – એ જે લોકો વધતી ઉંમરે પણ તંદુરસ્તી જાળવી રાખવા માગે છે તેમના માટે વધી રહેલી રુચિ છે. “વૈજ્ઞાનિક સંશોધન માટે પણ તે વિકસતો વિસ્તાર છે. બદામ એન્ટીઓક્સીડન્ટ વિટામીન Eનો સમૃદ્ધ સ્ત્રોત છે અને આવશ્યક ફેટ્ટી એસિડ અને પોલીફેનોલ્સ ડિલીવર કરે છે. તે એદંદરે સારા પોષણ માટેની સુંદર પસંદગી છે. અને અભ્યાસમાં જેમ જોવામાં આવ્યું છે તેમજ, ખાસ કરીને પોસ્ટ મેનોપોઝલ મહિલાઓમાં બદામ વધી રહેલી ઉંમરના એક ભાગ તરીકેના ફૂડમાં, સ્થાન ધરાવવાની બાંયધરી આપી શકે છે.”

અભ્યાસ એક નજરે:
અભ્યાસ: 28 તંદુરસ્ત, પોસ્ટમેનોપોઝલ ફીટ્ઝપેટ્રીક ત્વચા પ્રકાર 1(હંમેશા બળે છે, ક્યારેય ભૂખરી થતી ન હોય) મહિલાઓને ક્યાંતો ઇન્ટરવેન્શન અથવા કંટ્રોલ ગ્રુપ નિદર્શિત રીતે સોંપવામાં આવ્યા હતા. ઇન્ટરવેન્શન ગ્રુપ (સરેરાશ દૈનિક 340 કેલરી) આશરે 60 ગ્રામ જેટલી બદામ કુલ દૈનિક કેલરીના 20 ટકા પૂરી પાડવામાં આવી હતી. કંટ્રોલ ગ્રુપે રોજે બદામના સ્થાને કેલરી જેવો નટ ફ્રી નાસ્તો કર્યો હતો: સેરલ બાર, એનર્જી બાર અથવા પ્રેટઝેલ્સ. દરેક પાર્ટિસિપન્ટ્સને અભ્યાસ દરમિયાન કોઇ પણ નટ કે નટ ધરાવતી પ્રોડક્ટ્સનો વપરાશ ન કરવાની સલાહ આપવામાં આવી હતી (ઇન્ટરવેન્શન ગ્રુપ માટે બદામના નાસ્તા સિવાય). તેના બદલે તેમને તેમના દૈનિક ઉર્જાવાળો ખોરાક લેવાનું સતત રાખવાની સલાહ આપવામાં આવી હતી. 

ચાર સપ્તાહના ડાયેટરી વોશ-આઉટ સમયગાળા બાદ, પાર્ટિસિપન્ટ્સને ઉપર જણાવ્યા અનુસાર બેમાંથી એક અભ્યાસ ગ્રુપમાં નિદર્શિત કરવામાં આવ્યા હતા. અભ્યાસ મુલાકાતો બેઝલાઇન, 4 સપ્તાહો, 8 સપ્તાહો, 12 સપ્તાહો અને 16 સપ્તાહો દરમિયાન કરવામાં આવી હતી. 

ચહેરાની કરચલીઓનું હાઇ રિસોલ્યુશન ફેસિયલ ફોટોગ્રાફી દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું અને 3-D ફેસિયલ મોડેલીંગ અને માપને બેઝલાઇન, 8 સપ્તાહો અને 16 સપ્તાહોએ મંજૂરી આપવામાં આવી હતી. ત્વચા બેરિયર ફંકશનનું તૈલી પદાર્થોના ઉપાર્જન અને ટ્રાન્સપેડીર્મલ વોટર લોસ (ટીઇડબ્લ્યુએલ) દ્વારા મુલ્યાંકન હાથ ધરવામાં આવ્યું હતુ. 

પરિણામો: 
- ફોટોગ્રાફીક ઇમેનું પૃથ્થકરણ દર્શાવે છે કે 16 સપ્તાહના ટાઇમ પોઇન્ટ (P<0.02) પર કંટ્રોલ ગ્રુપની તુલનામાં બદામવાળા ગ્રુપની કરચલીની પહોળાઇ અને તીવ્રતામાં અનુક્રમે 10 ટકા અને 9 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. 
•8 અને 16 સપ્તાહો પછી ગ્રુપ્સ વચ્ચે તૈલી પદાર્થોના ઉપાર્જનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો ન હતો. 
•8 અને 16 સપ્તાહો બાદ બેઝલાઇનથી ટ્રાન્સેપીડર્મલ વોટર લોસ (ટીઇડબ્લ્યુએલ)માં ગ્રુપ્સ વચ્ચે કોઇ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો ન હતો. 
•બદામ અને કંટ્રોલ ગ્રુપ વચ્ચે 16 સપ્તાહો બાદ બેઝલાઇન સબંધિત ત્વચા બેરિયર ફંકશન (P=0.65)માં કોઇ નોંધપાત્ર ફેરફાર થયો ન હતો. 

અભ્યાસની મર્યાદાઓ: ઉંમર વધવી તે લાંબા ગાળા સુધી ચાલતી પ્રક્રિયા છે તેથી આ 16 સપ્તાહના અભ્યાસના તારણોથી વિસ્તરિત સમયગાળામાં પુનઃઉત્પાદન અને જનરલાઇઝ કરવાનું મુશ્કેલ બની શકે છે. એક પ્રકાર તરીકે ત્વચાના વર્ષોમાં વધારો પણ અનેક પરિબળયુક્ત છે અને ચોક્કસ ગ્રુપ્સને બાકાત રાખવામાં આવ્યા હોવા છતાં (એટલે કે ધુમ્રપાન કરનારાઓ), એઇજીંગ કોફાઉન્ડર્સમાં ફરક છે, જેમ કે યુવી લાઇટ એક્સપોશર અને લાગણીયુક્ત તણાવની ફ્રીક્વન્સી, અભ્યાસના પરિપ્રેક્ષ્યમાંથી બહાર હતી. આ અભ્યાસ કોસ્મેટિક મુલ્યાંકન પૂરતો મર્યાદિત હતો કેમ કે કોલાજેન ઉત્પાદન વિષયે કોઇ માપ લેવામાં આવ્યું ન હતું. અભ્યાસમાં રોગ કે નાના વિષયોનં મુલ્યાંકન કરાયુ ન હતુ તેથી પરિણામો તંદુરસ્ત પોસ્ટ મેનોપોઝલ મહિલાઓ સુધી જ મર્યાદિત છે. વધુમાં આ એક મર્યાદિત પાર્ટિસિપન્ટ્સની સંખ્યા સાથેનો પાયલોટ અભ્યાસ હતો. ભવિષ્યના અભ્યાસને બહોળી સંખ્યામાં પાર્ટિસિપન્ટસને સમાવતા હાથ ધરવા જોઇએ. 

તારણ: આ પાયલોટ અભ્યાસના પરિણમો સુચવે છે કે બદામનો દૈનિક વપરાશ પોસ્ટ-મેનોપોઝલ મહિલાઓમાં કરચલીઓની તીવ્રતાને ઘટાડવામાં ભાગ ભજવી શકે છે. આ પરિણામો વિસ્તરિત વસ્તી ગ્રુપ અને વધુ ઉંમર ધરાવતી ત્વચા માટેના વધારાના મૂલ્યાંકનો સાથે ભવિષ્યના અભ્યાસોની બાંયધરી આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news