ખાવાની આ 7 વસ્તુ કરશે શરીરનો સત્યનાશ, ગંદા-ગંદા પદાર્થથી ભરાઈ જશે લોહી
Bad Foods For Body: ખાવાની પ્લેટ પર હંમેશા ધ્યાન આપવું જોઈએ. આજકાલ ડાઇટમાં ગંદા ફૂડ્સ સામેલ થઈ રહ્યાં છે. તેમાં બીમાર કરવાની તાકાત હોય છે, જે ડાયાબિટીસ, હાર્ટ એટેક અને કિડની સ્ટોન કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ખાવામાં ઘણા ખરાબ પદાર્થ હોઈ શકે છે. ટ્રાન્સ ફેટ, ફ્રુક્ટોઝ, પ્યૂરીન, જેવા ખતરનાક તત્વો ફૂડ પ્રોડક્ટની અંદર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ખરાબ પદાર્થ લોહીમાં કઈ રીતે પહોંચે છે. ખાદ્ય પદાર્થોની અંદરથી આ કમ્પાઉન્ડ પ્રાકૃતિક રૂપે હોય છે. તેથી આ 7 ફૂડ ખાવાથી દૂર રહેવું જોઈએ.
સુગર
રસોઈ સુધી પહોંચતા પહેલા ખાંડને રિફાઇન કરવામાં આવે છે. તેમાં સુક્રોઝ હોય છે જે લોગીમાં સુગર વધારે છે. સીડીસી કહે છે કે ટેબલ સુગરથી ડાયાબિટીઝનો ખતરો વધે છે, જે કિડની અને નસોને ડેમેજ કરે છે.
બજારનું માખણ
માખણથી ભોજનનો સ્વાદ વધી જાય છે પરંતુ તે કોલેસ્ટ્રોલ વધારે છે. તેમાં ટ્રાન્સ ફેટ હોય છે, જે નસોને બ્લોક કરે છે, જે હાર્ટ એટેકનો ખતરો વધારી શકે છે.
આલ્કોહોલ
દારૂ અને બીયર પીવાથી શરીરમાં પ્યૂરીન ઘુસે છે. જ્યારે શરીર તેને પચાવે છે તો તે યુરિક એસિડ બની જાય છે. જે કિડની સ્ટો અને ગાઉટનું કારણ બની શકે છે.
બજારનું જ્યુસ
બજારમાં મળનાર જ્યુસ શુદ્ધ હોતા નથી. તેમાં હાઈ ફ્રુટ્કોઝ કોર્ન સિરપ મિક્સ કરવામાં આવે છે. તે ફેટી લિવર, હાઈ ટ્રાઇગ્લિસરાઇડ, ઇંસુલિન રેજિસ્ટેન્સ, હાઈ બ્લડ સુગર અને ટાઈપ 2 ડાયાબિટીસનું કારણ બને છે.
ફ્રેન્ચ ફ્રાઇઝ
મોટા ભાગના આઉટલેટ્સમાં ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવા માટે એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હાઈ ફેટ અને કેન્સર બનાવનાર તત્વો વધી જાય છે. હાર્ટ એટેકથી બચવા માટે આ ફૂડ્સથી દૂર રહેવું જોઈએ.
ઓર્ગન મીટ
જો તમે લિવર, કિડની, ભેજા જેવું મીટ ખાવ તો કિડની સ્ટોન અને ગાઉટ થઈ શકે છે. કારણ કે આ ફૂડ્સમાં પ્યૂરીન હોય છે, જે યુરિક એસિડ વધારે છે.
વ્હાઇટ બ્રેડ
સફેદ બ્રેડમાં રિફાઇન્ડ ફ્લોર હોય છે, જે લોગીમાં ગ્લુકોઝને વધારે છે. જેનાથી ડાયાબિસીટ થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે