ZEE 24 Kalak Exclusive; ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારો બદલાવાની અટકળોનો અંત

ગુજરાતની વધુ 3 બેઠકો પર ઉમેદવારો બદલાવાની અટકળોનો અંત આવ્યો છે. ભાજપ માત્ર 2 બેઠકો પર જ નવા ઉમેદવાર ઉતારશે. વડોદરામાં રંજનબેન ભટ્ટના સ્થાને નવા ઉમેદવાર ઉતારશે ભાજપ તો સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના બદલે નવા ઉમેદવાર જાહેર થશે. 

ZEE 24 Kalak Exclusive; ગુજરાતની વધુ ત્રણ બેઠકો પર ઉમેદવારો બદલાવાની અટકળોનો અંત

Loksabha Election 2024: આણંદ, વલસાડ અને બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર નહીં બદલાય. ગુજરાતની વધુ 3 બેઠકો પર ઉમેદવારો બદલાવાની અટકળોનો આવ્યો અંત.  ભાજપ માત્ર 2 બેઠકો પર જ નવા ઉમેદવાર ઉતારશે. વડોદરામાં રંજનબેન ભટ્ટના સ્થાને નવા ઉમેદવાર ઉતારશે ભાજપ તો સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના બદલે નવા ઉમેદવાર જાહેર થશે. 

ZEE 24 કલાકને આ પાંચેય બેઠકોની EXCLUSIVE જાણકારી મળી રહી છે. આજે સાંજે 6 વાગ્યે દિલ્લીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળનારી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં વડોદરા અને સાબરકાંઠાના નવા ઉમેદવારના નામની પણ ચર્ચા થશે અને ફાઈનલ નામ પર અંતિમ મહોર લાગશે. આ સિવાય આણંદ, વલસાડ અને બનાસકાંઠામાં ભાજપના ઉમેદવારો બદલાવાની જે અટકળો છે તેના પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ જ ચૂંટણી લડશે. 

મિતેશ પટેલે ટ્વીટ કરીને પણ આ જાણકારી પોતાના મતદારોને આપી દીધી છે. એટલે કે આણંદમાં મિતેશ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાની ટક્કર નક્કી છે. તો બનાસકાંઠામાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે ભાજપનાં રેખાબેન ચૌધરી જ ચૂંટણી લડશે. ઉમેદવાર બદલવાની વાત પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. 

એ જ રીતે વલસાડમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સામે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ જ ચૂંટણી લડશે. તો ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવારોની જાહેરાત બાકી હતી તે 4 સીટ મહેસાણા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી ઉપરાંત હવે વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવાર જાહેર થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news