Zee Media દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા મહાનુભાવોનું DY.CM નીતિન પટેલનાં હસ્તે સન્માન
Zee Media ગ્રૂપની એક પરંપરા રહી છે. સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મહાનુભાવો, યુવાઓ, હસ્તીઓની સરાહનીય કામગીરીને બિરદાવાનો મોકો ક્યારેય ચૂકતું નથી. ગુજરાતના નસ-નસમાં વહેતા ઔદ્યોગિક ક્ષેત્રે એવોર્ડ આપ્યા બાદ હવે ZEE 24 કલાક આરોગ્ય ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શ્રેષ્ઠીઓને મહાસન્માન આપવા જઈ રહ્યું છે. ગુજરાતની જનતા માટે તંદુરસ્તીનો મહાયજ્ઞ ચલાવતા મહાનુભાવોને આજે ZEE 24 કલાકના માધ્યમથી સન્માનિત કરવામાં આવ્યા છે. ‘ZEE આરોગ્ય મહાસન્માન 2020’ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું છે.
Trending Photos
અમદાવાદ: Zee Media ગ્રૂપની એક પરંપરા રહી છે. સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મહાનુભાવો, યુવાઓ, હસ્તીઓની સરાહનીય કામગીરીને બિરદાવાનો મોકો ક્યારેય ચૂકતું નથી. ગુજરાતના નસ-નસમાં વહેતા ઔદ્યોગિક ક્ષેત્રે એવોર્ડ આપ્યા બાદ હવે ZEE 24 કલાક આરોગ્ય ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શ્રેષ્ઠીઓને મહાસન્માન આપવા જઈ રહ્યું છે. ગુજરાતની જનતા માટે તંદુરસ્તીનો મહાયજ્ઞ ચલાવતા મહાનુભાવોને આજે ZEE 24 કલાકના માધ્યમથી સન્માનિત કરવામાં આવ્યા છે. ‘ZEE આરોગ્ય મહાસન્માન 2020’ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારા લોકોનું સન્માન કરવામાં આવ્યું છે.
મેડિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરીને સાચા અર્થમાં ભગવાન બનનારા ડોક્ટર્સને સન્માનિત કરવા માટે ઝી મીડિયાનાં CEO પુરૂષોત્તમ વૈષ્ણવ ઉપરાંત ગુજરાતનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ઝી 24 કલાકનાં એડિટર દીક્ષિત સોની પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કરતા ઝી મીડિયાનાં સીઇઓ પુરૂષોત્તમ વૈષ્ણવ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ ઉપસ્થિત મહાનુભાવોને સંબોધિત કર્યા હતા.
- નીતિન પટેલ (નાયબ મુખ્યપ્રધાન, ગુજરાત રાજ્ય)ના વક્તવ્યના અંશો
‘ZEE આરોગ્ય મહાસન્માન 2020’માં વકતવ્ય આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે ''ઝી 24 કલાક ચેનલ દ્વારા સમાજમાં દેશમાં અત્યારે જેની સૌથી વધારે જરૂર છે તેવું કામ મારી ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું છે. તે કામ એટલે માનવ જીવન બચાવનાર ડોક્ટર્સ, દવાના ઉત્પાદકો અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલ સરકારી અથવા બિન સરકારી સંસ્થાઓનાં સેવાભાવી એવા પ્રતિષ્ઠિત ડોક્ટર્સનું સન્માન. આવા શુભ પ્રસંગે ઉપસ્થિત રાજસ્થાનના વતની પુરૂષોત્તમજીએ તેમનાં પ્રવચનમાં ગુજરાતની આરોગ્ય સેવાને બિરદાવી છે.
રાજસ્થાનનાં દર્દીઓ પણ ગુજરાતનાં ખાનગી કે સરકારી ડોક્ટર્સને પસંદ કરે છે તે આપણા ગુજરાત માટે ગૌરવની બાબત છે. સમાજજીવનમાં જો આપણે માત્ર ટીકાઓ કરીને જીવવા ઇચ્છીએ તો એ શક્ય નથી. જ્યાં કોઇ સારુ કામ થતું હોય તો એને બિરદાવાનું કામ પણ સામાજીક સંસ્થા કરતી હોય છે. 1995માં ભાજપની સરકાર બની ત્યારે મને આરોગ્ય મંત્રીની જવાબદારી સોંપવામાં આવેલી.
હું નવો નવો મંત્રી હતો અને આરોગ્ય વિશે મને ખાસ માહિતી નહોતી કારણ હું કોમર્સનો વિદ્યાર્થી હતો. તે સમયે હોસ્પિટલો મર્યાદીત હતી. એ સમયે એચ.એલ. ત્રિવેદી સાહેબ સાથે મારો સંપર્ક થયો. તેઓ 24 કલાક દર્દીઓ માટે રચ્યા પચ્યા રહેતા. ત્રિવેદી સાહેબની લાગણી હતી કે મારે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની યુનિવર્સિટી બનાવવી છે અને અમે આ માટે અમારાથી બનતો સપોર્ટ કર્યો. આજે ગુજરાતની વિશાળ કિડની હોસ્પિટલ પણ નાની પડે છે કારણ કે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત આખા દેશનાં દર્દીઓ ત્યાં આવે છે.''
ગુજરાતની તબીબી વ્યવસ્થા વિશે નીતિન પટેલે જણાવ્યું હતું કે ''આજે અનેક નામાંકિત ડોક્ટરો ગુજરાત સરકારના કિડની ઇન્સ્ટિટ્યૂટ, કેન્સર ઇન્સ્ટિટ્યૂટ, હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ તેમજ અનેક સંસ્થાઓમાં કાર્યરત છે. ખાનગી ક્ષેત્રમાં પણ ગુજરાતનું આવુ સુંદર ચિત્ર છે. આપણે બીજા રાજ્યોનાં પ્રમાણમાં ખુબ મોટુ પ્રમાણમાં નેટવર્ક મેડિકલ હબ બનાવી શક્યા છીએ. ખાનગી ડોક્ટર પોતાની હોસ્પિટલ ઉભી કરે તો એને સરકાર સબસિડી અને સાધન સહાય આપે છે કારણ કે નવા આધુનિક સાધનો કરોડો રૂપિયાનાં આવે છે.
ગુજરાતની હોસ્પિટલમાં દર વર્ષે કરોડ કરતા વધારે દર્દીઓની ઓપીડી ચાલે છે. આ સિવાય ગુજરાતમાં મેડિકલ કોલેજોની સિટો વધારવાનું કામ પણ મોટા પ્રમાણમાં હાથમાં લીધું છે અને લગભગ 6000 સીટો પ્રાપ્ત કરી. આ વર્ષે નવી મેડિકલ કોલેજો ભારત સરકાર આપણને આપવાની છે એની પણ સીટો આવનારા સમયમાં આપણને સીટો પ્રાપ્ત થવાની છે. આરોગ્ય વિભાગ એવું ક્ષેત્ર નથી જેમાં કોઈ અંત હોય, અહીં સતત કંઈને કંઈ નવા પડકાર આવતા હોય છે જેને ઝીલવાનું કામ ખાનગી અને સરકારી હોસ્પિટલ બંન્ને સાથે મળીને કરે છે. આ પરિસ્થિતિમાં ડોક્ટર્સનું સન્માન કરીને એને ઝી 24 કલાકે બિરદાવ્યું છે એ માટે અભિનંદન આપું છું. મને પણ આપ સહુને મળવાની સુંદર તક આપી તે બદલ સૌનો આભાર. જેમને જેમને એવોર્ડ પ્રાપ્ત થયા છે અને સન્માન પત્ર પ્રાપ્ત થયું છે તે તમામને અભિનંદન. અસ્તું. ભારત માતા કી જય.''
- પુરૂષોત્તમ વૈષ્ણવ (CEO, Zee Media)ના વક્તવ્યના અંશો
‘ZEE આરોગ્ય મહાસન્માન 2020’માં ઝી મીડિયાના સીઇઓ પુરુષોત્તમ વૈષ્ણવે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે '' મંચ પર હાજર રાજ્યનાં ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઝી 24 કલાકનાં સંપાદક દીક્ષિત સોની, મેયર સાહેબ અને ધરતી પરનાં ભગવાન. માનવ સભ્યતામાં આપણે માત્ર ડોક્ટર અને માંને જ ભગવાનની ઉપાધી આપી છે. પોલીસ અને ડોક્ટર બે તબક્કા એવા છે જેનું સન્માન ક્યારે પણ થતું નથી. હું જ્યારે રાજસ્થાન ગયો તો ડોક્ટર્સે કહ્યું કે, કંઇક તો અમે સારુ કરતા હઇશું ને. તમે અમને ભલે ન કહો પરંતુ લોકો તો અમને ધરતી પરનાં ભગવાન માને છે. અમે રાજસ્થાનમાં પોલીસ એવોર્ડ પણ કર્યો છે.
ઝી 24 કલાકની ઇવેન્ટ ડોક્ટર્સને સન્માનિત કરવા માટે છે. ડોક્ટર્સની વચ્ચે યોગ્ય સન્માન આપી શકાય. હું રાજસ્થાનનો રહેવાસી છું એટલે જાણું છું કે, રાજસ્થાનનાં કોઇ પણ ખુણામાં જ્યારે ગંભીર બીમારી આવે તો પરિવારનો એક સભ્ય જરૂર કહે છે કે એકવાર અમદાવાદમાં દેખાડવું જોઇએ. આ વિશ્વસનીયતા ગુજરાતી અને અમદાવાદી ડોક્ટર્સે બનાવી છે. ગુજરાતના ડોક્ટર્સ પર આસપાસનાં 5 રાજ્યોનાં લોકો વિશ્વાસ કરે છે. આ વિશ્વાસ માટે હું ગુજરાતની સરકાર અને ડોક્ટર્સને શુભકામના પાઠવીશ. છેલ્લા થોડા વર્ષોમાં ગુજરાત સરકારે જે પ્રકારે મેડિકલ ક્ષેત્રે કામ કર્યું છે.
ગુજરાતમાં નાનામાં નાના ગામ સુધી જે તબીબી સુવિધા પહોંચી છે એ સરકાર અને ડોકટર્સ વચ્ચેના ઉચ્ચ તાલમેલનો પ્રતાપ છે. ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ ડોક્ટર્સ ઉચ્ચ કોટીનાં છે અને તેનાં કરતા પણ સારા સરકારી ડોક્ટર્સ છે. મેડિકલ ક્ષેત્રે ગુજરાત અને અમદાવાદનું નામ છે. તેનાં માટે હું ડોક્ટર્સ અને ગુજરાત સરકારનો આભારી છું. ગુજરાતનાં જે શ્રેષ્ઠ ડોક્ટર્સ છે તેમને શોધીને તેમને સન્માનીત કરી શકીએ તો તેમના ઋણનો સ્વીકાર થઈ શકે. જે સન્માનિત થઇ રહ્યા છે તે શુભકામના મેળવવા માટેના હકદાર છે. જેમનું નથી થઇ રહ્યું તે બમણી શુભેચ્છાને પાત્ર છે. તમે તમામ લોકો અહીં આવ્યા તે બદલ આપનો ખુબ આભાર.''
- દીક્ષિત સોની (Editor, Zee 24 kalak)ના વક્તવ્યના અંશો
‘ZEE આરોગ્ય મહાસન્માન 2020’માં આભારદર્શન કરતા ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ''હાજર રહેવા બદલ સૌ કોઇનો આભાર. ડોક્ટર્સ અને કંપનીમાંથી આવેલા લોકોનો આભાર માનું છું. ડોક્ટર્સ હાજર છે ત્યારે ખાસ કહીશ કે તમે કાયમ અમને આ રીતે તંદુરસ્ત રાખો. આ પ્રસંગે ખાસ નીતિન ભાઇનો આભાર માનવાનો છે કે તેમણે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે ક્ષણની પણ રાહ જોયા વગર હામી ભરી હતી. તેઓ ખુબ જ વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ સમય કાઢીને આવ્યા તે બદલ હું ખુબ જ આભારી છું.
આ ઉપરાંત સુનિતા મેડમ અને કિડની ઇન્સ્ટિટ્યૂટની આખી ટીમ અહીં હાજરી આપવા બદલ આભારી છું અને ખુબ જ નમ્ર ભાવે કહેવા માંગુ છું કે ડૉ. એચ.એલ ત્રિવેદી સાહેબનું સન્માન કરવાની અમારી કોઇ જ લાયકાત નથી. તમે અહીં ઉપસ્થિત રહીને અમારુ સન્માન કર્યું છે. ખુબ ખુબ આભાર.''
ZEE આરોગ્ય મહાસન્માન 2020માં ખ્યાતનામ ડોક્ટર એચ.એલ. ત્રિવેદીનું તેમણે આપેલા યોગદાન બદલ મરણોપરાંત સન્માન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફાર્મા ક્ષેત્ર સાથે સંકળાયેલી Troika pharmaceuticals, Biokindle pharmaceuticals, Finecure pharmaceuticals, BMW gallops અને Enrich life science જેવી ટોચની કંપનીઓના સક્રિય યોગદાનને તેમજ સમાજની સુખાકારી સાથે સંકળાયેલા ડોક્ટર્સનું બહુમાન કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે